SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ધન્ય ધરા પરમારનાં કંવરી વખતુબા સાથે થયાં. આ દંપતીને ત્યાં બે પુત્રો થયા. મોટા કહળસંગનો જન્મ વિ.સં. ૧૮૯૯માં તથા નાના પુત્ર જીભાઈનો જન્મ વિ.સં. ૧૯૦૩માં થયો. આ દંપતીએ પુત્રોને સાથે લઈ ગિરનારની યાત્રા સં. ૧૯૦૭માં કરી. કહળસંગ ભગતને એક યોગીનો ભેટો થયો. પછી તે યોગીને ગોતવા કહળસંગ ભગત કલભા ગોહિલના મોટાભાઈ મનુભાઈ ગોહિલના મિત્ર વજુભાને સાથે લઈ ગિરનારમાં ગયા. ત્યાં અવધૂત યોગીનો ભેટો થયો. આ અવધૂત યોગીએ કહળસંગ ભગતને પ્રબોધતાં કહ્યું “બેટા! સંન્યાસ લેવાની ઉતાવળ કરીશ નહીં, તારે ગૃહસ્થાશ્રમ ભોગવવાનો છે, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પ્રભુ ભજન થઈ શકે છે.” પછી તે યોગીએ કહળસંગ ભગતને શિષ્ય તરીકે સ્વીકાર્યા. આ અવધૂત યોગી તેજ રામેતવન. આ રામેતવનનો આશ્રમ ગિરનારમાં શેષાવનમાં હતો. તે ગંગાસતીના પણ ગુરુ હતા અને આ કારણે આ આશ્રમમાં ગંગાસતીની પણ અવરજવર હતી. રામેતવન ભોજા ભગતના પણ ગુરુ હતા. ભોજા ભગતનો જન્મ વિ.સં. ૧૮૪૧માં થયો અને કહળસંગ ભગતનો જન્મ વિ.સં. ૧૮૯૯માં થયો. આ જોતાં ભોજા ભગત કહળસંગ કરતાં ૫૮ વર્ષ મોટા હોય. જ્યારે કહળસંગ ભગતની વય ૨૧ વર્ષની થઈ ત્યારે કલભા બાપુ અને વખતુબાએ પુત્રો માટે યોગ્ય કન્યાની શોધ શરૂ કરી. જૂનાગઢના યદુવંશી રાજવી નવઘણથી ૧૮મી પેઢીએ રાજપરા ગામે શ્રી ભાઈજીભા સરવૈયા થયા. આ ભાઈજીભા સરવૈયાનાં લગ્ન મિત્રાવાવના રાઓલ શ્રી સનાજી હોથીજીનાં કુંવરી રૂપાળીબા સાથે થયાં હતાં આ ભાઈજીભા સરવૈયાને એક પુત્રી અને ચાર પુત્રો હતા પુત્રીનું નામ ગંગાબા અથવા હીરાબા હતું. આ ગંગાબાનું સમઢિયાળાથી કહળસંગ ભગતનું માગું આવતાં ભાઈજી સરવૈયાએ તેનો સ્વીકાર કર્યો અને કહળસંગ ભગતનાં ગંગાબા સાથે લગ્ન થયાં. - આ વખતે રાજપરામાં પઢિયાર શાખાના ખવાસનાં ઘર હતાં, તેમાં હમીરજી પઢિયારને એક પુત્રી પાનબાઈ હતાં. એ વખતે દીકરીને સાસરે વળાવતી વખતે વડારણને સાથે મોકલવાનો રિવાજ હતો, જેથી તે ગૃહસ્થ કાર્યમાં મદદ કરે. ગંગાબા પાનબાઈને સાથે લઈ ગયાં. કહળસંગ ભગતનાં ગંગાબા સાથે લગ્ન વિ.સં. ૧૯૨૦માં થયાં. એ પાનબાઈ ગંગાબાનાં પુત્રવધૂ નહીં પણ વડારણ હતાં. એક વાત એમ છે કે ભજનમાં પાનબાઈ ગંગાબાને બાઈજી કહીને સંબોધે છે. આ બાઈજી શબ્દ ખાસ કરીને સાસુ માટે વપરાય છે પણ જાડેજા સાહેબે આ વાતની ચોખવટ કરતાં લખ્યું છે ક્ષત્રિય કુટુંબમાં દીકરીને સાસરે વળાવે ત્યારે સાથે વડારણ મોકલે એ તે વડારણ દીકરી મટીને વહુ બન્યાં છે એટલે બાઈજી કહેતાં. આ જોતાં પાનબાઈએ અજોભાને સત્સંગ કરાવ્યો તો આ અજોભા કોણ? ગંગાબાને વજોભા નામે પુત્ર હતા. પણ ‘વ’ને બદલે “અ હોય તે બનવા સંભવ છે. ગંગાસતીનાં બાવન ભજનો છે, કહળસંગ બાપુનાં ૭ ભજનો અને પાનબાઈએ ૩ ભજનો લખ્યાં. ભગતબાપુએ પોતાને સમાધિ દેવાનો આદેશ આપ્યો, પણ ગોહિલો કે ક્ષત્રિયોને સમાધિ નહીં પણ અગ્નિસંસ્કાર કરવા જોઈએ, ભગત બાપુને અગ્નિદાહ દીધો પણ જમણી ભુજાને આ અડતા નથી! અટલ જમણા ભુજન સમાજ દાવા, આ બાપુની સમાધિનો પ્રસંગ સમઢિયાળા ગામે તેમની વાડીમાં વિ.સં. ૧૯૫૦ પોષ સુદ ૧૫ રવિવાર તા. ૨૧-૧૧૮૯૪ના રોજ બનેલ. સં. ૧૯૫૦ ફા. સુ. ૮ને ગુરુવારે ગંગામાએ દેહત્યાગ કર્યો, જેને અગ્નિદાહ આપવામાં આવ્યો અને જે સમાધિ છે તે ફૂલસમાધિ છે એટલે આ સંત ત્રિપુટી ઈ.સ. ૧૮૪૩થી ૧૮૯૪ દરમિયાન થયાના આધાર પુરાવા મળે છે, પાનબાઈની સમાધિ નથી પણ જગ્યાના નામ સાથે તેમનું નામ જોડી દેવાયું છે. આ સમઢિયાળુ ઘોળા જંકશન પાસે આવેલું છે. વાઘસિંહ રાજકવિ અને “રઘુનાથ રૂપક' ગ્રંથના કર્તા મહાકવિ વાઘસિંહનો જન્મ ઈ.સ.ના અઢારમા સૈકામાં ગુજરાતના વિજાપુર ગામે બ્રહ્મભટ્ટ (બારોટ) જ્ઞાતિના ગેમરસિંહને ત્યાં થયો હતો, જે કવિની અનેક કવિઓએ પ્રશસ્તિ કવિતા કરી છે. તેનો સંગ્રહ કરી બ્રહ્મભટ્ટ (બારોટ) અમોટ ઉદેપુરના વતની કવિરાજ ગિરિવરસિંહે “રાજકવિ વાઘસિંહ સુયશ પ્રકાશ” નામે ગ્રંથ પ્રગટ કર્યો છે. કવિ ગંગ અને નરહરની હરોળમાં મૂકી શકાય તેવા આ કવિ વાઘસિંહનો પૂર્વ ઇતિહાસ જોઈએ. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy