SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ દરબારીઓ વચ્ચે પડ્યા, બાદશાહને સમજાવવા ઘણી કોશિશ કરી પણ વ્યર્થ, ગંગ કહે “હવે સમજાવવાનું બંધ કરો, અમારી લેણાદેણી પૂરી થઈ.” ગંગના પુત્ર સુમન ભાટ પણ સારા કવિ હતા. તેમણે એક કવિતા લખી શાહને સંભળાવી શાહ ખુશ થયા અને ગંગને મુક્ત કર્યા. શાહને પણ હવે ગંગનો અહંગમયો લાગ્યો હતો. દાસ મહાકવિ ગેંગને કવિઓના સરદાર માન્યા છે, ગંગનાં ત્રણ પુસ્તકોનાં નામ મળે છે. (૧) ગંગવિનોદ, (૨) ચંદ છંદ બરનન મહિમા, (૩) ખાનખાના કવિત, પોતે કેદ મુક્ત થયા પણ ખીલતા નહોતા. એમાં કોઈ કારણસર ગંગ હાથીના પગ નીચે કચડાઈ ગયા પછી શાહે સુમન ભાટને પણ પટો કરી આપ્યો. ‘ચંદ છંદ બરનન મહિમા' નામના પુસ્તકનાં ૧૬ પાનાં છે. તે ગંગે અકબર શાહને સં. ૧૬૨૭માં સંભળાવેલ. અફસોસની વાત છે કે આ કવિ વિષે કોઈએ ખાસ લખ્યું નથી. કેશવદાસ મહાકવિ કેશવદાસનો જન્મ સનાઢ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. ૧૬૧૨માં થયો હતો. ‘હિન્દી નવરત્ન’ અને ‘કવિતાકૌમુદી’માં સં. ૧૬૦૮ લખેલ છે. તેમના પિતાનું નામ કાશીનાથ હતું. તેમનું જન્મસ્થાન ઓડછા. ઓડછા નરેશ મહારાજા રામસિંહના ભાઈ ઇન્દ્રજિતસિંહ તેનો ઘણો આદર કરતા. તેઓ સંસ્કૃતના પંડિત . હતા. તેમના પિતા કાશીનાથે ‘શીઘ્રબોધ’ નામે જ્યોતિષનો ગ્રંથ લખ્યો છે. તેથી અનુમાન થાય કે તેઓએ કેશવદાસને પણ જ્યોતિષનું જ્ઞાન આપ્યું હોય. ઇન્દ્રજિતસિંહ પાસે એક રાયપ્રબીન નામે નર્તકી હતી. તેનાં રૂપ લાવણ્યનાં વખાણ સાંભળી અકબર શાહે તેડાવી પણ ઇન્દ્રજિતસિંહે મોકલી નહીં તેથી અકબરે રાયપ્રબીનને પરાણે તેડાવી અને ઇદ્રજિતસિંહને એક કરોડનો દંડ ફટકાર્યો પણ કેશવદાસે આગ્રા જઈને બીરબલને મળી એક કરોડનો દંડ માફ કરાવ્યો. કેશવદાસનાં લગ્ન કે પુત્ર-પુત્રી વિષે જાણકારી મળી નથી. રાયપ્રખીન તેમની શિષ્યા હતી. તેના ઉપર ‘કવિપ્રિયા’ ગ્રંથ લખ્યો. કેશવદાસે કુલ સાત ગ્રંથો લખ્યા છે. કવિનું અવસાન સં. ૧૬૭૪માં થયું. Jain Education International ધન્ય ધરા રસખાન કવિ રસખાનને ઘણા સૈયદ પિહાનીવાલા સમજે છે, પણ વાસ્તવમાં આ મહાશય દિલ્હીના પઠાણ છે, એવું ૨૫૨ વૈષ્ણવોની વાર્તામાં લખ્યું છે. મહારાજ વિઠ્ઠલેશજીનો સ્વર્ગવાસ સં. ૧૬૪૩માં થયો. રસખાન સં. ૧૬૪૦ આસપાસ તેમના શિષ્ય થયા. તેથી અનુમાન થાય છે કે તેમનો જન્મકાળ આપણે સં. ૧૬૧૫નો કલ્પી શકીએ અને તેની અવસ્થા ૭૦ વર્ષની માનવાથી સ્વર્ગવાસ ૧૬૮૫માં થયો હોય તો તેમનો જન્મ સં. ૧૬૧૫માં થયાનું કલ્પી શકાય. પોતે બાદશાહ બંશના પઠાણ હતા. ૨૫૨ વૈષ્ણવોની વાર્તામાં લખ્યું છે કે તે પહેલાં એક વણિકના છોકરા ઉપર ઘણા આશક્ત હતા. એકવાર વૈષ્ણવો અંદર અંદર વાત કરતા હતા કે આપણે ઈશ્વરમાં એવું ધ્યાન લગાવવું જોઈએ જેવું રસખાનનું ધ્યાન પેલા વણિકના છોકરામાં લાગ્યું છે. રસખાને કહ્યું જો મને પરમેશ્વરનું રૂપ જોવામાં આવે તો વિશ્વાસ બેસે” આથી વૈષ્ણવોએ શ્રીનાથજીનું ચિત્ર બતાવ્યું. પછીથી રસખાનનું ધ્યાન શ્રીકૃષ્ણમાં લાગ્યું. કવિ રસખાને પ્રેમવાટિકા' ગ્રંથ સં. ૧૬૭૧માં લખ્યો. તેમાં દુહા છે. બીજો ગ્રંથ ‘સુજાન રસખાન' આ બે ગ્રંથ કિશોરલાલજીએ પ્રગટ કર્યા. ‘સુજાન રસખાન”માં ૧૨૧ છંદો છે. ફારસીભાષામાં અનુવાદિત ‘શ્રીમદ્ ભાગવત’ રસખાને વાંચેલું. એક મત પ્રમાણે રસખાનનો જન્મ સં. ૧૬૦૫માં લખાયો છે. ભક્તમાળમાં પણ તેમનું ચરિત્ર મળી આવે છે. બાબુ હિરચંદ્રે ‘ઉત્તર ભક્તમાળ’માં અને પંડિત રાધારમણ ગોસ્વામીએ નવ ભક્તમાળ’માં રસખાનની પ્રશંસા કરી છે. સ્વામી સુંદરદાસજી ‘સુંદર વિલાસ’ જેવા ૪૨ ગ્રંથોની ભેટ આપનાર મહાત્મા સ્વામી સુંદરદાસને કોણ નથી ઓળખતું? તેમનું જીવન-ચરિત્ર શોધખોળથી તૈયાર કરવામાં આવ્યું, છતાં અહીં ટૂંકાવેલ છે. સુંદરદાસનો જન્મ જયપુરની પ્રાચીન રાજધાની દૌસાનગરીમાં બુસર (ઢુસર) ગોત્રના ખંડેલવાલ વણિક જાતિમાં સં. ૧૬૫૩ ચૈત્ર સુદ ૯ના રોજ થયો. તેમના પિતાનું નામ શાહ ચોખા અથવા પરમાનંદ હતુ. માતાનું નામ સતી હતું. તેઓ આંબેરના સોંકિયા ગોત્રના ખંડેલવાલ વણિકનાં પુત્રી હતાં. માધવદાસકૃત ‘સંતસાગર' અને દાદુ સંપ્રદાયની પ્રચલિત વાતોથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy