SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ૧૯૨૨માં ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ વિભાગમાં ભારતીય દર્શનશાસ્ત્રી તરીકે જોડાયા. ૧૯૩૪માં ફરી આચાર્ય આનંદશંકર ધ્રુવ અને પંડિત માલવિયાજીના આગ્રહથી બનારસ યુનિવર્સિટીમાં જૈન ચેર' સંભાળવા બનારસ ગયા. એમણે બનારસમાં નિવાસ દરમિયાન સન્મતિતર્ક', ‘જૈનતર્ક ભાષા', ‘જ્ઞાનબિંદુ’, ‘પ્રમાણમીમાંસા' અને ‘હેતુબિંદુ' વગેરેનું સંપાદન કર્યું. ૧૯૪૪માં નિવૃત્ત થઈ, તેઓ થોડો સમય મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં જોડાયા અને પછી અમદાવાદ આવી ગુજરાત વિદ્યાસભામાં જોડાયા. અનાગાર ધર્મઉપાસી એ હરતાફરતા ગુરુકુળ જેવા હતા. એમણે જીવનનાં છેલ્લાં વર્ષો અમદાવાદમાં વિતાવ્યાં. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ભારતીય દાર્શનિકોમાં એમનું સ્થાન અગ્રસ્થાને હતું. ૧૯૭૪માં એમને પદ્મભૂષણ’થી સમ્માનવામાં આવ્યા હતા. રવિશંકર મહારાજ (૧૮૮૪–૧૯૮૪) પોતાનું સમગ્ર જીવન લોકસેવામાં વ્યતીત કરનાર રવિશંકર વ્યાસનો જન્મ માતર તાલુકાના રઢુ ગામમાં થયો હતો. એમનો વારસાઈ ધંધો યજમાનવૃત્તિનો હતો, પણ યાચકવૃત્તિ નહીં ગમવાથી એમણે એ ધંધો છોડી દીધો. ૧૯૧૬માં તેઓ મહાત્મા ગાંધીજીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીજીના પ્રભાવમાં આવી ગયા. ૧૯૧૮થી એમણે ખાદીનું કાંતણ શરૂ કર્યું, જે પ્રક્રિયા એમણે આજીવન ચાલુ રાખી હતી. એમણે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો અને જેલવાસ દરમિયાન ધાર્મિક ગ્રંથોનો બહુ ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૨૭ની અમદાવાદની રેલમાં રવિશંકરભાઈ સરદાર પટેલ સાથે રાહતકાર્યોમાં જોડાયા. ૧૯૪૧માં કોમી હુલ્લડમાં મોટર કે લૉરીમાં, શબના ઢગલા વચ્ચે ઊભા રહી, દૂધેશ્વર જઈ એમણે ઘણાં શબોના અગ્નિસંસ્કાર કર્યા. તેઓ એક ગામથી બીજે ગામ, ઊંડાણવાળાં ગામોમાં નાતજાતની પરવા કર્યા વિના લોકસેવા માટે પહોંચી જતા. એમનો કોઈ પક્ષ નહોતો. લોકસેવા એક જ મંત્ર હતો. મહીકાંઠાનાં લોકોને દારૂના વ્યસનમાંથી મુક્ત કર્યાં. ચોરોને સારા માર્ગમાં વાળ્યા. લોકોમાં એમણે માણસાઈના દીવા' પ્રગટાવ્યા. પ્રાણીમાત્રમાં પ્રભુનાં દર્શન કરી દલિત, પતિત દુ:ખી આર્ટ માનવીની પોતાના શરીરના અણુએઅણુને નિચોવીને સેવા કરનાર Jain Education International ધન્ય ધરા રવિશંકર વ્યાસને લોકોએ ‘મૂક સેવક’ ઉપાધિથી નવાજ્યા હતા. ૧૯૫૨માં તેઓ વિનોબા ભાવે સાથે ભૂદાનયજ્ઞમાં જોડાયા અને હજારો એકર જમીન દાનમાં મેળવી ભૂમિહીનોને વહેંચી આપી હતી. આવા મહાન સંત મહારાજના આશીર્વાદથી અલગ ગુજરાત રાજ્યનો શુભઆરંભ થયો હતો. અમદાવાદ રવિશંકર મહારાજ માટે ગૌરવ અનુભવે છે. ગણેશ વાસુદેવ માવળંકર (૧૮૮૮–૧૯૫૬) પંડિત જવાહરલાલ નેહરુએ જેમને લોકસભાના પિતા’ તરીકે ઉલ્લેખ્યા છે, એવા અમદાવાદના ગણેશ વાસુદેવ માવળંકર વ્યવસાયે વકીલ હતા. ગાંધીજીએ અમદાવાદમાં પગ મૂક્યો ત્યારથી તેઓ ‘ગાંધી અસર' તળે આવી ગયા. ‘દાદાસાહેબ’ના હુલામણા નામથી તેઓ જાણીતા હતા. અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં જોડાયા અને સરદાર પટેલના સહકાર્યકર બન્યા. ૧૯૨૧માં વકીલાત છોડીને અસહકારના આંદોલનમાં ભાગ લીધો. ૧૯૩૦માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે ચૂંટાયા અને શહેર વિકાસ યોજનાઓમાં પૂરેપૂરા ખૂંપી ગયા. ૧૯૩૫-૩૬માં ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૯૩૭માં તેઓ મુંબઈ ધારાસભામાં અમદાવાદના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને ગયા અને ત્યાં સ્પીકર તરીકે ચૂંટાયા. ‘હિન્દ છોડો’ ચળવળમાં જોડાઈ જેલમાં ગયા. ૧૯૪૬માં મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા, જે હોદ્દો તેમણે ભારત આઝાદ થયું ત્યાં સુધી સંભાળ્યો. ભારત આઝાદ થતાં ૧૯૪૭માં ભારત લોકસભાના સ્પીકર તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો અને હોદ્દા ઉપર દેહત્યાગ કર્યો. દાદાસાહેબની બીજી જાહેર સેવાઓમાં તેઓ શિક્ષણ અને સાહિત્ય સાથે પણ જોડાયેલા હતા. તેમાં અનેક સંસ્થાઓ આવી જાય છે. તેમાં મુખ્યત્વે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી આવે છે. કસ્તૂરભાઈ શેઠ અને અમૃતલાલ હરગોવનદાસ શેઠ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં તેમનું ઘણું યોગદાન હતું. બીજી સંસ્થાઓમાં ગુજરાત લૉ સોસાયટી અને બ્રહ્મચારીવાડી ટ્રસ્ટ વગેરેમાં તેમનો ફાળો અગ્રેસર હતો. તેઓ જીવ્યા ત્યાં સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. તેવી જ રીતે કસ્તૂરબા સ્મારક ટ્રસ્ટ અને ગાંધી સ્મારક ટ્રસ્ટ (સાબરમતી આશ્રમ)માં પ્રમુખ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy