SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ધન્ય ધરા “મારી નાડ તમારે હાથ હરિ! સંભાળજો રે' જેવાં પદોનાં રચયિતા કેશવદાસનો ભક્તિરસ અનન્ય છે. મીરાંનાં પદો ખરેખર તો ગુજરાતની મોંઘેરી મિરાત છે. સોળમા સૈકાનો ઉત્તરાર્ધ અને સત્તરમા સૈકાનો સૂર્યોદય એ જ્ઞાન-વૈરાગ્યની કવિતાનો સુંદર સમય હતો. સત્તરમા સૈકાના ત્રણ પ્રભાવશાળી કવિઓ અખો, પ્રેમાનંદ અને શામળ આ ત્રણેએ પોતાના આગવા વ્યક્તિત્વનાં દર્શન કરાવ્યાં છે. ઉત્કૃષ્ટ કાફીઓની રચના કરનાર આત્મજ્ઞાની ધીરા ભગતનાં પદો ગુજરાતી સાહિત્યમાં સદાકાળ અમર રહેશે. કવિ નર્મદ અને નવલરામ જેવા લોકસંસ્કૃતિના હીરલાઓ આપણને મળ્યા તેમજ કારનાથજી અને મેઘાણીજીને ડોલાવનાર પડછંદ કાયાવાળા કાગબાપુ યુગો સુધી આપણને યાદ રહેશે. કવિ ભૂષણ, કવિ દલપતરામ, કવિ કાન્તથી માંડીને પ્રહલાદ પારેખ સુધીની એ અખંડ કાવ્યધારા, સંસ્કૃતિનાં અમૃતપાન કરાવતી ચિરકાળ સુધી વહેતી રહેશે. આ લેખમાળાનું આલેખન કરનાર જૂનાગઢના શ્રી કેશુભાઈ બારોટ પાસે યશસ્વી કવિઓનાં સાતસો જેટલાં જીવનચરિત્રો ઉપલબ્ધ છે. તેમાંથી ટૂંકાવીને અમુક ચરિત્રો પૂરા પરિચય વગર અત્રે રજૂ કરાયાં છે. વર્ષોથી સિતાર સાથે લોકસમુદાયમાં વાર્તાઓ કરનાર કેશુભાઈ આકાશવાણી–ટી.વી.ના ૪૫ વર્ષ જૂના કુશળ કલાકાર છે. ગોંડલ પાસે પાટખીલોરી તેમનું જન્મસ્થાન. જીવનમાં ઘણા સંઘર્ષો અને તાણાવાણામાંથી પસાર થયા છે. મુશ્કેલીઓ વેઠીને આગળ આવ્યા છે. કલાકો સુધી લોકસાહિત્ય રજૂ કરનાર આ કલાકારના વેરાવળથી માંડી આકોલા, જમશેદપુર સુધી મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર વગેરે સ્થળોએ અનેક કાર્યક્રમો થયા છે. ૩૫૦ ગામોમાં તેમની અવરજવર છે. લોકસંસ્કૃતિની મશાલ જલતી રાખવામાં તેમનું બહમલ્ય પ્રદાન રહ્યું છે. ત્રણ દાયકાની મહેનતને અંતે ભારતભરના બારોટો ઉપરનો ૧૧૦૦ પાનાંનો ગ્રંથ પ્રશંસાપાત્ર બનેલ છે. “સમાજશિલ્પી’ બારોટ અસ્મિતા', “લોક સંસ્કૃતિના આધારસ્તંભો’, ‘લોક સાગરનાં મોતી”, “સગુરુ જીવનદર્શન’ વગેરે ગ્રંથો પૂ. મોરારિબાપુના હાથે પ્રગટ થયા છે. તેમના કેટલાક અપ્રગટ ગ્રંથો પણ પ્રસિદ્ધ કરવાની તૈયારીમાં છે. જે “સત્યમેવ જયતે', “ ભારતના ભડવીર’, ‘મરદો મરવા તેગ ધરે', અને સ્વાતિનાં બિંદુ' વગેરે ગ્રંથોમાં લોકકલાસાહિત્યની વિપુલ સામગ્રી ઉપલબ્ધ છે. અત્રે રજૂ કરાયેલ કવિઓના પૂરા પરિચયોથી પણ તેમની પુષ્કળ કવિતાઓ આ લેખક પાસે ઉપલબ્ધ છે. ખૂબ નમ્ર, વિવેકી આ કલાકારનું હમણાંજ સુરેન્દ્રનગરમાં બારોટ સમાજ તરફથી તેમનું શાહી સમ્માન થયું. સ્મરણશક્તિ ગજબની છે. મનન, ચિંતન અને પ્રભુ સ્મરણમાં દિવસે દિવસે લીન થતા જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સંપાદક અસાઈત અસાઈતનું નામ આશારામ. તેમના પિતાનું નામ રાજારાય, તે સિધુસરના વતની અને અલ્લાઉદ્દીનના સમકાલીન કવિવર ચંદ મહાકવિ ચંદ બરદાયનો જન્મ ૧૧૧પમાં લાહોરમાં થયો. તેમના પિતા વેણુભાટ અને જગત ગોત્રના હતા. મહાકવિ ચંદ પૃથ્વીરાજ ચૌહાણના કુળભાટ હોવા ઉપરાંત શૂરા સામંત હતા. તે તલવાર અને કલમના કસબી હતા. તેમનું અવસાન ગઝનીમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે એક જ દિવસે થયું. કવિ ચંદે ‘પૃથ્વીરાજ રાસો' નામે બૃહદ ગ્રંથ ૬૯ અધ્યાય અને ૨૪00 પાનાંનો લખ્યો છે. તેમાં ઘણું આગમ પણ છે. ઊંઝા ગામના હેમાળા પટેલની દીકરી ગંગાને અલ્લાઉદ્દીનના સૂબાના માણસો લઈ ગયા. હેમાળા પટેલ આશારામજી પાસે ગયા અને ગંગાને છોડાવવા વિનંતી કરી. તેથી અસાઈત (આશારામજી) સૂબાના તંબુએ ગયા અને પોતાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy