SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૫૫ યશસ્વી કવિઓ : લોકસાહિત્ર્યના અખંડ ઉપાસકો – કેશુભાઈ બારોટ કહે છે કે કવિઓ જન્મે છે, બનતા નથી. કુદરતમાં સર્જાતાં મનોરમ દશ્યો કે લહેરાતા ધ્વનિઓ પ્રત્યેક જીવમાં સ્પંદનો જગવે છે. તારાખચિત અંધારી રાત કે ચાંદની મઢી અજવાળી રાત કે સાગરનો ઘૂઘવાટ કે વનવૃક્ષોનો મર્મરધ્વનિ કે ઉષાસંધ્યાના રંગો કે પુષ્પોનો પમરાટ પ્રત્યેક જીવને અસર કરે છે. એવી જ રીતે, અંતરમાં ઊઠતાં વિવિધ આંદોલનોને પણ પ્રત્યેક જીવ અનુભવતો હોય છે. હર્ષશોકના, શૃંગાર-હાસ્યના કે કરુણ-બીભત્સના વિવિધ મનોભાવો પ્રત્યેક જીવ અનુભવે છે, પણ મનુષ્ય પાસે એક વિશેષતા છે, તે અનુભૂતિને ભાષામાં નિબદ્ધ કરવાની. આ ભાષાતંત્ર મનુષ્યને અન્ય પ્રાણીઓ કરતાં ઊંચા આસને સ્થાપે છે, એટલે મનુષ્ય પોતાની અનુભૂતિઓને આગવી અભિવ્યક્તિ આપી શકે છે. અનુભૂતિમાંનાં રસ અને ધ્વનિને આગવો લય અને આકાર આપી શકે છે. પ્રેમ અને વિરહ, કરુણા અને દયા, આનંદ અને ઉત્સાહ, વેદના અને શાંતિ જેવા મનોભાવો શબ્દના લય સૌદર્યથી આકાર પામીને કવિતા બને છે. કવિતામાં વ્યક્તિના પારાવા સમયના વિશાળ અનુભવોનું વાસ્તવિક પ્રતિબિંબ ઝિલાય છે. એટલે તો કહેવાયું છે કે દરેક માણસ વત્તેઓછે અંશે કવિ તો હોય જ છે, પણ સાચો કવિ મોટેભાગે સંવેદનપટુ હોય છે. સમૂહજીવન જીવતાં જીવતાં આ લોકસમુદાયે પ્રસંગોપાત સારા-નરસા ભાવો અનુભવ્યા હશે અને એ ભાવોને પોતાની આવડત પ્રમાણે શબ્દબદ્ધ કર્યા હશે. તેમાંથી લોકસાહિત્ય જગ્યું છે. ક્યારેક કોઈ જુવાનોએ બતાવેલ પરાક્રમની પ્રશંસા થઈ હશે, તો ક્યારેક કોઈ પ્રેમીઓના બલિદાનની બિરદાવલી ગવાઈ હશે. ક્યારેક કોઈ ઉમદા વ્યક્તિની પૂજા થઈ હશે, તો ક્યારેક પ્રભુભક્તિમાં લીન લોકોમાં પદ-ભજનોનાં આલાપ છે. હશે. આ વાત કવિતા-સ્વરૂપે અભિવ્યક્ત થઈ હશે અને આ જ વાતની કથાઓ પણ રચાઈ હશે, પણ લોકસાહિત્ય જે-તે માનવસમૂહના સાચા જીવનનું ખરેખરું પ્રતિબિંબ છે. જે-તે પ્રજાની સંસ્કૃતિનું માપ એના લોકસાહિત્યથી નીકળી શકે છે એટલે લોકસાહિત્ય પ્રજાનો ભવ્ય વારસો છે. એ લોકસાહિત્યને આરાધનારા કવિઓ–ચારણ, ગઢવી, બારોટ વગેરે સંસ્કૃતિના સોદાગરો છે. વર્તમાન હંમેશાં ભૂતકાળના ખભે બેસીને આગળ ધપતો હોય છે. એટલે આજની પ્રજાએ પોતાના ભૂતકાળને જાણવો જરૂરી છે. લોકસાહિત્ય આ ભવ્ય ભૂતકાળનો દસ્તાવેજ છે અને એ દસ્તાવેજને ખુલ્લો મૂકનારા લોકકવિ છે. લોકકથાકાર આપણા આદરપાત્ર ઋષિ-મુનિઓ છે. આ ભૂમિને વિદ્યાવ્યાસંગનો ભવ્ય વારસો સહજ સંસ્કારરૂપે જ સાંપડ્યો તેમાં આપણા આરાધક કવિઓનો ફાળો નાનોસૂનો નથી. પંદરમા શતકના બે મહાન કવિઓ પદ્મનાભ અને ભાલણને યાદ કરવા સાથે એ જ શતકથી શરૂ થયેલી ગુજરાતી કાવ્યગંગાની ગંગોત્રી છે. આપણા નરસિંહ મહે છે, તળાજામાં જન્મેલા આદિ કવિનાં શ્રેષ્ઠ સમ્માનથી વિભૂષિત નરસિંહ મહેતાનાં સર્જનોમાં તેમનાં પ્રભાતિયાં અમર અલંકારો છે. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy