SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમના માતાનું નામ ગંગાબાઈ હતું. તેમની ૧૬ વર્ષની ઉંમરે બાઈ સાથે લગ્ન થયાં. આજે કોઈ ભજનિક કે ભજનાનંદી એવા નહીં હોય જે મૂળદાસજીની વાણીથી અજાણ હોય. ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ, ૨૭ આત્મબોધ, ૨૧ મનને અમૂલ્ય ઉપદેશ, ૧૨ આત્મજ્ઞાન ગોષ્ટિ, ૪ પરબ્રહ્મ પદ લક્ષ્ય, ૩ ગોપીઓની કૃષ્ણ ભક્તિ,ઉપરાંત ચૂંદડી વિ, રામનું પુનરાગમન, ભક્ત મહાત્મ, અદ્વૈત પ્રકાશ અને આત્મબોધની સાખીઓ આ ઉપરાંત અપ્રસિદ્ધ ભગવદ્ ગીતા અને ભાગવદ્ ઇત્યાદિ આમાં રામગ્રી પ્રભાતી, આરતી, ભજન આરાધ, ચૂંદડી, બારમાસા, છપ્પય, ચોપાઈ, ગરબી, ધોષ અને સાખીઓ. પોતાના લુાર કામના ધંધા માટે સૂકા લાકડાના કોલસા પાડવા ગિરના જંગલમાં ગયા. ત્યાં એક સૂકા લાકડામાં કોલસા પાડવા સળગાવ્યું, લાકડાની પોલમાં કીડીઓની રાફડી. તેમાંથી અસંખ્ય કીડીઓ ઊભરાણી. મૂળદાસે આ દૃશ્ય જોયું. તેના હૃદયને કારમી ચોટ લાગી. લાકડું બુઝાવી નાખ્યું, પણ તેના મનમાં ઘેરી અસર થઈ, વૈરાગ્ય પ્રગટ્યો, હવે આ પાપનો ધંધો શા માટે કરવો તેના અંતરઆત્મામાં પ્રકાશ પડ્યો, સંસાર અસાર જાણ્યો. ત્યાંથી ધન, દારા, પશુ પુત્રાદિ સર્વનો ત્યાગ ર્યો. ઘરબાર છોડી હાલી નીકળ્યા. તેઓ ઘણા રખડ્યા પછી અનુભવ મેળવતા કાઠિયાવાડના વાળાક પ્રદેશમાં જોલાપુર ગામે આવી સ્થિર થયા. ત્યાંથી ગિરનારમાં આવી ઘણો વખત તપ કર્યું. ગિરનારથી નીકળી ગોંડલ આવ્યા. મહાત્મા લોલંગરી ખાખી મોટા સિદ્ધ હતા. તેમનું નામ જીવણદાસજી રામાનુજ ગોદડ હતું. તે દેવ મોરારી હારાના હતા. મૂળદાસ આ પુરુષના શરણે ગયા પછી તેમનાં પત્ની વેલબાઈ ત્યાં મળ્યાં અને ગુરુ દીક્ષા લઈ અતિવિઓની સેવા કરવા લાગ્યા. ગોંડલ ઘણો વખત રહ્યા પછી વિ.સં. ૧૭૮માં અમરેલી આવ્યા પછી તો મહાત્માજીના જીવનમાં ઘણા પરચા અને ચમત્કારો છે. એક વિધવા ભૂલ ખાઈ પાપમાં પડી અને આત્મહત્યા કરવા તૈયાર થઈ પણ મહાત્માજીએ તેને બચાવી કલક પોતાના શિરે વહોરી લીધું, તેને એક અબળાને બચાવવા બદનામ થવું પડ્યું, લોકોએ મહાત્મા તરફ ઘણો કાદવ ઉછાળ્યો પણ મહાત્મા વિચલિત થયા નહીં પણ લોકોને સાચી વાતની જાણ થઈ ત્યારે ઘણો પરનાવો. ધો. આ પ્રસંગને લાઠીના ઠાકોર સૂરસિંહ ગોહિલે પોતાના Jain Education International ૨૦૯ કાવ્યમાં અમર બનાવ્યો. એક સિનેમા પણ ઊતરી–(સંસાર લીલા). મહાત્મા મૂળદાસે ઈ.સ. ૧૭૭માં તેની પ્રસિદ્ધ જગ્યા અમરેલીમાં સમાધિ લીધી શામળ ભર કવિ શામળ ભદ્રનો જન્મ અમદાવાદના વેગણપુર (ગોમતીપુર)માં વીરેશ્વર નામના ગોડ માળવી સામવેદી બ્રાહ્મણને ત્યાં સં. ૧૭૪૦માં થયો. તેમના માતાનું નામ આનંદબાઈ અને ગુરુનું નામ નાના ભદ. કવિને બે પુત્રો હતાં. તેમાં પરષોત્તમ ભણ્યો-ગણ્યો અને લાયક હતો, શામળ ભટ્ટે વ્રજભાષા અને સંસ્કૃતનો સારો અભ્યાસ કર્યો હતો અને તેનામાં કવિતાનાં બીજ રોપાયાં પોતાના પુરોગામી કવિઓ જેવા કે જૈન તિઓ, ચારણો, બારોટો, હિન્દીના લેખકો અને વસ્તી વચ્છરાજ વગેરે લખાણો લઈ લોકિ વિષયો પસંદ કરી વાર્તાઓ લખવાની શરૂ કરી, ગુજરાતીમાં ત્યાં સુધી ધાર્મિક વાર્તાઓ લખાતી. દોહરા, છપ્પય, ચોપાઈ વગેરે મૂળ સંસ્કૃત નહીં પ્રથમ વ્રજભાષામાં બોલાતાં તેને શામળે ગુજરાતીમાં ઉતાર્યા. શામળની કીર્તિ સાંભળી માતર પરગણામાં સીહુજ સુંઝા ગામના વાસણાવંશના લેઉવા પાટીદાર રખીદાસે પોતાને ત્યાં તેડાવી લીધા. તેઓ ધનાઢય હતા, ત્યાં શામ સિંહાસન બત્રીસી' લખી. “રખિયલ રુડો રાજવી, ભોજ સરીખો ભૂપ.” અને રખિયલના પુત્ર ઝવેરભાઈને રીઝવવા ‘ચૂડા બહોતેરી કરી. ગુજરાતીમાં કલ્પિત લોકકથા લખવાની શામળથી જ શરૂઆત થાય છે. તેના છપ્પા શામળ ખાસ' આમ વહેવારુ ભાષાને સમૃદ્ધ કરવામાં શામળના છપ્પાએ અગત્યનો ભાગ ભજવ્યો. તેને મહાકવિનું પદ અપાય કે ન અપાયત, કે લોકપ્રિય લોકકવિ હતા. ભટ્ટે પોતાની કવિતામાં સદ્ગુણ, દુર્ગુણ, દાતારી, કૃપણતા, મર્દાનગી, કર્તવ્ય, મોત, જગતની અસારતા, ડહાપણ, આનંદ, પ્રમોદ, હાસ્ય, વિનોદ, સમસ્યા અને પ્રેમ જેવા વિષયોને પ્રાધાન્ય આપ્યું છે. શામળના સાલ સં. ૧૭૪૦થી ૧૮૧૦ નક્કી કરેલ છે. શામળનાં લખેલા ગ્રંથમાં સિંહાસન બત્રીસી’, બરાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy