SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ધન્ય ધરા તેમનું આતિથ્ય થઈ શકે તેમ નહોતું જેથી તેમનાં પત્ની લોઈને લઈને તેઓ એક શાહુકારના દીકરા પાસે ગયેલા, પણ શાહુકારના દીકરાને સાચી વાત સમજાણી તેણે પગમાં પડી કબીર સાહેબની માફી માંગી. તેને કમાલ નામે પુત્ર હતો પણ તેનું આચરણ બરાબર નહોતું એમ મનાય છે. નરસિંહ મહેતા નરસિંહ મહેતાના વડવા વડનગરથી તળાજા ગયેલા, નરસિંહ મહેતાનો જન્મ, તળાજામાં ઈ.સ. ૧૪૭૧માં થયો. તેમના પિતાનું નામ કૃષ્ણ દામોદર અને માતાનું નામ દયાકુંવર હતું. તેઓ વડનગરા બ્રાહ્મણ એટલે નાગર હતા. મહેતાજીનાં લગ્ન અગિયાર વરસની ઉંમરે જૂનાગઢના માંડલિક રાજાના દીવાનની દીકરી સાથે થયાં, પણ મહેતાજીનું ભક્તિમય જીવન સાથે લાંબુ ચાલ્યું નહીં પણ તે વરસમાં જ વિ.સં. ૧૪૮૭માં મજેવડીના એક નાગર ગૃહસ્થ રઘુનાથ પરસોત્તમની દીકરી માણેકબાઈ સાથે લગ્ન થયાં. મહેતાજીને કુંવરબાઈ અને શામળદાસ નામે બે સંતાન હતાં. કુંવરબાઈને ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે પરણાવેલાં. સં. ૧૫૦૬૦૭માં માણેકબાઈનું પણ અવસાન થયું. પછી પોતે પૂર્ણ વૈરાગી બની કૃષ્ણભક્તિનાં પદો રચતા રહ્યા. ભગતના જીવનમાં અનેક વિટંબણાઓ આવી માંડલિકે જેલમાં પૂરેલા. આમ મહેતાજીના જીવનમાં અનેક પ્રસંગો બનેલા છે, પણ અહીં ટૂંકાવેલ છે. માંડલિકે જેલમાં પૂર્યા પછી મહેતાજીનું મન જૂનાગઢ માથેથી ઊતરી ગયું જૂનાગઢથી નીકળી માંગરોળ જતા રહ્યા. મહેતાજીનો સ્વર્ગવાસ ઈ.સ. ૧૪૮૧ વિ.સં. ૧૫૩૬માં થયો. દેવાયત પંડિત આગમ ભાખનાર દેવાયત પંડિત ઝાઝું ભણેલ નહોતા, છતાં પંડિત કહેવાયા. તેમણે ફક્ત કોંઠાસૂઝ અને આત્મજ્ઞાનથી આગમ ભાખ્યું છે. પ00 વર્ષ પહેલાં જે યુગનાં એંધાણ કહ્યાં તે આજે આપણે અનુભવીએ છીએ. દેવાયત પંડિતની જાતિ અને જન્મસ્થાન વિષે ઘણા મતભેદ છે. કોઈ આધારભૂત માહિતી મળતી નથી. જે લખાયું છે તે માત્ર દંતકથા લાગે છે. એક મત એવો છે કે તે તોરલના પુત્ર હતા અને એક ભજનની સાક્ષી પણ આપે છે. વાત્રક આવ્યા તો બે જણ, ત્રીજું કેમ સમાય, પંથ ઘણો જાવું એકલા, પાળા કેમ ચલાય. બે જીવવાળી બાઈને ગતમાં જવાની મનાઈ છે. મહામાર્ગને વરેલા આ વાત જાણે છે, પણ દેવાયત તોરલના પુત્ર હોય તો તે ગર્ભ કોનો? જેસલનો કે સાસતિયાનો? પણ ઘણા વિદ્વાનો તોરલને જેસલની પત્ની માનવા તૈયાર નથી. તોરલને જેસલ ગુરુસ્થાને માનતા અને સાસતિયાનો ગર્ભ માનવામાં આવે તો જેસલ તેરમા સૈકામાં થયા અને દેવાયતને વિદ્વાનો ૧૫ કે ૧૯મા સૈકામાં થયાનું માને છે. ઘણા દેવાયતને થાનના જોશી કહે છે, પણ ઘણાનું એવું માનવું છે કે તે પરંભળેટ બાજુના વતની હતા અને જાતે આહિર હતા. યોગીના વચને દેવલને વર્યા પછી હાથબમાં સ્થિર થયા હતા અને છેલ્લે દેવલનું મિલન પણ પરંભબેટમાં થયાનું મનાય છે. તેનું નામ જોતાં તે આહિર હોવાનો સંભવ છે પણ કહેવાનું એમ છે કે તેનું બાળપણનું નામ દેવો હતું. દેવામાંથી દેવાયત થયું. તે વાત પણ ગળે ઊતરે એવી નથી. જો બ્રાહ્મણ હોય તો દેવામાંથી દેવશંકર કે દેવપ્રસાદ થાય, દેવાયત ન થાય. વળી તેના શિષ્યસમુદાયમાં મોટા ભાગે આહિરો છે. કેશવલાલ સાયલાકે જુદી જ વાત લખી છે તે જૂનાગઢ પાસે વંથલી ગામે આહિર નાગોર અબોટી બ્રાહ્મણ ઉદા કે ઉદયશંકર તેમનાં પત્ની સોનબાઈ સાથે રહેતા હતા. તેને કોઈ સંતાન નહોતું પણ ભવનાથ દાદાને દૂધ ચડાવવા જતાં એકવાર ઓઝત નદીમાં પૂર આવ્યું. પૂરમાં પડીને ભવનાથ જવા તૈયાર થયા તે વખતે શોભાજી ત્યાં આવ્યા અને નદી પાર કરાવી. રાત ભવનાથમાં રોકાયા. સવારે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો બાળકને વંથલી લાવ્યા નામ દેવો રાખ્યું. દેવાયત મહાધર્મ આદિ ધર્મના ઉપાસક હતા. તેનું નામ નિજાર ધર્મ છે, જેમાં જાર કર્મ (વ્યભિચાર) નિષેધ છે. છેવટે પંડિત અને દેવલે શેષ જીવન ગિરનારમાં પૂરું કર્યું. | ઈશરદાસ ભક્ત કવિ ઈશરદાસનો જન્મ મારવાડમાં જોધપુર તાબે બારમેડ પરગણામાં ભાદ્રસ ગામે રોહડિયા શાખાના ચારણોનું ગામ છે. ત્યાં સુરા બારહટ્ટને ત્યાં વિ.સં. ૧૫૧૫માં શ્રાવણ સુદ ૨-ને શુક્રવારે (ઈ.સ. ૧૪૫૯)ના દિવસે થયો. ઈશરદાસના પિતાનું નામ સુરા બારોટ અને માતાનું નામ અમરબા હતું. (મારવાડમાં ચારણો બારોટ નામે ઓળખાય છે.) તેમનાં પત્નીનું નામ દેવલબા હતું. જેમ દરેક મહાપુરુષોના જીવનમાં લોકોએ ચમત્કારો અને પરચા જાણ્યેઅજાણ્ય પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy