SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જાણવામાં આવે છે કે સં. ૧૯૫૮માં જ્યારે દાદુ દીસા આવ્યા ત્યારે ચોખા શાહુકારે બાળક સુંદરને તેના ચરણોમાં અર્પણ કર્યો ત્યારથી સુંદરદાસ તેના શિષ્ય થયા. પછી દાદુ શિષ્ય જગજીવન સાથે સુંદરદાસજી નારાયણ કસ્બા આવ્યા. સં. ૧૬૬૦માં દાદુજી પરમધામ ગયા. પ્રસિદ્ધ દાદુ શિષ્ય રજબજી વગેરે સાથે વિ.સં. ૧૬૬૪માં કાશી ચાયા ગયા. ત્યાં સંસ્કૃત, હિન્દી, વ્યાકરણ અને કોશ વગેરે તેમજ ષટ્ શાસ્ત્ર પુરાણ વેદાંત વગેરે ૨૦ વર્ષ સુધી ભણતા રહ્યા. સ્વામીજીના રચેલ 'જ્ઞાનસમુદ્ર', 'સવૈયા સર્વદા', ‘ધોગ પ્રદીપિકા' વગેરે વાંચવાથી માલૂમ પડે છે. ‘જ્ઞાનસમુહ’ ગ્રંથની સમાપ્તિ સં. ૧૭૧૦ના વર્ષમાં થયાનું જણાવેલ છે. સુંદર વિલાસ' ગ્રંથમાં ૩૪ અંગ છે. તેમાં ૫૪૭ છંદોની સંખ્યા છે. સ્વામી મહાકવિ હતા. તેણે પિંગળના નિયમ પ્રમાણે જુદા જુદા છંદો અને કવિતા કરી છે. સ્વામીજીનો કવિતાકાલ વિ.સં. ૧૬૬૪થી ૧૭૪૨ ગણી શકાય. સ્વામીનું પરમપદ ગમન સાંગાનેરમાં થયું. વિ.સં. ૧૭૪૬ કારતક વદ ૮ ને બુધવાર સુંદરદાસ (બીજા) સુંદરદાસ ગ્વાલિયરના વતની અને જાતે બ્રાહ્મણ હતા. તેમના જન્મની સંવત મળેલ નથી, પણ “સુંદર શૃંગાર' નામનો નાવિકાભેદનો ગ્રંથ સંવત ૧૬૮૮માં લખ્યો. આ ઉપરાંત ‘સિંહાસન બત્રીસી' નામે પણ ગ્રંથ લખ્યો તે શૃંગારરસના અદ્ભુત કવિ હતા. કવિ સુંદરદાસ શાહજહાના દરબારમાં હતા. તેને 'વિરાય' અને પછી 'મહાકવિરાય'ની ઉપાધિ આપી હતી. તેના સ્વર્ગારોહણ અને સંવત મળેલ નથી. નોંધ :-એક બીજા સુંદરદાસ નામે કવિ થયા, જે અસની જિલ્લાના ફતેહપુરના વતની હતા. જાતે ભાટ (બારોટ) હતા. તેઓ વિ.સં. ૧૯૭૦ સુધી હયાત હતા. તેમણે રસપ્રબોધ ગ્રંથ લખ્યો છે. બિહારીદાસ બિહારીલાલની જાતિ વિષે મતભેદ છે. કોઈ તેને મથુરાના ચોબા કહે છે. કાશીનિવાસી બાબુ રાધાકૃષ્ણદાસજીના મત પ્રમાણે તે સનાઢ્ય બ્રાહ્મણ હતા, પણ ગોસ્વામી રાધાચલજીએ છેલ્લું સંશોધન કરી બિહારીલાલને બ્રહ્મભટ્ટ (બારોટ) સાબિત કરેલ છે. (જુઓ કાનજી ધરમશી સંપાદિત ‘સાહિત્યરત્નાકર’ પાના નં. ૫૩૯). Jain Education International ૨૬૫ આવો ગોટાળો બિહારીલાલ માટે જ થયો છે, એવું નથી. દા.ત. સૂરદાસ ત્રણ, નરહર બે થયા, વૈતાલ બે થયા, હરનાથ બે થયા, બિહારીલાલ બે થયા, બેની કવિ ત્રણ થયા, સુંદરદાસ ત્રણ થયા એટલે આમાં એક બીજાના પ્રસંગો એકબીજામાં જોડાઈ ગયા હોય તેવું બને. બિહારીલાલનો જન્મ સં. ૧૬૬૦માં ગ્વાલિયર પાસેના બસુવા ગોવિંદપુરમાં થયાનું માનવામાં આવે છે. તેનું બાળપણ બુંદેલખંડમાં વીત્યું અને તરુવાવસ્થામાં મથુરામાં સસુરાલમાં વસ્યા. એકવાર કાશ્મીરની કોઈ નર્તકી જયપુરમાં આવી. મહારાજ જયસિંહના દરબારમાં નાચમુજરો કરી સૌને મુગ્ધ કરી દીધા પણ આ નર્તકી સાથે દશ-બાર વર્ષની બાલિકા આવેલ. મહારાજ જયસિંહ આ બાલિકા પર આસક્ત થયા. આ બાલિકાને જયપુરમાં રાખી લ્યે છે, પણ મહારાજ આ બાલિકા પર એટલા મુગ્ધ થયા કે રાજકાજ પણ છોડી દીધાં, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. એકવાર કવિ બિહારી જયપુર આવે છે, પણ મહારાજની મુલાકાત થતી નથી અને બિહારીએ બધી વાતો સાંભળી. પોતે એક બગીચામાં બેઠા હતા ત્યાં એક ભમરો ગુંજારવ કરી અને એક અવિકસિત ફૂલની કળી પર બેઠો અને કવિને કલ્પના આવી. દુહો લખ્યો : “નહીં પરાગ નિહ. મધુર મધુ. નિી બકસિત યહીકાલ; અલિ કલીસે ક્યોં બંધો, ક્યો બંધી, પીછું કોણ પીછું કોણ હવાલ.” આ દુહો માલણ સાથે મોકલી મહારાજની પથારીમાં ફૂલ સાથે મૂકી દીધો. મહારાજને મળ્યો અને ચેતી ગયા. દરબાર ભર્યો તેમાં કવિ બિહારીને બોલાવે છે—ખુશી થાય છે. કવિની કદર કરી રાખી લીધા, બિહારી કાયમ એક દુહો લખતા અને મહારાજ એક અશરફી આપતા. આમ ૭૧૯ દુહાનો ‘બિહારી સતસઈ' નામે ગ્રંથ થયો. તેને શૃંગારરસનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે. બિહારીનું અવસાન અનુમાને ૧૭૨૦માં થયાનું મનાય છે. ભૂષણ કવિ આલમ અને સાહિત્યપ્રેમીઓમાં કોઈ ભાગ્યે જ એવાં હશે કે જે ભૂષણના નામથી અજાણ હોય. ભૂષણનો જન્મ કાનકુબ્જ બ્રાહ્મણ જ્ઞાતિમાં કાશ્યપ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy