SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૫૯ આરોપી દીધા છે. તેમ ઈશર બારોટ માટે પણ થયું છે. ઈશરના આખા જીવનને ચમત્કારોમય બનાવી દીધું છે. એકવાર ઈશરદાસને વીંછી કરડે છે અને “વોય વોય” બોલી જવાય છે. દેવલબા કહે “આદમી જેવા આદમી એક વીંછી કરડ્યો તેમાં હરેરી ગયા.” આ વાતને ઘણો વખત વયો જાય છે અને દેવલબાના શબ્દનો બદલો લેવા એક ઠાકરિયો વીંછી લાવી ઈશરદાસ બોઘરામાં રાખે છે અને દેવલબાને કરડે છે, તેથી દેવલબાનું અવસાન થાય છે, પણ ઈશર પછી જામનગર આવે છે અને ત્યાં દેવલબાનો અવતાર થયો હતો તેથી બીજા જન્મમાં દેવલબા ઈશરદાસને મળે છે તેવી વાત વઈ આવે છે. જામનગરમાં ઈશરદાસને પીતાંબર ભટ્ટ મળે છે. ઈશર તેને ગુરુ સમજી અને પ્રભુભક્તિની કવિતા લખે છે. ઈશરનાં બે પુસ્તકો ઘણા પ્રચલિત છે. તેમાં “હરિરાસ અને દેવીયાણ'. | ઈશરદાસ છેલ્લી અવસ્થામાં સંચાણે રહેતા જામ સાહેબ તરફથી ૨૪ ગામ મળેલાં તે ગમો તેના વંશ વારસો ખાતા તેના વંશવારસો ઇશરાણીના બારોટ તરીકે ઓળખાય છે. ઈશરદાસનું અવસાન પણ ચમત્કારથી થયું સં. ૧૯૨૨ના ચૈત્ર સુદ ૯ને બુધવારે ઈશરે ઘોડેસ્વાર થઈ દરિયામાં જતા ૨ ચા. હાલ સચાણા ગામે ઈશર બારોટનો ચોરો છે, જ્યાં હાલ ચાણસમાજ તરફથી ઉત્સવ ઊજવાય છે. બહોળા પ્રમાણમાં ચારણો અને કલાકારો ઉપસ્થિત રહે છે. સંત શિરોમણિ સૂરદાસ બદાયની ઇતિહાસકાર લખે છે કે સરદાસજીના પિતા બાબા રામદાસ લખનૌથી આવી ગોઘાટ વસ્યા, જે આગ્રાથી ૮ માઇલ દૂર સડક ઉપર છે. હિન્દી, સંસ્કૃત, ફારસી અને સંગીત- શાસ્ત્રની વિદ્યા સૂરદાસે પોતાના પિતા બાબા રામદાસ પાસેથી મેળવી હતી. સૂરદાસના છ ભાઈઓ આગ્રાની લડાઈમાં માર્યા ગયા હતા. | ‘ભક્તમાળ’ના મત પ્રમાણે સૂરદાસ સૂરધ્વજ અથવા સારસ્વત બ્રાહ્મણ હતા પણ સૂરદાસજીના દૃષ્ટકટ' નામના પુસ્તકમાં પાના નં. ૧૦૭ શૃંદાવલી નં. ૧૦માં નિજ જાતિનું વર્ણન કરેલ છે અને પોતે બ્રહ્મરાવ અથવા બ્રહ્મભટ્ટ જાતિના હતા. પોતે મહાકવિ ચંદના વંશમાં જન્મેલ તેવું પુરવાર કરેલ છે, છતાં અન્ય વિદ્વાનોએ તેમની જાતિ વિષે ગોટાળો ઊભો કર્યો છે. દા. ત. “શિવસિંહ સરોજ'માં સૂરદાસનો જન્મ સં. ૧૯૪૦ “કવિ કીર્તિકલાનિધિ'માં પણ તેમજ છે. “બ્રહ્મભટ્ટ વંશના ઇતિહાસ'માં સં. ૧૫૪૦ છે. “બ્રહ્મભટ્ટ પતાકા' માસિકમાં તેઓશ્રીનો જન્મ સં. ૧૫૬૨ લખેલ છે, તો વળી ચરિત્ર ચંદ્રિકામાં સં. ૧૬૪૦ છે. બાબુ ભારતેન્દુ હરિચંદ્ર સૂરદાસનો જન્મ ૧૫૪૦ લખે છે. બાબુ રાધાકૃષ્ણદાસે ખેમરાજ કૃષ્ણદાસના છાપખાનામાં સૂરકૃત “સૂરસાગર'નામનો ગ્રંથ પ્રગટ કર્યો. તેમાં સૂરદાસનું જીવનચરિત્ર લખ્યું છે. તેમાં સૂરદાસનો જન્મ સં. ૧૫૪૦ એટલે ઈ.સ. ૧૪૮૪માં થયાનું જણાવેલ છે. તેઓશ્રીનો ગોલોકવાસ સં. ૧૯૨૦માં થયાનું લખ્યું છે, એટલે તેઓશ્રીએ ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. તેમાં ૬૭ વર્ષની ઉંમરે “સૂરસૂરાવલી' નામે ગ્રંથ લખ્યો. સૂરદાસનો જન્મ સં. ૧૫૪૦માં થયાનું વ્યાજબી લાગે છે કારણ કે સૂરદાસ, કેશવદાસ, અકબર શાહ અને તાનસેન સમકાલીન હતા. સૂરદાસનો જન્મ દિલ્હી પાસેના સહી ગામે થયો હતો. ગોસાઈ વિઠ્ઠલનાથે સૂરદાસની ગણના અષ્ટછાપમાં કરી છે. સૂરદાસનો ગોલોકવાસ ગોકુલમાં થયો. સાંભળવા પ્રમાણે સૂરદાસે સવા લાખ પદ લખ્યાં છે. સૂરદાસ અંધ હતા (જન્માંધ હતા) આમ સૂરદાસ ત્રણ થયા છે. તેમાં બિલ્વમંગળ અને બીજા મદનમોહન સૂરદાસના કુલ ૨૫ ગ્રંથો છે. નરહરિ રુક્ષ્મણી મંગલ’ અને ‘છપ્પય નીતિ'ના કર્તા કવિ નરહર કે નરહરિનો જન્મ ભાટ (બારોટ) જ્ઞાતિમાં ફતેહપુર-અસનીમાં સં. ૧૫૬૨માં થયો હતો. આ કવિનું અકબરના દરબારમાં ઘણું માન હતું અને તેને અકબરે “મહાપાત્ર'ની પદવી આપી હતી. તેના કહેલા એક જ પદથી અકબરે ભારતવર્ષમાંથી ગોવધ બંધ કરાવ્યો હતો. આ અશની ગામ અકબરે નરહરિને દાનમાં આપેલ. નરહરિ સિરોહિયા ભાટ હતા. અકબર પાસે આ અરસામાં ચાર ભાટકવિઓ હતા. તેમાં નરહરિ, ગંગ, હોલારાય અને કરણ હતા. કવિ નરહરિના પુત્ર હરનાથ પણ ભાટ કવિ હતા. આ હરનાથ માટે કહેવાય છે તે થોડુંઘણું દાન લેતા નહીં. મોટા મહિપતિઓ સિવાય જતા નહિ અને હાથી ઉપર સવારી કરતા. એકવાર હરનાથ આંબેરનરેશ રાજા માનસિંહ પાસે ગયા–દુહો કહ્યો : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy