SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૩૩ અમાવાઇ : અસ્મિતાનાં વિધાયકો . અમદાવાદને તેનું સાંસ્કૃતિક સ્વરૂપ આપવામાં, તેની અસ્મિતા પ્રગટાવવામાં, શહેરને સમર્થ અને સમૃદ્ધ કરવામાં જેટલો ફાળો જે તે સમયના રાજયકર્તાઓનો હતો, તેટલો જ ફાળો અમદાવાદના નગરશેઠ અને શ્રેષ્ઠીઓનો હતો, આવા શ્રેષ્ઠીઓ મૂળભૂત રીતે ધનપતિ હતા. તેઓ મોટા વેપારી, મિલમાલિક કે ઉદ્યોગવીર હતા. તેઓનાં પૈસા, સમજ, કુનેહ અને વગ શહેરને શણગારવામાં, સુખાકારી આપવામાં, સગવડો અને વિકાસકાર્યોમાં વપરાયાં છે. શાંતિદાસ ઝવેરીનો માન-મોભો શહેરના સૂબાથી ઓછો નહોતો! એમની હવેલીની શોભા ઉપરથી એમની સમૃદ્ધિનો ખ્યાલ આવતો! હઠીસિંહ પરિવારે બ્રિટિશકાળમાં શ્રેષ્ઠી જેવું કાર્ય કર્યું. એ જ પરંપરા શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ ખૂબ સરસ નિભાવી. કેટલાક મહાનુભાવો અમદાવાદ ના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખપદે રહી શહેરના અનુરાગી થઈ, શહેરના વિકાસમાં સતત ચિંતામાં રહ્યા હતા. તેમાં શેઠ રણછોડલાલ છોટાલાલ, રમણભાઈ નીલકંઠ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માવળંકર અને શેઠ ચિનુભાઈ ચિમનલાલ (મેયર) ખાસ ઉલ્લેખનીય છે. કેટલાક કલાકારો, સાહિત્યકારો અને શિક્ષણકારોએ પોતાના કાર્યક્ષેત્ર પૂરતી સિદ્ધિ અને પ્રાપ્તિ સાધી છે, પણ એમની સિદ્ધિનું ફળ શહેરના નાગરિકોને પ્રાપ્ત થયું છે અને - તેઓ સાચા અર્થમાં પ્રજાના જ્યોતિર્ધરો સાબિત થયા છે. આ ભૂમિએ ડો. વિક્રમ સારાભાઈ જેવા વિજ્ઞાની સપૂતને જન્મ આપી, આ પથદીવડાઓએ આ દુનિયાભરમાં અમદાવાદની શાન વધારી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદ રહી છે. વલ્લભભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માવળંકર અને ગુલઝારીલાલ નંદા રાષ્ટ્રીય નેતા બનતાં પહેલાં એમનું રાજકીય ઘડતર અમદાવાદમાં થયું હતું. મોહનલાલ કરમચંદ ગાંધી, ગુલઝારીલાલ નંદા, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ડૉ. વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, બચુભાઈ રાવત અને રૂબીન ડેવિડ વગેરે રાષ્ટ્રીય સમ્માનિત મહાનુભાવો છે. રમણભાઈ નીલકંઠ, ઉમાશંકર જોશી અને રવિશંકર રાવળ જેવી પ્રતિભાઓની નોંધ લેવી રહી. આ બધા મહાનુભાવો અમદાવાદની અગ્રગણ્ય વ્યક્તિઓના લિસ્ટમાં અગ્રસ્થાને આવે છે. - હરકુંવર શેઠાણી, કસ્તુરબા ગાંધી, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, અનસૂયાબહેન સારાભાઈ, મૃદુલા સારાભાઈ, મૃણાલિની સારાભાઈ, ઇન્દુમતીબહેન શેઠ, પુષ્પાબહેન મહેતા, ચારુમતીબહેન યોદ્ધા અને ઇલાબહેન ભટ્ટ જેવી જાણીતી મહિલા-શક્તિઓ ખાસ ઉલ્લેખનીય છે. ચાલો, આપણે અમદાવાદને સાંસ્કૃતિક રીતે સમર્થ અને સમૃદ્ધ કરવામાં યોગદાન આપનાર વ્યક્તિઓને જાણીએ. Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy