SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ભાણ સાહેબ રવિ ભાણ સંપ્રદાય સ્થાપવામાં જેમનું મોટું બલિદાન છે. અને એમની ભજનવાણી ગુજરાતની જનતાએ ઘણા ભાવથી ઝીલી છે “ભણે લોહાણો ભાણો' આ સરળ શબ્દ પ્રયોગ આજેય લોક હૈયે રમે છે. આવા ભક્ત સંત કવિ ભાણ સાહેબનો જન્મ ગુજરાતના ચરોતર પ્રદેશના કનખીલોડ ગામે લોહાણા જ્ઞાતિમાં સં. ૧૭૫૪ના મહા સુદ ૧૧ને સોમવારે થયો. તેમના પિતાનું નામ કલ્યાણજી અને માતાનું નામ અંબાબાઈ હતું. આગળ જતાં આંબા છઠ્ઠા નામના ભક્ત ભરવાડ ગુરુ તરફથી ગુરુમંત્ર મળ્યો અને ભાણ સાહેબનાં હૃદયનાં દ્વાર ઊઘડી ગયાં અને સંતવાણીનો પ્રવાહ વહેવા લાગ્યો. 'ભાલરિત્ર' નામના ગ્રંથમાં તેમની પૂર્વજીવનની કથાનું વિસ્તૃત વર્ણન છે. એકવાર તે ગુજરાતના કમીજડા ગામે જઈ ચડ્યા. ત્યાં તે મેપા નામના ભક્તને મળવા ગયા, પણ મેપો બહારગામ હતો તેથી ભાણ સાહેબે રજા માગી પણ મેપો ઘરે આવી ગયો, ભાણ સાહેબ પાછળ ગયો. લોકો ભાણ સાહેબને રોકાઈ જવા વિનંતી કરતાં હતાં. મેપે કહ્યું “હવે અહીંથી એક ડગલું પણ આગળ વધી શકાય નહીં” એટલે ભાણસાહેબે કહ્યું “મારી સમાધિ અહીં જ તૈયાર કરી' અને વાજતે ગાજતે ભાણ સાહેબે ત્યાં જ સમાધિ લીધી. (સં. ૧૮૧૧ના ચૈત્ર સુદ ૩ ને ગુરુવારે). જ ભાલ સાહેબને ૪૦ શિષ્યોનો પરિવાર હતો અને તે ‘ભાણ ફોજ’ નામે ઓળખાતો કરણીદાન બિરદ શૃંગારના કર્તા કવિરાજ કરણીદાનજી મેવાડના સુલવાડા ગામમાં મારુ ચારણ જાતિના કવિયા શાખામાં એક ગરીબ ઘરમાં આરારે સં. ૧૭૬૦માં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વિજયરામજી હતું. કરણીદાનજીએ સંસ્કૃત, વ્રજભાષા અને ડિંગળી ભાષાનું ઉત્તમ જ્ઞાન મેળવી, કાવ્ય વિષયમાં સારી યોગ્યતા મેળવી તેમને બિરા નામે એક બહેન હતાં. તે પણ ઉત્તમ કવયિત્રી હતાં, ચારણ જાતિમાં અને રાજસ્થાની સ્ત્રી કવિઓમાં તેઓ અગ્રગણ્ય હતાં. કણીદાનજી ઉદેપુર આવ્યા. મહારાણા સંગ્રામસિંહજી (બીજા સં. ૧૭૬૭, ૧૭૯૦) પોતાના પૂર્વજોની જેમ દાની હતા. Jain Education International કરણીદાનજીએ તેમને પાંચ ડિંગળી ભાષાનાં ગીત સંભળાવ્યાં. મહારાણા ખુશ થયા અને કહ્યું “આ ગીત નથી પણ ક્ષાત્ર ધર્મ સમજાવનાર મંત્રો છે, મંત્રોને ધૂપદીપ દેવામાં આવે છે, કર્યો તો આ ગીતોને ધૂપદીપ દઉં અને કહો તો લાખ પાવ દઉં? ૨૦૧ કરણીદાનજીએ કહ્યું કે “મને લાખ પસાવ તો હમણાં જ ડુંગરપુરના મહારાવળ શિવસિંહજીએ હમણાં જ આપ્યા છે અને બીજા પણ મળશે પણ તમે તો આ મંત્રોને ધૂપદીપ ઘો એજ મહત્ત્વનું છે.' આમ તો કરણીદાનાએ ઘણાં રજવાડાંમાં પ્રવાસ કરેલા, `કરણીદાનજી કવિયા અને વીરભાણજી રત્નએ ‘સૂરજપ્રકાશ’ અને ‘રાજરૂપક’ નામે જોધપુરના સવિસ્તાર ઇતિહાસ ગ્રંથો કાવ્યમાં લખ્યા. ૭૫૦૦ છંદોથી પૂર્ણ ‘સૂરજપ્રકાશ' એવો ગ્રંથ તેમનાં પાંડિત્ય અને કવિત્વનો પરિચય કરાવે છે. કવિરાજનું અવસાન ક્યાં અને ક્યારે થયું તે જાણી શકાયું નથી. નરભેરામ નરભેરામ જાતે. મોઢ બ્રાહ્મણ અને પેટલાદ તાલુકાના પીટીજ ગામના વતની. જન્મ આ. ૧૭૬૮. તેઓ અમદાવાદમાં રહેતા. નરભેરામે ‘રાસલીલા', ‘ગજેન્દ્રમોક્ષ', ‘બોડાણાચરિત્ર’, ‘સત્યભામાનું રૂસણું”, ‘નાગદમન’, ‘મનને ઉપદેશ'. ‘વાચનાખ્યાન’ તથા પ્રેમ અને જાતિ વિષયક છપ્પય રચ્યા. તેમનું અવસાન સં. ૧૮૩૭માં માનવામાં આવે છે. પ્રીતમદાસ “હિરનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.' મહાત્મા ગાંધીજીના આ પ્રિય ભજનના કર્તા સંત કવિ પ્રીતમદાસનો જન્મ સં. ૧૭૭૫થી ૮૦ના અરસામાં ગુજરાતમાં બાવળા મુકામે પ્રતાપસિંહ બારોટને ત્યાં થયો. તેમની માતાનું નામ જેકુંવરબા હતું. પણ ડાહ્યાભાઈ બલભદ્ર વકીલ લખે છે કે પીતમનો જન્મ ખેડા જિલ્લાના સિંદસર ગામમાં ઈ.સ. ૧૭૩૦, સં. ૧૭૮૬માં રઘુનાથદાસ બારોટને ત્યાં થયો. પ્રીતમ જન્મથી અંધ નહોતા પણ પાછલી અવસ્થામાં અંધ થઈ ગયા. તે ચરોતરનું રત્ન કહેવાના.. પ્રીતમનાં લગ્ન પ્રેમાબાઈ સાથે થયાં, પણ તે સ્વભાવનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy