SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ધન્ય ધરા ખીમ આકળાં હતાં. પ્રેમાબાઈના અવસાન પછી પ્રીતમે બીજાં લગ્ન કરેલાં તેનો પણ સ્વર્ગવાસ થયો. પછી પ્રીતમદાસ ચૂડા રાણપુરમાં રહી ૨૦ વર્ષ સુધી ઉગ્ર તપ અભ્યાસ કરતા રહ્યા. પ્રીતમદાસે એક જમાતના મહંત ભાઈદાસજી પાસેથી ગુરુમંત્ર લીધો અને સિંદસર મુકામ રાખ્યો. મંદિરના વહીવંચા પણ સિકંદરની આવવાની સાલ ૧૮૧૭ લખે છે. તેના જીવનના પણ અનેક પ્રસંગો છે. પ્રીતમદાસનાં ૧૨ પુસ્તકો છે અને તેનાં બાવન મંદિર જુદી જુદી જગ્યાએ આવેલાં છે. તેનો સ્વર્ગવાસ ૦૮-૮૦ વર્ષે સં. ૧૮૫૪ વૈ. વ. ૧૨ના રોજ થયો રવિ સાહેબ રવિ-ભાણ સંપ્રદાય સ્થાપકોમાં આ ગુરુ શિષ્યનો ફાળો મહત્ત્વનો છે. રવિ સાહેબનો જન્મ ગુજરાતના આમોદ તાલુકાના તણછા ગામે શ્રીમાળી વૈશ્ય જ્ઞાતિમાં વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભ કુળમાં સં. ૧૭૮૭માં વૈ. સુ. ૧૫ને ગુરુવારે થયો. તેમના પિતાનું નામ મંછારામ અને માતાનું નામ ઇચ્છાબાઈ હતું. બાળપણથી જ તેનામાં વૈરાગ્યનું બીજ રોપાઈ ગયું હતું. ભાણ સાહેબ તણછામાં રવજીને ભેટી જતાં રવજીના અંતરનાં તાળાં ઊઘડી ગયાં. વૈશ્યવૃત્તિના સ્થાને પ્રભુભક્તિ અને પ્રેમરસનો પ્રવાહ વહેવા લાગ્યો. રવિ સાહેબ સંત, ભક્ત અને કરુણાપ્રધાન કવિ હતા. તેમનાઉ ભજનમાં ભારોભાર દર્દ અને પ્રેમરસ ભરેલાં છે. તેમણે “બોધ ચિંતામણિ’, ‘આત્મલક્ષ ચિંતામણિ' “રામગુજાર ચિંતામણિ' આમ અનેક રચનાઓ પ્રગટ કરી છે. રવિ સાહેબની સંતવાણી ગુજરાતમાંથી મારવાડ સુધી પહોંચી ગઈ. ત્યાં થરાદ નામના રાજ્યના રાજકુમાર મોરાર પ્રેમદીવાના બની રવિ સાહેબના શરણે આવ્યા અને તે પ્રતાપી સંત મોરાર સાહેબના નામથી પ્રસિદ્ધ થયા. મોરાર સાહેબે સં. ૧૮૬૦માં ગુરુનાં વચન માન્ય રાખી ખંભાલિયામાં સમાધિ લીધી. ખીમ સાહેબ સ દૈવ ખીમ સાહેબ એટલે ભાણ સાહેબના સુપુત્ર. ખીમ સાહેબનો જન્મ સં. ૧૭૯૦ થી ૧૮૫૭ સુધી માનવામાં આવે છે. તેઓ જાતે લોહાણા હતા. આ રવિ-ભાણ સંપ્રદાયના સંતો સંતકવિ હતાં ખીમ સાહેબ પણ કવિ હતા. ખીમ સાહેબ રવિ સાહેબના શિષ્ય હતા. ખીમ સાહેબના હાથે એક ઉત્તમ કામ થયું. રામવાવના ત્રિકમ ભગતને પોતાના શિષ્ય બનાવી ખીમ સાહેબે પોતાનો વિશ્વપ્રેમ અને સમદૃષ્ટિને પ્રગટ સ્વરૂપ આપી દીધું અને આ ત્રિકમ ભગત આગળ જતાં ત્રિકમ સાહેબ થયા. તે પણ સંત કવિ હતા. હેબત નામનો મુસલમાન ખલાસી. નૌકા સમુદ્રમાં ડૂબવા લાગી અને તેણે ખીમ સાહેબનું સ્મરણ કર્યું અને નૌકા બચી ગઈ તે ત્યારથી ખીમ સાહેબનો શિષ્ય બની ગયો. એક ખલાસી પણ ખીમ સાહેબનો શિષ્ય હતો. ખીમ સાહેબે સં. ૧૮૫૭માં સમાધિ લીધી. તેમની સમાધિ રાપરના દરિયાસ્થાનમાં આજે મોજૂદ છે. ત્રિકમ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયમાં જે સમર્થ કવિ થયા એમાં ત્રિકમ સાહેબનું નામ મોખરે છે. કચ્છ-વાગડમાં રામવાવ ગામે ત્રિકમ ભગતનો જન્મ હરિજન (ગરવા) જ્ઞાતિમાં થયો. તેમના પિતાનું નામ માંડણ મહારાજ અને માતાનું નામ લમીબાઈ. ખેતો અને મનજી ત્રિકમ સાહેબના ભાઈઓ, ત્રિકમ સાહેબનાં બાલ્યાવસ્થામાં લગ્ન થયાં અને ભિનબાઈ નામે એક જ સંતાન. આ બાજુ ચિત્તોડમાં ત્રિકમ સાહેબનું શરીર સારું રહેતું નહોતું. તેમણે બધા અનુયાયીઓને એકઠા કરીને કહ્યું “મારા અવસાન પછી રાપરના દરિયાસ્થાનમાં ભાણ સાહેબ અને ખીમ સાહેબની સમાધિ વચ્ચે મને ભૂમિદાહ દેજો”. ત્રિકમ સાહેબે કહ્યું “લક્ષ્મી સાહેબ તમે ચિત્તોડની જગ્યા સંભાળજો, વેલ સાહેબને ઊંજા મોકલજો ભીમ સાહેબ આમરણના બ્રાહ્મણ હોવાથી આમરણ રહેવા દેજો, નથુરામને રાધનપુર જવાનું કહેજો, તુલસીદાસ ચોબારી ચેતાવે, શીતલદાસ રાપર રહે, ધર્મદાસ પલાંસવામાં ધર્મ પ્રચાર કરે. ભિનાબહેનનાં ચિ. ઝીલાણંદમાં રહે,” ત્રિકમ સાહેબ સં. ૧૭૯૦માં થયાનું અનુમાન છે. દાસી જીવણ સંત કવિ દાસી જીવણનો જન્મ ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે સં. ૧૮૦૬માં ચમાર જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ જગા દાફડા હતું અને માતાનું નામ સામબાઈ હતું. એ જમાનામાં સમાજથી તરછોડાયેલ અંત્યજ એવી અસ્પૃશ્ય કોમમાં જન્મીને પણ દાસી જીવણે આત્માનો સાક્ષાતકાર કર્યો. તેમના પિતા “ભામનો ઇજારો રાખતા. આ વખતે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy