SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ધન્ય ધરા છે પણ પાછું એવું લખ્યું છે કે જેષ્ઠલાલ, ગિરધર અને મુરાદ સમકાલીન હતા. એ જેષ્ઠ, ગિરધર અને મુરાદની મુલાકાતની કવિતા મળે છે પણ સંવતો જોતાં તે બન્નેની ઉંમરમાં ૫૦ વર્ષનો ફરક પડે છે. જે હોય તે. ભોજા ભગત ભક્ત કવિ ભોજા ભગતનો જન્મ સૌરાષ્ટ્રના જેતપુર પાસેના દેવકી ગાલોળ ગામે સં. ૧૮૪૧, ઈ.સ. ૧૭૮૫માં લેઉવા કણબીની સાવલિયા શાખામાં થયો. તેમના પિતાનું નામ કરશન અને માતાનું નામ ગંગાબાઈ હતું. ભગત ૧૨ વરસ લગી ફક્ત દૂધ લેતા, અનાજ લેતા નહીં, તેમના ગુરુ રામેતવન. તે ગિરનાર પર્વતમાં આવેલા અને વન શાખાના હતા. ભોજા ભગત અવિવાહિત હતા અને અખંડ બ્રહ્મચર્ય પાળતા. ઈ.સ. ૧૮૯૦માં “પ્રાચીન કાવ્યમાળા'ના સંશોધકો શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પુંજાશંકર શાસ્ત્રી ફતેહપુરમાં આવી ભોજા ભગતના પદનો સંગ્રહ લઈ ગયા અને પ્રાચીન કાવ્યમાળા ભાગ પાંચમાં ભોજા ભગતની વાણી' નામે પ્રગટ કરેલ પણ ઘણી ખામીઓ રહી ગયેલ. સને ૧૯૩૦માં “ભોજા ભગતની વાણી' પુસ્તક પ્રગટ થયું, જેના સંપાદક શ્રી મનસુખભાઈ સાવલિયા છે, જે ભગતના જ વંશજો છે. મહાત્મા ગાંધીને ભોજા ભગતનું કાચબા-કાચબીનું ભજન પ્રિય હતું પણ મહાત્માજીને લવજી ભગત મળ્યા ત્યારે પૂછ્યું “તમે ભોજા ભગતનાં વંશજ છો અને મૂળ ધંધો કરો છે.” મહાત્માજીને વહેમ હતો કે ભોજા ભગત મોચી હતા! ભગત છેલ્લે વીરપુર આવ્યા કારણ કે જલારામને વચન અપાઈ ગયું હતું અને સં. ૧૯૦૬ ઈ.સ. ૧૮૫૦માં પોતે સ્વર્ગારોહણ કર્યું. આજે, ફતેપુરમાં તેમની જગ્યામાં તેમનાં સ્મૃતિચિહનો, પાઘડી, માળા, ચરણપાદુકા, ઢોલિયો અને સાહિત્ય વગેરે સચવાયેલ છે. વાલ ગ્વાલ કવિ મથુરાનિવાસી હતા. તેમનો જન્મ બ્રહ્મભટ્ટ (બારોટ) જ્ઞાતિમાં સં. ૧૮૪૮માં થયો હતો. તેમના પિતાનું નામ સેવારામ હતું. તેઓ જગદંબાના ઉપાસક હતા. તેમજ શિવજીની પણ ઉપાસના કરતા. કવિ ગ્વાલ બચપણામાં તેમના ગુરુ પાસે અભ્યાસ કરતા. એકવાર પ્રણામ કરવાનું ભૂલી ગયા, ગુરુએ ઘમંડી કહીને કાઢી મૂક્યા. એટલે તેઓ યમુના કિનારે ગાયો ચારવા લાગ્યા. એક તપસ્વી મળ્યા. તેમની પણ સેવા કરતા આ તપસ્વી મહારાજની કૃપાથી તેની બુદ્ધિનો ઘણો વિકાસ થયો. કવિ ગ્વાલ પહેલાં તો કૃષ્ણના ઉપાસક હતા, પણ એકવાર નવરાત્રિમાં બાળાઓ ગરબે રમતી હતી. તે સાંભળી કવિને જગદંબા તરફ આકર્ષણ થયું. આ બાપાની ઘણા વરસ સેવા કરી પણ પ્રસન્ન થતા નથી. હવે મા ને શરણે જવું છે અને જગદંબાની પ્રતિમા મંગાવી કૃષ્ણને પડખે ગોઠવી દીધી. એકવાર આરતી પૂજા કરતા હતા ત્યારે ધૂમાડાની શેરો કૃષ્ણ તરફ જવા લાગી અને કવિ બગડ્યા. “અરે, આ જગદંબાનો ધૂપ બાપો લઈ જાય છે!” લોટનો પીંડો લઈ કૃષ્ણનું નાક છાંદી દીધું. આથી ભગવાન પ્રગટ થયા! “કવિ! માગ્ય!” “ના, મારે કાંઈ માગવું નથી. તમે તમારું રૂપ સમાવી લ્યો, વીસ વીસ વરસથી સેવા કરુ છું ક્યારેય પ્રસન્ન થયા નથી.” “અરે, કવિ! માગ્ય, તક જાય છે.” “તો, મહારાજ! મને તમારા રૂપમાં રસ નથી. તમે ભગવતીના રૂપમાં દર્શન ઘો” પછી ભગવાન ભગવતીના રૂપમાં દર્શન આપે છે. “કવિ! હવે હું તારી માના રૂપમાં પ્રગટ થયો હવે તો માગ્ય.” “તો, પ્રભુ! હું જ્યારે આરાધું ત્યારે માના સ્વરૂપે દર્શન દેજો.” એકવાર કવિ મારવાડ, મેવાડ જતા હતા. વચ્ચે શ્રીનાથજી બાવાનું મંદિર આવ્યું. કવિએ સેવકોને પૂછ્યું “તમે કેટલા વરસથી સેવા કરો છો? ક્યારેય દર્શન દીધાં છે? તમારે દર્શન કરવા છે?” કવિ બને સેવકોને લઈ મંદિરમાં ગયા, ભગવાનની મૂર્તિ સામે કવિએ હાથ જોડ્યા “દાદા, મને વચન આપ્યું છે. હું આરાધું ત્યારે માના રૂપે દર્શન દેવાં.” સેવકો જુએ તેમ શ્રીનાથજી બાબાની મૂર્તિમાંથી તેજ સ્વરૂપે પ્રગટ્યું અને ભગવાનની મૂર્તિ માના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ! કવિ પગે પડ્યા. “પ્રભુ! આજ જ્યારે મારી માના સ્વરૂપે પધાર્યા છો , મેં, આ વરસથી મંદિર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy