SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગાનવિદ્યાથી ખુશ કરી કહ્યું “મારી દીકરી ગંગાને પાછી આપો” પણ આશારામના પાળમાં ત્રિપુંડ હતું. એટલે સૂબાએ કર્ય ગંગા તમારી દીકરી હોય તો સાથે જમો' એટલે આશારામજી સાથે જમ્યા અને વટલાયા. તેથી તેમાળ પટેલ તેને ઊંઝા લઈ આવ્યા. મકાન વગેરે આપ્યાં અને હક્ક બાંધી આપ્યા. પછી આશારામજીએ ૩૬૦ ભવાઈ વેશો લખ્યા. તેમજ ‘હંસાઉલી’ લખી. તેમના ત્રણ પુત્રો નારણકા, જાગજકા અને માંડણકા આ ત્રણ ધર હતાં તેથી “ત્રિધરા” કહેવાયા જેમાંથી તરગાળા થયું. આ પછી તો તેમાંથી પાંચ શાખા ભવાયાની થઈ (૧) તરગાળા, (૨) કોળીના ભવાયા, (૩) મુસલમાન ભવાયા, (૪) રાવળીયા વદરના રખૈયા, (૫) હરિજનોના ભવાયા. ભારતના અન્ય પ્રદેશોમાં પણ છે. તે જુદા નામે ઓળખાય છે. આ ભવાઈ વેશ કરનારે આઠ માસ બ્રહ્મચર્ય પાળવાનું હોય. એક એવી માન્યતા છે કે કાલિકા માતાએ પ્રસન્ન થઈ ભૂંગળ, ચૂંદડી આપ્યાં ભવાયા શબ્દ ભવવહી એટલે ભવ=જીવન, વહી ચોપડો એટલે ભવવહી પરી ભવાષા શબ્દ ઊતરી આવ્યો હોય તે બનવા સંભવ છે. ભાલણ ‘ભાલણ અને પદ્મનાભ' સંદર્ભગ્રંથમાં પંડિત મજમુદારે પંડિત કવિ ભાલણ સંબંધે યોગ્ય ક્યું છે. સં. પંદરમી સદીના ઉત્તરાર્ધ બ્રહ્મ તે પંડિત ભાલણ,' ભાલણનો જન્મ પાટણ ગામે ત્રિવેદી મોઢ બ્રાહ્મણને ઘેર સં. ૧૪૪ એક મત પ્રમાણે તેનો જન્મ સં. ૧૪૯૫માં થયાનું મનાય છે. આ કવિએ બાણભટ્ટના 'કાદંબરી' નામે અપૂર્વગ્રંથનું પદ્યમય રિસકે ભાષાંતર કર્યું છે, 'કાદંબરી' સિવાય 'દશમસ્કંધ', ‘ભીલડીસંવાદ’, ‘સપ્તસત્ત', ‘રામબાળચરિત્ર'માં ‘નળાખ્યાન' તેમજ રામ, કૃષ્ણ, શિવની કથામાંથી પ્રસંગો લઈ કવિતા લખી છે. ઉપરાંત નળાખ્યાન, રામ, કૃષ્ણ અને શિવની કથામાંથી કવિતા લખી છે. રામવિવાહ' અને કૃષ્ણ પિસ્ટિ' જેવા ગ્રંથો પણ લખ્યા છે. ભાલણ કવિનું બીજું નામ પરસોત્તમ મહારાજ હતું. પાટણમાં એક મંદિર છે ત્યાં ભાલણ અને તેના સંન્યાસગુરુ શ્રીપાદજી એ બન્ને જણાની ગાદી છે. ભાલણની એક મૂર્તિ ચીતરેલી છે. ભાલણ કવિતાઓમાં 'માલણ પ્રભુ' લખતા કવિનું અવસાન ૧૫૩૯ અથવા ૧૫૭૦માં થયું. Jain Education International ૨૫૭ પદ્મનાભ કાન્હડ પ્રબંધકાર પદ્મનાભ મારવાડમાં આવેલ ઝાલોર અખેરાજના રાજકવિ સં. ૧૯૫૬ સુધી હયાત હતા. અખેરાજની પાંચમી પૈડીએ થઈ ગયેલ રાજા કાન્હડદેવની પરાક્રમ ગાથા કવિએ આ કૃતિમાં ગાઈ છે; ચાર ખંડોમાં વહેંચાયેલું એ યુદ્ધ વિષયક એક વીર ચરિત્રકાવ્ય ઐતિહાસિક પાત્રો તથા પ્રસંગો દ્વારા રસરિમોસ કરે છે. એ કૃતિ અર્વાચીન ગુજરાતીમાં સ્વ. ડા.મી. દેરાસરીએ કરેલું ભાષાંતર વાંચીને આપણે આજે પણ તેની સુંદરતા માણી શકીએ છીએ. કબીર સાહેબ મહાત્મા કબીરદાસજીનો જન્મ અને સમય અને મૃત્યુ જુદા જુદા ગ્રંથોમાં અનેક પ્રકારે લખ્યા છે. કબીર કસોટી'માં તે કાળ સં. ૧૪૪૫ તથા ૧૫૭૫ માનવામાં આવેલ છે. ‘ભક્તિ સુધા બિન્દુ સ્વાદમાં સં ૧૪૫૧ તથા ૧૫૫૨ અને ‘કબીર સંપ્રદાય'માં સં. ૧૨૦૫ તથા ૧૫૦૫ ડૉ. હંટરે જન્મકાલ સં. ૧૪૩૭ માનેલ છે અને વિલ્સને મૃત્યુ સમય સં. ૧૫૦૫ બનાવેલ છે. વેસ્ટક મહાશયે કબીર એન્ડ દિ કબીર' પંથમાં આ સમય સં. ૧૫૫૭ અને ૧૫૦૫ લખેલ છે. પંડિત અયોધ્યાસિંહજી ઉપાધ્યાયે જન્મ સમય 'કબીર કોટીનો' માનેલ છે. મૃત્યુ સમય ‘ભક્તિ સુધા બિન્દુ સ્વાદ'નો માનેલ છે. કબીર સાહેબ બાદશાહ સિંકદર લોદીના સમયમાં હતા. તેની અવસ્થા ઘણે ઠેકાણે ૧૨૦ વર્ષની માની છે, પણ આપણને ઉપાધ્યાય મહાશયનો મત બંધ બેસતો લાગે છે. ‘કબીર કસોટી'માં જન્મ સમય સાફ શબ્દોમાં સં. ૧૪૪૫ જેઠ સુદિ પૂર્ણિમા ‘ભક્તિ સુધા બિન્દુ સ્વાદ' સાફ લખ્યું છે હૈ કબીર સં. ૧૫૪૯માં મગહર ગયા. ત્યાંથી ૧૫૫૨માં અગન સુધી એકાદશી દિવસે પરધામ ગયા. આ હિસાબની અવસ્થા ૯૭ વર્ષ થાય. કબીર સાહેબનાં માતા-પિતાનું નામ નીમા અને નીરુ હતાં. તે જાતિના જુલાહા હતા અને કાશીમાં રહેતા કોઈનું એવું પણ કથન છે કે તે વિધવા બ્રાહ્મણીનાં સંતાન હતાં પણ આ વાતમાં બહુ તથ્ય નથી. તેમના ગુરુ રામાનંદ હતા. તેમનાં પત્નીનું નામ લોઈ હતું. કબીર સાહેબના જીવનમાં પણ જેસલતોરલ જેવો પ્રસંગ બનેલો. એકવાર ઘણા સાધુ સંતો આવ્યા અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy