SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ હોત તો આ દેશનું ચિત્ર ચોક્કસ કંઈક જુદું જ હોત! તે વિષે તો સૌએ કલ્પના કરવી રહી! સરદારના મૃત્યુ પછી નેહરુજી દ્વારા અને તેમના વારસદારો દ્વારા સરદાર પટેલની પ્રતિભાને દબાવવામાં આવી હોય, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ૧૯૭૯માં મોતીશાહી પેલેસમાંનું રાજભવન ખાલી થતાં, તેમાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલય' શરૂ કરવામાં આવ્યું. છેલ્લે ૧૯૯૧માં કેન્દ્રીય સરકારે સરદાર પટેલને મરણોત્તર ભારતરત્ન એવૉર્ડ આપ્યો હતો. આવા દેશભક્ત અને એકતાના શિલ્પીની પ્રતિમા સંસદના પ્રાંગણમાં મૂકવામાં આવી. સરદાર પટેલના નિકટના સાથી દિવંગત નાણાંપ્રધાન એચ. એમ. પટેલની એક સંસ્થાએ ‘સરદાર' ફિલ્મ બનાવી. લોહપુરુષને અદ્ભુત શ્રદ્ધાંજલિ અર્પી. લોકો ‘સરદાર’ ફિલ્મ જોઈ સરદારને નિકટથી ઓળખે, તો પણ ઘણું! ડૉ. વિક્રમ સારાભાઈ (૧૯૧૯–૧૯૭૧) ગર્ભશ્રીમંત ડૉ. વિક્રમ સારાભાઈ શહેરના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પુત્ર થાય. ૧૯૪૦માં તેઓ કેમ્બ્રિજમાં પદાર્થ વિજ્ઞાન અને ગણિતમાં સ્નાતક થયા. નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રામનના હાથ નીચે બેંગ્લોરમાં કામ કર્યું. ૧૯૪૫-૪૭ દરમિયાન કેમ્બ્રિજમાં એમણે ‘કૉસ્મિક રે ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિકલ લેટિટ્યૂડ્ઝ' વિષય ઉપર પીએચ.ડી. કર્યું. એમણે ૮૭ જેટલા વૈજ્ઞાનિક સંશોધનલેખો પ્રકાશિત કર્યા હતા. ભારત પાછા આવી. એમણે ‘ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી’ (PRL)ની સ્થાપનામાં રસ લઈ, સંસ્થા શરૂ કરી. એમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. ૧૯૬૨માં એમણે ભારતીય વહીવટ સંચાલન સંસ્થા-IIMની સ્થાપના કરી. શરૂઆતનાં વર્ષોમાં માનદ્ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. ડૉ. વિક્રમભાઈએ વિજ્ઞાનની સાથે સાથે સંસ્થાસર્જકની ભૂમિકા અદા કરી અને ઔદ્યોગિક વિકાસમાં સારા વહીવટદાર ઉદ્યોગપતિ પુરવાર થયા. ૧૯૬૧માં કેન્દ્રીય સરકારના અણુશક્તિ પંચમાં સભ્યપદે નિમાયા અને ૧૯૬૬માં ડૉ. હોમી ભાભાનું આકસ્મિક અવસાન થવાથી અણુશક્તિ પંચના અધ્યક્ષની જવાબદારી સંભાળવી પડી હતી. ૧૯૬૬માં એમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનવામાં આવ્યા. એમણે ભારતને Jain Education International ધન્ય ધરા અવકાશ સંશોધનક્ષેત્રના પથ પર લાવીને મૂક્યું. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ'ના પ્રથમ ચેરમેન બન્યા. થુમ્બાના વિષુવવૃત્તીય રોકેટ મથકની સ્થાપના અને સંચાલન અને અમદાવાદમાં પ્રાયોગિક આરંભ તથા અવકાશ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનામાં એમનો મહત્ત્વનો હિસ્સો હતો. ત્રિવેન્દ્રમ થુમ્બા ખાતે પરિષદમાં ભાગ લેવા ગયા, ત્યારે હોટલમાં એમનો જીવનદીપક બુઝાયો, જેના પ્રકાશનો ઉજાસ આજે પણ આપણે માણી રહ્યા છીએ. એમના મૃત્યુ પછી, ૧૯૭૨માં ભારત સરકારે પદ્મવિભૂષણથી સન્માન્યા હતા. રૂબીન ડેવિડ (૧૯૧૨–૧૯૮૯) અમદાવાદના વિશ્વવિખ્યાત પ્રાણીસંગ્રહાલય અને બાલ વાટિકાના સ્રષ્ટા અને નિયોજક તરીકે સેવાઓ આપનાર રૂબીન ડેવિડે વિવિધસરનો રઞા અંગેનો કોઈ અભ્યાસ કર્યો નહોતો કે તાલીમ લીધી નહોતી. બસ તેમના હૃદયમાં પ્રાણીપ્રેમનો ધોધ અસ્ખલિત રીતે વહેતો હતો. તેઓ પ્રાણીઓની સંભાળ અને તંદુરસ્તીનું જતન હૃદયપૂર્વક કરતા. તેમની વન્યજીવન અને પર્યાવરણની સેવાની કદરરૂપે ભારત સરકારે ૧૯૭૫માં પદ્મશ્રી'ના એવૉર્ડથી નવાજ્યા. ભારતનાં પ્રાણીસંગ્રહાલયોના નિયામક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકમાત્ર અધિકારીને આવા પ્રકારનું બહુમાન મેળવનાર ડેવિડ સાહેબને ૧૯૮૭માં ‘વિશ્વગુર્જરી' એવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થા-ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડનના ત્રીસ વર્ષો સુધી ફેલો હતા. તેમણે ૧૯૬૦માં કાંકરિયામાંથી માનવભક્ષી મગર અને ૧૯૮૪માં મણિનગરમાં આવી પડેલા ચિત્તાને કુશળતાથી પકડી લીધો હતો. બાલકૃષ્ણ દોશી (જન્મ-૧૯૨૭) આંતરરાષ્ટ્રીય સ્થપતિ તરીકે ખ્યાતિ ધરાવતા શહેરના બાલકૃષ્ણ દોશી મૂળ સાબરકાંઠા જિલ્લાના છે. આધુનિક ચંડીગઢ શહેરનું વિકાસઆયોજન સ્થપતિ લા કાર્બુઝિયરના સીનિયર ડિઝાઇનર પ્રતિનિધિ તરીકે કામ કરી, બાલકૃષ્ણભાઈએ કારકિર્દી શરૂ કરી. તેમણે એલ. ડી. મ્યુઝિયમ, પ્રેમાભાઈ હોલ, ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, ટાગોર હૉલ અને અમદાવાદની ગુફા જેવી અનેક ભવ્ય ઇમારતોનું સ્થાપત્ય કર્યું છે. તેમની ‘સંગાથ’ ઓફિસ પણ સ્થાપત્યમય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy