SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ શાશ્વત સૌરભ ભાગ-૨ તેઓ કુદરતના પ્રેમી છે. તેમનાં સ્થાપત્યોમાં પ્રકાશ, પવન અને પર્યાવરણને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે. દેશ-પરદેશમાં મુલાકાતી અધ્યાપક અને સલાહકાર તરીકે સેવાઓ તથા વ્યાખ્યાનો આપી ચૂક્યા છે. તેમણે ઘણાં સન્માનો અને એવોર્ડ્સ મેળવ્યાં છે. અમદાવાદ શહેર તેમની ભવ્ય નિર્માણકલાનું ગૌરવ અનુભવે છે. તેઓ તેમની વાસ્તુશિલ્પ ફાઉન્ડેશન દ્વારા સ્થાપત્યની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જગદીશ પટેલ (૧૯૨૯-૧૯૯૭) આઠ વર્ષની વયે મેનેન્જાઇટિસના શિકાર બનેલા જગદીશભાઈએ આંખોની રોશની ખોઈ. મુંબઈમાંથી ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવ્યા પછી ખાડિયામાં ‘મેડિકો મસાજ નામથી ફિઝિયોથેરેપી સેન્ટર શરૂ કર્યું. એમણે ૧૯૫૦માં અંધજન મંડળની પ્રવૃત્તિઓ કામેશ્વરની પોળમાં શરૂ કરી. ૧૯૬૦માં સરકાર તરફથી વસ્ત્રાપુરમાં પ૭૫૯ ચોરસવાર જમીન મળતાં, તેમનાં મંડળની પ્રવૃત્તિઓને મોટું સ્વરૂપ બક્યું. આજે અગિયાર હજાર વાર જમીનમાં સંસ્થા પથરાયેલી છે. દેશભરનાં લોકોમાં નેત્રહીનો તરફની દષ્ટિમાં તેઓ બદલાવ લાવ્યા છે. સાધનસંપન ભદ્રાબહેન તેમનાં અર્ધાગિની બન્યાં. ભદ્રાબહેનની આંખે તેમણે દુનિયા જોઈ. પદ્મશ્રી જગદીશભાઈને સમગ્ર ગુજરાતનાં નેત્રહીનોના ‘ભીષ્મ પિતામહ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા વિદેશોમાં અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. જગદીશભાઈના અવસાન પછી તેમનાં ધર્મપત્ની ભદ્રાબહેન તેમના પતિનાં અધૂરાં કાર્યો અને સ્વપ્નો સાકાર કરવામાં કાર્યરત છે. હરકુંવર શેઠાણી એ જમાનામાં સ્ત્રીઓ ચાર દીવાલોમાં રહી ઘરનું કામકાજ સંભાળતી હતી તે સમયમાં શેઠ હઠીસિંહનું અચાનક અવસાન થતાં, તેમનાં પત્ની હરકુંવર શેઠાણીને ઘરની જવાબદારીઓ હોવા છતાં, બહાદુરીપૂર્વક આગળ આવી, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં અનેક પ્રશંસનીય કાર્યો કર્યા. શેઠાણીએ તેમના પતિનું જૈન દહેરાં બાંધવાનું અધૂરું કાર્ય ખડે પગે ઊભાં રહી પૂરું કરી, તેનો પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ દબદબાપૂર્વક કર્યો. એમણે ઘણા જૈન સંઘ કાઢ્યા હતા. શેઠાણીએ કન્યા કેળવણીને મહત્ત્વ આપતાં ૧૮૫૧માં કાળુપુર વિસ્તારમાં શહેરની પ્રથમ કન્યાશાળા શરૂ કરી, જે હાલમાં હરકુંવરબા કન્યાશાળા નામથી અસ્તિત્વ ધરાવે છે. તેમણે કન્યાશાળાના શિક્ષકોની ટ્રેઇનિંગ સ્કૂલ શરૂ કરી. તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની પ્રવૃત્તિઓમાં પણ રસ લેતાં હતાં. બ્રિટિશ સરકારે શેઠાણી હરકુંવરબહેનની ઉમદા સેવાઓ ધ્યાનમાં લઈને તેમને ‘નેક નામદાર સખાવતી બહાદુર’ નામનો ઇલકાબ આપ્યો હતો. ગાંધીરોડ, પતાસા પોળ સામે, મહાવીર સ્વામીના દેરાસર નજીક હરકુંવરબા શેઠાણીની લાકડાની ઉત્તમ કારીગરીયુક્ત હવેલી એમની લોકસેવાની યાદગીરીરૂપે આજે પણ જોવા મળે છે. કસ્તુરબા ગાંધી (૧૮૬૮–૧૯૪૪) પતિના પડખે એકદમ અડીખમ દીવાલની જેમ ઊભા રહી, પોતાનું અસ્તિત્વ પતિને સમર્પણ કરનાર, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનાં પત્ની કસ્તૂરબાનું નામ સમગ્ર ભારતમાં પ્રેમ અને આદરથી લેવાય છે. ૧૯૧૩માં આફ્રિકાના અન્યાયી કાયદાના પ્રતિકારરૂપે કસ્તૂરબાએ જેલવાસ વેઠેલો. તે પછી ભારતમાં કસ્તૂરબા દાંડીકૂચ હોય કે ખેડા સત્યાગ્રહ હોય કે ૪૨ની હિંદ છોડોની લડત હોય, ગમે તે ચળવળમાં કસ્તુરબા ગાંધીજીને પડખે ને પડખે રહ્યાં. આમ આઝાદી પ્રાપ્તિની લડતમાં કસ્તૂરબાએ અનેકવાર જેલવાસ ભોગવ્યો. ૧૯૪૪ની ૨૨મી ફેબ્રુઆરીએ જેલવાસ દરમિયાન આગાખાન મહેલમાં ગાંધીજીના ખોળામાં છેલ્લો શ્વાસ લીધો. ગાંધીજીના વિરાટ કાર્યમાં છાયા બની યોગદાન અને બારબો માં નારીશક્તિ શું નથી કરી શકતી? નારી એ તો રત્નોની ખાણ છે. અમદાવાદને પણ એમાંથી બાકાત કેમ રાખી શકાય? શહેરનાં કેટલાંક નારીરનો ખૂબ ! એ જ મૂલ્યવાન છે. તેઓની સુવાસ ચોમેર ફેલાયેલી છે. | એવાં નારીરત્નોનો પરિચય આપવો ઉચિત ગણાશે. ) For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy