SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા જાણીતા બની વાચકજગતમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર ડૉ. માણેકભાઈ પટેલનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું ગોઝારિયા ગામ. વર્ષો પૂર્વે શિક્ષણક્ષેત્રે ઊજળી કારકિર્દી ધરાવતા આ તરવિરયા યુવાને અમદાવાદની ડેન્ટલ કૉલેજમાં અને હોસ્પિટલમાં દંતચિકિત્સા વિદ્યાનો અભ્યાસ પૂર્ણ કરી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. દંતચિકિત્સાની સાથે લેખન, વાચન અને સંશોધન એમના રસના વિષયો રહ્યા છે. દિવસે ક્લિનિકમાં વ્યસ્ત રહ્યા પછી રાતના વાચન-લેખનનું કામ ચાલે. પોતે સાહિત્ય અને કલાપ્રેમી હોવાને કારણે એમને ત્યાં સાહિત્યકાર અને ચિત્રકાર મિત્રોની મિજલસ પણ અવારનવાર જામતી રહે. ચિત્રપ્રદર્શનો, પુસ્તક પ્રદર્શનો, લોકકલાના કે નવરાત્રિ રાસગરબાના કાર્યક્રમોમાં એમની હાજરી અચૂકપણે અનુભવાય જ. કોઈવાર તેઓ ગેરહાજર હોય ત્યારે જ નવાઈ લાગે! દૈનિકો ઉપરાંત ગુજરાતી સામયિકોમાં અને વિશેષ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાં તેમની કૃતિઓ નિરંતર જોવા મળે જ. આજે તો ગુજરાત આખું એમને ઓળખતું થયું છે, એમના આ સંનિષ્ઠ કાર્યને લઈને જ. ૨૩૨ ડૉ. માણેકભાઈ પટેલે ‘દાંતના રોગો અને સંભાળ’ વિશે અગાઉ ગુજરાત સમાચારમાં ઘણા લેખો લખ્યા હતા. આ લેખોનો સંગ્રહ કરતી ‘દાંત સાથે દોસ્તી’ પુસ્તિકા રૂપે પ્રગટ થઈ છે. એ પછી અમદાવાદ નગરની ઝાંખી કરાવતા પંચાવન લેખો સાથે ‘અમદાવાદકથા’ નામનું સમૃદ્ધ પ્રકાશન ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રગટ કર્યું. આ પુસ્તકે એમને સંશોધક તરીકે પ્રસ્થાપિત કરી આપ્યા. તેમની યશસ્વી કારકિર્દીમાં વધુ એક છોગું ‘આ છે અમદાવાદ'થી ઉમેરાયું. આજથી ત્રણેક દાયકા પૂર્વે દાંત માટેની હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓમાં વપરાતાં ખાસ ઇક્વિપમેન્ટ્સ-ડેન્ટલ ચેર અને યુનિટની ખૂબ જ અછત વર્તાતી હતી ત્યારે તેમણે ડેન્ટલ યુનિટ જાતે બનાવી ક્લિનિક શરૂ કર્યું. ત્યારથી ગુજરાતમાં ડેન્ટલ ઇન્ડસ્ટ્રીઝના શ્રી ગણેશ મંડાયા. આમ આ ઉદ્યોગમાં તેઓ પાયાના પથ્થર બની રહ્યા. એ રીતે ડેન્ટલ લેબોરેટરીઝનો અભિગમ જે આજે દંતચિકિત્સકોમાં ખૂબ પ્રચલિત બન્યો છે તેનો આરંભ કરવામાં ડો. માણેકભાઈનો સિંહ ફાળો રહ્યો છે. ડેન્ટલ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પેઢા પર માલિશ કરવા માટે વિશિષ્ટ પ્રકારનું ગમ પેઇન્ટનું ઉત્પાદન એમણે આરંભ્યું હતું. એ પછી એ ફોર્મ્યુલાને આધારે ઘણી કંપનીઓ આવું ઉત્પાદન કરતી થઈ છે. મિણનગર (અમદાવાદ)ની જાણીતી શેઠ એલ. જી. મ્યુનિસિપલ હોસ્પિટલ અને મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં પ્રોફેસર ઓફ ડેન્ટિસ્ટ્રી તરીકે તેઓ ઘણાં વર્ષો સુધી સેવાઓ આપી ચૂક્યા છે. ડેન્ટલ સર્જનોના એસોસિએશનની પ્રવૃત્તિઓમાં જુદા જુદા હોદ્દાઓ પર રહીને ડૉ. માણેકભાઈએ નિષ્ઠાભરી સેવાઓ આપી છે. સને ૧૯૯૩માં અમદાવાદ ગાંધીનગરમાં યોજાયેલ દંતચિકિત્સકોના ૪૭મા રાષ્ટ્રીય અધિવેશનના સ્વાગત પ્રમુખ તરીકેનો કાર્યભાર એમણે સંભાળ્યો હતો. આ પ્રસંગે ભારતભરમાંથી આવેલા ડોક્ટર ડેલિગેટ્સ માટે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું અભૂતપૂર્વ આયોજન કરી યાદગાર નજરાણું પેશ કર્યું હતું. આજે પણ દાંતના ડોક્ટર મિત્રો એ કાર્યક્રમને યાદ કરતાં આનંદવિભોર બની જાય છે. ડૉ. માણેકભાઈએ દંત આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાનું અભિયાન ચલાવવા સને ૧૯૯૩માં ડેન્ટલ હેલ્થ ફાઉન્ડેશનની સ્થાપના કરી. એના ચેરમેનપદે રહી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી સતત કાર્યરત છે. ફાઉન્ડેશનની ડિરેક્ટરીએ ગુજરાતભરના ડેન્ટિસ્ટ મિત્રોને એક સૂત્રે જોડ્યા છે. આ કામ ડેન્ટિસ્ટોમાં ખૂબ આવકાર પાત્ર રહ્યું છે. માનવસેવામાં પ્રભુસેવાનું દર્શન કરનાર ડૉ. માણેકભાઈએ જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી હોસ્પિટલોમાં દાખલ થયેલ ગરીબ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવાનું કાર્ય વરસો સુધી કર્યું. સને ૧૯૮પ અને ૧૯૮૭ના દુષ્કાળ વખતે અછતગ્રસ્ત વિસ્તારનાં ગામડાંનાં મૂંગાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થામાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. ડૉ. માણેકભાઈએ નવ વર્ષનાં સંશોધન પરિશ્રમકારી, સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોનાં પાનાં ઉથલાવી, અનેક ઇતિહાસવિદો, કલામર્મજ્ઞો, સાહિત્યકારોને મળીને એમણે ‘આ છે અમદાવાદ' ગ્રંથની ગુજરાતી સાહિત્યને ઉપલબ્ધિ કરાવી છે, ત્યારે ડૉ. માણેકભાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી બની રહે છે. ડૉ. માણેકભાઈ પટેલ લિખિત સૂચિત ‘આ છે અમદાવાદ' પુસ્તકમાંથી સાભાર. પ્રકાશક :—ગૂર્જરગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરોડ, અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only —સંપાદક www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy