SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ બલિ બોય કીર્તિલતા, કરણ કરી દ્વિ પાન, સીંચી માન મહિપને જબ દેખી કુમલાત. આથી રાજા માનસિંહે દશ લાખ રૂપિયાની નવાવેશ કરી, પણ ત્યારે કલંગ કવિએ હરનાથનો દુહો કહ્યો. દાન પાય દોનોં બઢે, હિર ને હરનાથ; ઉને બઢાયે તંગડી, ઇને બઢાયે હાથ. આ સાંભળી હરનાથ કવિએ દશ લાખ રૂપિયા કલંગ કવિને આપી દીધા. હરનાથ નામે બે કવિ થયા છે, પણ કવિ આલમમાં સમજણફેર થાય છે. બીજા હરનાથ કવિ ચારણકુળમાં થયા છે. તે થર પરાકર બોધનીપાઈના વતની. આ હરનાથ સં. ૧૬૩૧માં થયા, પણ તે મોરબી પાસે મીઠાવેઢામાં રહેતા તેમણે એક ‘ભૃગી પુરાણ’ ડિંગળી કાવ્યનો ગ્રંથ લખ્યો છે. તેમને ઈડરના રાવ કલ્યાણમલે રૂપિયા ૨૫ હજારનું દાન આપેલ પણ કવિ સાધુ હતા. નરહર નામે પણ બે કિવ થયા. બીજા નરહર જોધપુર પાસે ટોલા ગામના વતની હતા અને તેનો જન્મ ચારણકુળમાં થયો હતો. તેણે ‘અવતારચરિત્ર’ નામે બૃહદ ગ્રંથ લખ્યો છે. તેમ ‘નૃસિંહ અવતાર’ની ટીકા લખનાર પાલનપુરવાળા હમીર દાનજી લખે છે. મીરાંબાઈ જેમ અન્ય લેખક-કવિઓનાં અને મહાનુભાવોનાં જીવન, કવન, જાતિ, જન્મ અને અવસાન વિષે વિભ્રમ અને મતભેદો થયા છે તેમ મીરાં માટે પણ બન્યું છે. મીરાંનો જન્મ સં. ૧૫૭૩માં મેડલિયાના ચોકડી ગામે રાવ રત્નસિંહને ત્યાં થયો. તેના દાદાનું નામ દુદાજી હતું અને જોધપુર વસાવનાર પ્રસિદ્ધ રાવ જોધાજીનાં તે પ્રપૌત્રી હતાં. મીરાંનાં લગ્ન ઉદેપુરના મહારાણા રાણા સંગના કુમાર ભોજરાજ સાથે થયાં હતાં, પણ મીરાં સાંસારિક સંબંધોને તુચ્છ માની કૃષ્ણચંદ્રને પોતાના પતિ માની સદૈવ કૃષ્ણભક્તિમાં લીન રહેતાં. ઘણાનું માનવું છે કે મીરાં કુંભકરણનાં રાણી હતાં અને મીરાંનો જન્મ રસ. ૧૪૭૫માં થયાનું માનતા. આવો જ વિભ્રમ ટોડ સાહેબે પણ કર્યો છે, પણ જોધપુરના પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મુનશી દેવીપ્રસાદજીએ મીરાં વિષે વિશેષ શોધ કરી તે બધાને માન્ય છે. ક્ષમા વાળું વર્ણન. શ્રીમતી એની બેસેન્ટના લેખના આધારે લખાયેલ છે, પણ લોકસંસ્કૃતિના વિદ્વાન સર્જક ડૉ. મહેન્દ્ર ભાનાવતે ઐતિહાસિક રહસ્યો ખોલે છે. તેઓએ નિર્ભય Jain Education International ધન્ય ધરા મીરાં' નામનો ગ્રંથ હમણાં પ્રસિદ્ધ કર્યો છે. તેઓ લખે છે કેઃ “મોગલ બાદશાહ અકબર સાથે જોધાબાઈનાં લગ્ન થયેલાં તેવી ઇતિહાસમાં પ્રચલિત કરાયેલી વાતમાં તથ્ય નથી.’ તેમ પોતાની પચ્ચીસમી કૃતિ ‘નિર્ભય મીરાં’માં લખેલ છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે રઝળપાટ કરી સતત સાત વર્ષના સંશોધનને અંતે તેમણે ‘નિર્ભય મીરાં’નું સર્જન કર્યું. તેમાં લખેલ છે કે જોધાબાઈ જેવા જ દેખાવનો ચેહરો ધરાવતી અને જોધાબાઈની ઉંમરની જ તેની સહેલી પાનબાઈ સાથે અકબરનાં લગ્ન કરાવ્યાં હતાં અને આ વાતની ખુદ અકબરને પણ ખબર નહોતી. ડૉ. ભાનાવતે જણાવે છે કે હકીકતમાં જોધાબાઈનાં લગ્ન મેડતાના રામ દાદગના પુત્ર રત્નસિંહ સાથે ફડકીમાં થયાં હતાં અને જોધાબાઈનું નામ બદલીને જગતકુંવર રાખવામાં આવ્યું હતું. મીરાંબાઈ આ જગતકુંવરનાં જ પુત્રી હતાં! એક મત પ્રમાણે મીરાંબાઈનું નામ મીરાંબાઈ નહીં પણ મીનાબાઈ હતું કારણ કે રાજસ્થાની ભાષામાં ‘ત’ને બદલે ‘થ’ વપરાય છે અને ‘ન'ને બદલે ‘ર' વપરાય છે. જેમકે થારો (તારો) અને (“ઇણ બાતરો બિચાર કરકે આપરા બિચાર જણાય દો”) એટલે સંભવ છે કે મીરાંનું મૂળ નામ મીનાબાઈ હોય. મીરાંએ હિન્દીમાં અનેક પદો રચ્યાં છે. એટલે હિન્દી સાહિત્યમાં પણ મીરાંનું નામ છે. મીરાં જન્મે ગુજરાતનાં નહોતાં એટલે એમના હિન્દી પદોમાં ગુજરાતી અસર જણાય છે. મીરાંનો દેહાંત સં. ૧૬૨૦માં દ્વારકામાં થયાનું મનાય છે. ગોસ્વામી તુલસીદાસ હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુ ભાગ્યે જ એવો હશે જે મહાત્મા તુલસીદાસના નામથી પરિચિત ન હોય. વેદ, ભાગવત અને ગીતા છોડી બીજાં કોઈ હિન્દુ ગ્રંથ ઉપર એટલો સમય લોકોએ વ્યય નહીં કર્યો હોય જેટલો સમય ગોસ્વામી તુલસીદાસની રામાયણ ઉપર કર્યો હોય. તુલસીદાસનો જન્મ રાજાપુર તહસીલ મરુ પરગણું અને જિલ્લો બાંદામાં સં. ૧૫૮૯માં થયો. ‘મિશ્રબંધુ વિનોદ’ નામના ગ્રંથમાં મહાત્માજીનો કવિતાકાલ સં. ૧૬૩૧થી ૧૬૮૦ લખ્યો છે. ‘હિન્દી નવરત્ન' નામના ગ્રંથમાં મહાત્માજીનો જન્મ સં. ૧૫૮૯ લખ્યો છે અને ‘મહાજન મંડળ' નામના ગ્રંથમાં જન્મ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy