SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જવાબદારી આવતાં, વેપારઉદ્યોગમાં સફળ રીતે ધનવૃદ્ધિ કરી શક્યા. તેમણે ઇજિપ્શિયન રૂ માંથી ૧૦૦ કાઉન્ટ જેટલું બારીક સૂતર પોતાની મિલમાંથી પહેલવહેલું કાઢ્યું હતું. તેમના વર્તનમાં શુદ્ધ બ્રહ્મત્વ હતું. તેઓ સંસ્કૃત સાહિત્ય અને કલાના ઉપાસક અને પોષક હતા. એમ કહેવામાં આવે છે કે સર ચિનુભાઈ જેવો બીજો કોઈ દાનેશ્વરી અમદાવાદમાં પાક્યો નથી. તેમને ત્યાં મદદ માટે ગયેલ માણસ કદી પાછો ફર્યો હોય, એવું સાંભળ્યું નથી. શહેરની અનેક સંસ્થાઓમાં તેમણે સારી સખાવતો કરી હતી, જેનો આંકડો તે સમયે ૧૮ લાખથી વધારે થતો હતો. તેમાં આર.સી. ટેકનિકલ હાઇસ્કૂલ, જેવી સંસ્થાઓ ઉલ્લેખનીય છે. તેમની સેવાઓની કદરરૂપે સરકારે સી.આઈ.આઈ. અને ‘નાઇટહૂડ'નો ઇલ્કાબ આપ્યો હતો અને પાછળથી ૧૯૧૩માં ૨૨ કરોડ હિન્દુઓમાં પ્રથમ વખત ચિનુભાઈને વંશપરંપરાગત બેરોનટ’નો ઇલ્કાબ આપી ‘સર'થી નવાજવામાં આવ્યા હતા. તેમણે મિલમાલિક મંડળ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ચિનુભાઈ બેરોનેટનું બાવલું ભદ્રફુવારાની વચ્ચે છે. એમની યાદ આપતો ‘શાંતિકુંજ’ બંગલો શાહીબાગ ખાતે શિખર એપાર્ટમેન્ટ વચ્ચે જોવા મળે છે. ભિક્ષુ અખંડાનંદ (૧૮૭૪–૧૯૪૨) બોરસદમાં જન્મેલા લલ્લુભાઈ જગજીવન ઠક્કરે પાંચ ચોપડીનો અભ્યાસ કરી મુંબઈમાં ૨૮ વર્ષની ઉંમર સુધી જાતજાતના ધંધા કરી જોયા. પાછળથી એમનું મન વૈરાગ્ય તરફ વળતાં અમદાવાદમાં આવી, ૧૯૦૪માં સંન્યાસી શિપ્રાનંદજી પાસે અખંડાનંદ નામ રાખી દીક્ષા લીધી. પુસ્તકની દુકાનેથી ભજનસંગ્રહ ખરીદતાં એમને ખૂબ જ મોંઘો પડ્યો. એમના મનમાં થયું કે એક સામાન્ય માણસ પુસ્તકો શી રીતે ખરીદી શકે? એમની આંખ આ ઘડી ઊઘડી, જેમાંથી ‘સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય'નો જન્મ ૧૯૦૮માં થયો. જીવનને ઊર્ધ્વગામી બનાવતા વિવિધ ગ્રંથની ગુજરાતી ભાષામાં સસ્તી શ્રેણી છાપીને ભિક્ષુ અખંડાનંદે જ્ઞાનનું પરબ માંડ્યું અને એચ.એમ. પટેલ જેવા નિષ્ઠાવાનોએ સંભાળીને સદ્ધર પાયા ઉપર મૂક્યું. આ ટ્રસ્ટે ‘અખંડાનંદ’ નામનું માસિક શરૂ કર્યું, જેનું પ્રકાશન છેલ્લાં પંચાવન વર્ષથી ચાલુ છે. શિષ્ટ વાચનનું તે સર્વોત્તમ માસિક છે. Jain Education International sì. હરિપ્રસાદ દેસાઈ (૧૮૮૦-૧૯૫૦) ૨૩૭ કલકત્તામાં LCPMનો અભ્યાસ કરનાર ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ એક સરળ-સાદગીપૂર્ણ ડૉક્ટર હતા. મેડિકલ કૉલેજ સાથે સર્જન તરીકે સંકળાયેલા હતા. તેઓ ખૂબ જ સેવાભાવી સેવક હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સેનેટરી કમિટીના ચેરમેન, ઉપપ્રમુખ અને પ્રમુખ એમ વિવિધ હોદ્દાઓ ઉપર રહી ૨૫ વર્ષો સુધી શહેરની સેવા કરી. એમણે શહેરની સફાઈ, બગીચા, મ્યુઝિયમ, પુસ્તકાલય વગેરે ક્ષેત્રમાં મોટું યોગદાન આપ્યું હતું. તેઓ સાહિત્ય અને કલારસિક જીવ હતા. ગુજરાત સાહિત્ય સભા સાથે સંકળાયેલા હતા. ગુજરાત વિદ્યાસભાના પ્રમુખપદે રહી ચૂક્યા હતા. એમણે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાનના અને આરોગ્ય એમ વિવિધ વિષયો ઉપર ૧૮ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. For Private & Personal Use Only એઓ ૧૯૪૨ની ચળવળમાં ખૂબ સક્રિય હતા. ગાંધીજી દાંડીકૂચ પછી એક વાર અમદાવાદ આવ્યા હતા, પણ આશ્રમમાં ગયા ન હતા. આઝાદી પછી ડૉ. દેસાઈએ એમને અમદાવાદ પ્રથમ વાર આમંત્રણ મોકલ્યું હતું. ત્યારે મહાત્મા ગાંધીજીએ એમને જવાબ આપેલો—“મારે માટે નોઆખલી નજીક છે, અમદાવાદ દૂર છે.” બાપુજી ભાગલા વખતના કોમી તોફાનો ડામવામાં વ્યસ્ત હતા. અંતે એમની હત્યા થઈ. સિત્તેર વર્ષ જેટલું આયુષ્ય ભોગવનાર ડૉ. દેસાઈએ અમદાવાદની ઘણાં વર્ષો સુધી સેવા કરી હતી. પંડિત સુખલાલજી (૧૮૮૦-૧૯૭૮) સૌરાષ્ટ્રના લીમડી ગામમાં વીસા શ્રીમાળી જૈન કુટુંબમાં જન્મેલા સુખલાલજીએ ૧૬ વર્ષની ઉંમરે શીતળાના રોગથી આંખો ગુમાવી. ૧૯૦૪માં બનારસમાં ધર્મવિજયજીની પાઠશાળામાં સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કરવા ગયા. એમને દૃષ્ટિ નહીં હોવાથી, અભ્યાસમાં જે કંઈ શીખે તે કંઠસ્થ કરતા. ‘સિદ્ધહેમ’ના ૧૮,૦૦૦ શ્લોકો અને ‘રઘુવંશ'ના નવે સર્ગો તેમને કંઠસ્થ હતા. પછી તેઓ બનારસથી મિથિલા બાલકૃષ્ણ મિશ્ર પાસે અભ્યાસ અર્થે ગયા. આચાર્ય આનંદશંકર ધ્રુવની સલાહથી બનારસ યુનિવર્સિટીમાં અધ્યયન કાર્ય માટે જોડાયા અને એમણે લહિયા દ્વારા લેખન કાર્ય શરૂ કર્યું. www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy