SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ત્યારે જગતમાં કવિ ગ્વાલની કાયમી યાદી રાખવા માટે નાકમાં નથ પહેરી છે તે કાયમ રાખજો.” “અરે કવિ! હું દ્વારકાધીશ, નથ પહેરું?” પહેરવી પડશે, મારા નાથ! કવિ ગ્લાલની યાદી કાયમ રાખવી પડશે!'' છે! અને ભગવાને કહ્યું “તથાસ્તુ.” હાલ પણ શ્રીનાથજી બાબાના શૃંગારમાં તેના નાકમાં નથ ગ્વાલનો કવિતાકાળ સં. ૧૮૭૯થી સં. ૧૯૧૯ સુધીનો તેમના લખેલા ગ્રંથની સંખ્યા ૬૦ થી ૭૦ છે. તેમાંથી ૨૮ ગ્રંથનાં નામ મળ્યાં છે. કવિને બે દીકરા હતા. ખેમચંદ્ર અને રૂપચંદ્ર. તેમનું અવસાન સં. ૧૯૨૮માં થયું. સ્વરૂપદાસજી ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’ના કર્તા સ્વરૂપદાસજીનો જન્મ દેથા શાખાના મારુ ચારણમાં અજમેર પ્રાંતના જોધા (રાઠોડ) રાજપૂતાના પ્રસિદ્ધ ઠેકાણા બડલી ગામે મિશ્રીદાનજીને ત્યાં વિ.સં. ૧૮૫૮માં થયો હતો. આમ તો તેમના પિતાનું વતન ઘાટ નામથી જાણીતા ઉમરકોટ (સિંધ) પરગણામાં રગરોડા હતું. ત્યાં રગરોડા મુસલમાનોએ લૂટ્યું. તેથી મિશ્રીદાનજી તેમના ભાઈ પરમાનંદજી સાથે બડલી ચાલ્યા ગયા. બડલી ઠાકુર દુલ્હેસિંહજીએ તેમનો સારો સત્કાર કર્યો એટલે પરમાનંદજી પોતાના ભત્રીજા શંકરદાનજી જો વિદ્વાન થાય તો કોઈ રાજા પાસે સારી જાગીર મેળવે એટલે પરમાનંદજીએ શંકરદાનજીને સારો અભ્યાસ કરાવ્યો અને સંસ્કૃતના પણ વિદ્વાન બનાવ્યા, પણ પોતે હિર ભક્ત હોવાથી વેદાંતી હતા તેથી શંકરદાનજી ઉપર વેદાંતનો પ્રભાવ પડ્યો. પરિણામે અભ્યાસ પૂરો થતાં દેવપિયાના એક દાદુપંથી સાધુના તેઓ શિષ્ય બન્યા અને શંકરદાનજીએ મુંડન કરાવ્યું અને નામ સ્વરૂપદાસજી રાખ્યું. પ્રસિદ્ધ કવિ સૂર્યમલ્લજી તેમના શિષ્ય હતા, આ સૂર્યમલ્લજીએ ‘વંશભાસ્કર' ગ્રંથ લખ્યો છે. સ્વરૂપદાસજી સંસ્કૃત, પિંગલ, હિંગલ આદિ ભાષાના શાતા હતા. સાહિત્યપ્રેમી લક્ષ્મણદાસજી સાધુના સંગ્રહમાંથી Jain Education International. ૨૦૦ સ્વરૂપદાસજીનાં ૧૧ ગ્રંથોની ૩૬૧ પાનાની હસ્તપ્રત લીંબડીના રાજકવિ શંકરદાનજીને હમીરદાનજી મોતીસર (રતલામ) મારફત મળી હતી. આટલા ગ્રંથો હિન્દી લિપિમાં લખાયા હતા. આ ગ્રંથમાં પાંડવ યશેન્દુ ચંદ્રિકા' શ્રેષ્ઠ ગ્રંથ છે. આમાં મહાભારતનાં પ્રસંગોની શ્રેષ્ઠ કવિતા છે, તે ૧૬ અધ્યાયમાં છે. તેમાં લગભગ ૩૦૦ કવિતા છે. સ્વરૂપદાસજીનાં જીવનકાળ દરમિયાન સં. ૧૯૦૯માં અન્ય પાંચ ગ્રંથો સાથે ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’ ઇંદોરમાં લીથો છાપકામમાં છપાઈ ત્યાર બાદ સં. ૧૯૬૬માં શ્રીધર શિવલાલાત્મજ કિશનલાલજીએ છાપી. મહાભારતના દ્રોણપર્વનો આધાર લઈ કવિ કુલપતિ મિશ્રે સં. ૧૭૩૩માં ‘સંગ્રામસાર’ અને કર્ણપર્વનો આધાર લઈ ગણેશપુરીએ ‘વીવિનોદ' ગ્રંથ લખ્યા પછી કવિ જીવાભાઈ ગજાભાઈ ‘હંસરાજ’ (વાળવોકા) અને કવિ ખેતદાનજી દોલાજી મિશણ (દેદાબાઈ)એ સં. ૧૯૬૬માં ગુજરાતી ટીકા સાથે છાપી તે પછી છેલ્લે લીંબડી રાજકવિ શંકરદાનજી જેઠાભાઈ દેથાએ વિ. સં. ૨૦૨૦માં પ્રગટ કરી. કવિના દેહાંતના સંવત કે સ્થાન અંગે માહિતી મળી નથી. રણછોડ માણેક રાસો' અને ‘ગોરખવિલાસ' અને ‘દેવી શક્તિ' ગ્રંથના કર્તા કવિ રણછોડનો જન્મ જૂનાગઢ પાસેના વડાલ (સોરઠ) ગામે થયો હતો (આ સં. ૧૮૭૦). તેઓ લેઉવા પટેલ બારોટ હતા. તેમની શાખ સોઢા. તેમના પિતાનું નામ ડોસાભાઈ. ‘માણેક રાસા'ના કુલ ૮ પવાડા છે અને તે વિ. સં. ૧૯૧૬થી ૧૯૨૨ વચ્ચે લખાયા. ‘માણક રાસા’માં કુલ ૩૫૨ કવિતા છે. દેવી શક્તિ' ગ્રંથ વિ.સં. ૧૯૨૫માં લખાયો. મૂળુ માણેક અને જોધા માણેકના બહારવટા વખતે મૂળુ માણેકે રણછોડ બારોટને સાથે રાખ્યા હતા અને આ બહારવટિયાનાં ધીંગાણાં તેમણે જોઈ માણેક રાસા'માં આંખ્યું દેખ્યા અહેવાલ લખ્યો છે, આ માણેક રાસા'ની હસ્ત લિખિત પ્રત રાણાભાઈ વેલજીભાઈ બારોટ (કુવાડવા) પાસે હતી. તેના આધારે રાણાભાઈના ચિ. શ્રી સાગરભાઈ રાણાભાઈ (રાજકોટ)એ એકાદ વરસ પહેલાં ‘માણેકરાસો' પ્રગટ કર્યો, ગોરખાવલાસ' ગ્રંથ જેતપુર દરબાર મેરામવાળાના પુત્ર ગોરખવાળા માટે લખાયો. કવિનું અવસાન ક્યાં અને ક્યારે થયું તે જાણવા મળ્યું નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy