SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ સાંજે જ્યારે મેકોજ વાછડા ચારી ઘેર આવ્યા અને તેની નજર આ વસ્તુઓ પર પડી ત્યારથી તેના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ, કોઈ જૂના સંસ્કાર અને વૈરાગ્યની ભાવના તેના અંતરમાં પ્રગટી. તેણે તે વસ્તુને ઉઠાવી લીધી અને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા તે વખતે મઠની ગાદીએ ગાંગા રાજા હતા. મેકાજીએ તેમની પાસે દીક્ષાની યાચના કરી. હરધોળજી અને પાબાંા ત્યાં આવ્યા મેકોજીને સમજાવ્યા પણ મેકોજી અચળ રહ્યા તેથી તેને દીક્ષા લેવાની અનુમતિ આપી. કચ્છમાં એક દંતકથા પ્રચલિત છે કે રામચંદ્રજી રાવણને મારી હિંગળાજની યાત્રાએ લક્ષ્મણજી સાથે ગયા હતા અને ત્યાંથી પાછા વળતાં પોતાનો કાપડીને વેશ જયરાજ કાપડીને અર્પણ કરીને કાપડી વંશની સ્થાપના કરી અને લક્ષ્મણજીએ પોતાનો વેશ જમીનમાં ભંડારી દીધો. હરધોળજીનાં મકાનમાંથી જે વસ્તુઓ નીકળી તે હતી તેમ લોકોનું માનવું છે. આ અરસામાં મંદિરની બે ઘોડીઓ ચોરાઈ ગઈ, દાદા મેકરણ ગોતવા ગયા, ઘોડીઓ કંથરકોટના કોળીઓ લઈ ગયા હતા. દાદાએ ઘોડીઓ મઠ મોકલી દીધી પણ પોતે ગિરનાર ભણી ઊપડી ગયા. દાદાએ ગિરનાર ઉપર ઘણું તપ કર્યું. દાદાની ભક્તિ જોઈ દત્તાત્રેયની જગ્યા ઉપરથી એક કાવડ મળી અને કાવડથી સંસારની સેવા કરવાનો આદેશ મળ્યો અને દાદા કાવડ ઉપાડી ગિરનાર ઉપરથી ઊતર્યા. દાદા કાવડને કામધેનું કહેતા અને ભિક્ષા માગી અપંગ અભ્યાગતની સેવા કરતા. પછી દાદા બીલખા આવ્યા. પહેલી ધૂણી દાદાએ બિલખામાં કરી, બીજી ધૂણી જંગીમાં જગાવી, દાદાએ ત્રીજી ધૂણી લોડાઈમાં જગાવી. દાદાના જીવનમાં અનેક નાનામોટા પ્રસંગો બન્યા છે અને નોંધવા જેવા છે પણ આળસંકોચથી ટૂંકાવવા પડ્યા છે. દાદાએ લોડાઈમાં એક પ્રજાપતિ પાસેથી લાલિયો ગધેડો માગ્યો અને દાદા પાસે એક મોતિયો કૂતરો હતો. કચ્છ અને સિંધની મધ્યમાં લોડાઈના રસ્તા વચ્ચે ૧૪ ગાઉનો રણનો રસ્તો હતો. દાદા લાલિયા ઉપર છાલક મૂકી અંદર પાણીના ગોળા રાખતા અને સાથે એક કળશિયો પણ રાખતા અને આ રણ રસ્તે મોકલતા મોતિયો કૂતરો આગળ ચાલનો કોઈ મુસાફર જુએ એટલે મોતિયો લાલિયાને ત્યાં લઈ જતો, માણસ ન કરી શકે તેવી સેવા આ પશુ કરતાં, Jain Education International ધન્ય ધરા દાદા લાલિયા, મોતિયાને ભૂજ પણ મોકલતા કારણ કે મહારાઓશ્રી દેશળજી પહેલા દાદાના સેવક હતા દાદા મોતિયાને ગળે ચિઠ્ઠી બાંધી ભૂજ મોકલે રાઓશ્રી ચિઠ્ઠી વાંચી દાદાએ જે મંગાવ્યું હોય તે લાલિયાની પીઠ ઉપર લાદી દે. ચોથી ધૂણી દાદાએ કંગમાં તાપણને દાદાએ વિચાર કર્યો. વિ.સં. ૧૭૮૬ આસો વદ ૧૪ને શનિવારનો દિવસ કચ્છના ઇતિહાસમાં અભૂતપૂર્વ બની ગયો. તે દિવસે દાદાએ સમાધિ લેવાનું નક્કી કર્યું. દાદા સમાધિ લેવાના હતા અને દશ જણ દાદાનો સાથે કરવાના હતા. દેહનું બલિદાન દેવા તૈયાર થયા હતા. તેમની સાથે સમાધિમાં બેસનાર હતા માતાજી સીરબાઈ, મયાગરજી, ભુજના સારસ્વત પ્રેમજી, ગણપત, પંગનાં જાગીરદાર ખેંગારજીનાં માતુશ્રી પ્રેમાળા, રાપરતારાનાં સુંદરદાસ, લોડાઈના કાંથડ સુતાર અને આહિર વિધો, લેરિયાના જાડા ખીમરાજી, ખૈયાના ઠાકોર મોકાજી તથા નાગરપુરના કડિયા મિસ્ત્રી કાનજી. બધી તૈયારી થઈ ગઈ દાદાએ હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા. લોકોનાં હૈયાં વલોવાઈ ગયાં આંખો આંસુ વહાવી રહી. દાદાના પટ્ટ શિષ્ય અરજણ રાજા પગમાં ઝૂકી પડ્યા. દાદાએ આશીર્વાદ આપી પોતાનાં વસ્ત્રો પોતાના માથે પહેરાવી દીધા અને ખભે કાવડ મૂકી લોકોને ગુરુ ગણવાની આજ્ઞા આપી. જ્યારે દાદાએ ધંગમાં દશ જણા સાથે સમાધિ લીધી ત્યારે આડસરમાં મોમાય રાજાએ સાત જણ સાથે સમાધિ લીધી. લોડાઈમાં ગરવો હિરજન હતો. તેનું બીજે દિવસ મૃત્યુ થયું, વાગડના વિજ્યાસરના વાઘો તેલે પણ સમાધિ લીધી. લોક્વાયકા છે કે કોઈ દાદાની સમાધિએ જઈ નામનો ઉચ્ચાર કરે તો સામો જવાબ મળતો. કચ્છ-ભૂજનાં રાજકિવ નાગાજણને ખબર પડી ને ધંગ ગયા અને અંજાર તાલુકાના ખોખરા ગામે ગયા ત્યાં નાગાજણ અને સાણ બોરિયે સમાધિ લીધી, ગજબ છે ને દાદાની સેવા અને લોકચાહના! મહાત્મા મૂળદાસજી અલખના આરાધક અને “મૂળદાસની વાણી'ના કર્તા માત્મા સંત કવિ મૂળદાસનો જન્મ જૂનાગઢ સંસ્થાના નાઘેર પંથકના ઉના પાસેના આમોદરા ગામે સોરઠિયા લુહાર કૃષ્ણાજીને ત્યાં વિ.સં. ૧૭૩૧ના કારતક સુદ ૧૧ને સોમવારે થયો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy