SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ધન્ય ધરા અને સં. ૧૯૦૪માં અને મહાપ્રયાણની તૈયારી કરી. જામનગરના રાજા જામ-સાહેબ પણ વ્યાકુળ થયા. તેમણે કહ્યું “જો આપ સમાધિ લેશો તો હું આત્મહત્યા કરીશ.” તેથી સમાધિમાં શ્રીફળ પધરાવી બંધ કરી દીધી, પણ મોરાર સાહેબ ધ્યાનસ્થ બેસી ગયા. એક વરસ આ સ્થિતિમાં રહ્યાં. સં. ૧૯૦૫ના ચૈત્ર સુદ ૨ ને દિવસે સમાધિમાં બેસી ગયા. - સંત મોરાર સાહેબે રચેલ સંતવાણી આજ પણ ગુજરાતના ભક્તજનો ભાવથી ગાય છે. દયારામ કવિ દયારામનો જન્મ નર્મદા તટે ચાણોદ (ચંડીપુર) ગામે ઈ.સ. ૧૭૬૭ (સં. ૧૮૨૩)માં સાઠોદરા નાગર પ્રભુદાસ પંડ્યાને ત્યાં થયો. તેમનાં માતાનું નામ રતનબાઈ હતું. બાળપણમાં કવિને ગામઠી નિશાળની કેળવણી મળી. “મહાજન મંડળ'માં લખ્યું છે તેમની સાત વરસની ઉંમરે લગ્ન થયાં. ' ચાણોદ પાસે કરનાળી ગામમાં કેશવાનંદ સાધુ રહેતા હતા, લોકકથા એવી છે કે આ સાધુએ દયારામને ભગવાન શ્રી કૃષ્ણનાં દર્શન કરાવ્યાં ત્યારથી તેઓ કૃષ્ણ ભક્ત થયા. તેણે ભક્તિપોષણ” નામનો ગ્રંથ લખ્યો છે. દયારામનો કંઠ સારો હતો તેથી કૃષ્ણકીર્તન ગાઈને શિષ્યો તરફથી જે મળે તેમાંથી નિભાવ કરતા. દયારામ વિષે ઘણું લખી શકાય તેમ છે. તેમની છેલ્લી અવસ્થામાં આંખોની તકલીફ હતી. છેલ્લાં બે ત્રણ વરસ તો અંધ હતાં. તેણે ૧૩૫ પુસ્તકો લખ્યાં છે પણ તેમાં ‘દાણલીલા', બાળલીલા’, ‘રાસલીલા', રૂક્ષ્મણીવિવાહ', “ભક્તિપોષણ’ અને શતસૈયા' ખાસ છે. દયારામ ૭પ વર્ષનું આયુષ્ય ભોગવી સં. ૧૮૦૮માં મહાવદ ૫ ને સોમવારે અવસાન પામ્યા. દીવાન રણછોડજી. ઇતિહાસકાર, સાહિત્યકાર, સંશોધક અને કવિ એવા આ જૂનાગઢના બહાદુર દીવાન રણછોડજીનો જન્મ જૂનાગઢના સુપ્રસિદ્ધ દિવાન અમરજીને ત્યાં વિ. સં. ૧૮૨૪ના આસો સુ. ૧૦ ને ૨૦ ઓક્ટોબર ૧૭૬૮ના રોજ થયો, તેમનાં માતુશ્રીનું નામ કુશળબાઈ હતું અને પત્નીનું નામ ચોથીબાઈ હતું. તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ હતા, તેમના વડવા લાલજી માંડણ વડનગરથી તળાજે આવ્યા. લાલજી માંડણના પુત્ર શ્રીમતી મહેતા. એમના પુત્ર શિવજી મહેતા, શિવજી મહેતાના પુત્રો ગોપાલજી તેમના પુત્ર પ્રાગજી, તેમના પુત્ર કુંવરજી અને કુંવરજીના પુત્ર અમરજી અને તેના પુત્ર રણછોડજી. અમરજી દિવાન બુદ્ધિશાળી અને બહાદુર હતા. તેઓ સં. ૧૮૧૫માં ૧૮ વર્ષની ઉંમરે ભાગ્યોદયની આશાથી માંગરોળથી જૂનાગઢ આવ્યા. - રણછોડજીએ બાલ્યકાળથી ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફારસી, અરબી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમનો ‘તવારીખે સોરઠ વ હાલાર' આ ગ્રંથ ઇતિહાસગ્રંથ છે. તે સારા ઇતિહાસવેત્તા હતા, તેમ સારા કવિ પણ હતા. તેમણે કુલ ૨૫ ગ્રંથો લખ્યા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૯૯૭ના મહા વદ ૬ તા. ૧૨-૨-૧૮૪૧ના રોજ થયો. તેને પુત્ર ન હોવાથી દોહિત્ર શંકર પ્રસાદને દત્તક લીધા. મંછ (મંછારામ) પોતાના ગ્રંથ “રઘુનાથ રૂપક ગીતારો'માં ૭૨ પ્રકારનાં ગીતો લખી ડિંગળી સાહિત્યનો પાયો નાખનાર મંછ અથવા મંછારામનો જન્મ સંવગ-સેવક-ભોજક બ્રાહ્મણ બબ્બીરામને ત્યાં સં. ૧૮૨૭માં થયો. તેમનાં માતાનું નામ રુકમણી હતું. કવિ મંછને તેના કાકા હાથીરામે વિદ્યાભ્યાસ કરાવ્યો હતો. આ સેવળ જાતિ અનેક નામોથી ઓળખાય છે. આ સેવગ જાતિની ઉત્પત્તિ ભવિષ્ય પુરાણમાં છે. મારવાડમાં તે સેવગ-સેવક અથવા ભોજકના નામે ઓળખાય છે. પૂર્વમાં પંડિત નામથી જયપુર અને સાંભરમાં વ્યાસ તરીકે દિલ્હીમાં મિશ્ર અને ઓસવાલ અને કૃષ્ણગઢમાં પોકરને પણ સેવગ કહે છે. તે બુંદીના વતની હોય અને પછી જોધપુર આવ્યા હોય તે બનવા જોગ છે. મંછનાં લગ્ન જોધપુરમાં તેજકરણ સેવકનાં પુત્રી રાધા સાથે સં. ૧૮૪૫માં થયાં. કવિ મંછે ૧૬ ગ્રંથોની રચના કરી છે. તેઓ નાથ સંપ્રદાયને માનતા. આ કવિ મંછનું અવસાન ૭૦ વરસની ઉંમરે સં. ૧૮૯૭માં થયું. બ્રહ્માનંદ આ કવિનો જન્મ સિરોહી તાબાના ખાણ ગામે શંભુદાન ગઢવીને ત્યાં સં. ૧૮૨૮ના મહા સુદ ૫ શનિવાર, તા. ૮-૨૧૭૭૨ના રોજ થયો. તેમનું પહેલું નામ લાડુદાનજી હતું. તે મારુ ચારણ આશિયા શાખાના હતા. તેમનાં માતાનું નામ લાલુબાઈ હતું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy