SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ૧૯૦૨માં અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનરજીના પ્રમુખપદે ભરાયેલ રાષ્ટ્રીય કોંગ્રેસની મહાસભાના તેઓ સ્વાગત પ્રમુખ હતા. ૧૯૦૫માં બનારસમાં ભરાયેલ રાષ્ટ્રીય કોંગ્રેસની મહાસભામાં એમણે વિદેશી ચળવળનો વિચાર રજૂ કર્યો હતો. એમણે બંગાળી યુવાનોને અમદાવાદનો ટેક્ષટાઇલ્સ ટ્રેડ શીખવવા માટે આમંત્ર્યા હતા. તેઓ શિક્ષણ અને કેળવણીમાં ખૂબ રસ લેતા હતા. દૈનિક પત્રોમાં લેખો લખતા. અમદાવાદની વિધાનસભામાં પ્રમુખપદે રહી ચૂક્યા હતા. રાજકોટમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદમાં એમણે પ્રમુખપદ શોભાવ્યું હતું. મહિલા કેળવણીના તેઓ આગ્રહી હતા. તેઓ સામાજિક કુરિવાજો પ્રત્યે લડત ચલાવતા હતા. સરકારે તેમને દિવાન બહાદુરના ઇલ્કાબથી નવાજ્યા હતા. In સંસ્કૃતિના ધ્વજધારી સમા જિનમંદિરો પરમાત્માને પામવાના આલંબિત પગથિયા છે. અમદાવાદમાં આવા અસંખ્ય જિનમંદિરોમાં જૈન શ્રેષ્ઠીઓનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. શેઠ હઠીસિંહ કેશરીસિંહ (૧૮૫૨–૧૯૦૧) અમદાવાદનાં નગરરત્નોની નામાવલિમાં શેઠ હઠીસિંહનો સમાવેશ થાય છે. હઠીસિંહનો વેપાર દેશપરદેશ સાથે ઘણો મોટો હતો. એમનાં પ્રથમ લગ્ન નગરશેઠ હિમાભાઈની પુત્રી Jain Education International ધન્ય ધરા રુકમણીબહેન સાથે થયાં હતાં. રુકમણીબહેન સંજોગોવશાત્ આંખે આંધળાં થતાં, એમનાં બીજાં લગ્ન હિમાભાઈની બીજી પુત્રી પ્રસન્ન સાથે થયાં. પ્રસન્નબહેન અલ્પજીવી નીકળ્યાં. શેઠનું ત્રીજાં લગ્ન ભાવનગર બાજુના ઘોઘા ગામનાં હરકુંવરબહેન સાથે થયા. ત્રીજા લગ્ન પછી શેઠ વધારે કીર્તિવાન અને ધનવાન થયાં. શેઠ ગરીબોના બેલી હતા. એમને ત્યાંથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નહીં. એકથી હજાર સુધીની રકમ દાનમાં આપી દેતા. અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તેઓ મુખ્ય દાતા હતા. હાલમાં પણ સિવિલ હોસ્પિટલ સાથે એમનું નામ જોડાયેલું છે. હઠીસિંહનાં દહેરાં નજીક ધર્મશાળા અને વસાહત વસાવી, જે ‘હઠીપરું' તરીકે ઓળખાઈ. મંગળદાસ ગિરધરદાસ પારેખ (૧૮૬૨–૧૯૩૦) અગ્રણી ઉદ્યોગપતિ મંગળદાસ પારેખનો જન્મ શહેરની રાજા મહેતાની પોળમાં થયો હતો. મેટ્રિક પાસ થયા પછી રણછોડલાલ છોટાલાલની મિલમાં સ્ટોરકીપરની નોકરીનો અનુભવ મેળવી મિલ-સ્ટોર અને રંગનો વેપાર શરૂ કર્યો. ૧૮૩૯માં ૮૦૦૦ ત્રાકવાળી આર્યોદય મિલની સ્થાપના કરી. પછી રાજનગર મિલ શરૂ કરી. ૧૯૧૬માં મુંબઈમાં જ્યુબિલી મિલ અને તે પછી જબલપુર અને વિરમગામમાં મિલો શરૂ કરી. ૧૯૧૯માં ઇન્ડસ્ટ્રિયલ બેન્ક ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા લિ. શરૂ કરી. સ્વ-ઉપાર્જન કમાણીમાંથી દવાખાનાં અને શિષ્યવૃત્તિઓ જેવાં લોકોપયોગી કાર્યો કર્યાં. આફ્રિકાથી હિન્દુસ્તાન આવેલા ગાંધીજીનું અમદાવાદના પ્રથમ આતિથ્યસત્કારનું માન શેઠ મંગળદાસને મળ્યું હતું. ૧૯૧૬ની પ્રાંતીય પરિષદના સ્વાગત સમિતિના તેઓ અધ્યક્ષ હતા. ૧૯૩૮માં તેમની સ્મૃતિમાં એલિસબ્રિજ વિસ્તારમાં તેમના નામનું નગરગૃહ–(ટાઉન હૉલ) બાંધવામાં આવ્યું છે. લાલ દરવાજા ખાતે, સિદી સઈદની મસ્જિદ સામે આવેલ હવેલી ‘પારેખ્સ' બંગલો એમની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. ચિનુભાઈ માધવલાલ બેરોનેટ (૧૮૬૪–૧૯૧૬) મિલ ઉદ્યોગના અગ્રણી સર ચિનુભાઈ બેરોનેટ મિલ ઉદ્યોગના સ્થાપક પિતામહ રણછોડલાલ છોટાલાલના પૌત્ર થાય. તેમના હાથ નીચે વેપારઉદ્યોગમાં તૈયાર થયા અને તેમના માથે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy