SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શાંતિદાસ ઝવેરી (૧૫૮૯–૧૬૫૯) નગરશેઠ શાંતિદાસ, એમની મારવાડની સાતમી પેઢીના પૂર્વજ પદ્મસિંહ ક્ષત્રિય જાગીરદાર હતા, જેમણે જૈનપંથ સ્વીકારી દીક્ષા લીધી હતી. શાંતિદાસના પિતા સહસિકરણ અમદાવાદના મારવાડી ઝવેરીને ત્યાં શરૂઆતમાં નોકરીએ લાગ્યા હતા. સહસ્રકિરણનાં પાંચ સંતાનો પૈકી શાંતિદાસ ખૂબ જ તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. એક ઝવેરી તરીકે શાંતિદાસની અકબર બાદશાહના દરબારમાં અવરજવર થતી હતી. એમ કહેવાય છે કે, એક વખત અકબર બાદશાહ અને જોધાબાઈ વચ્ચે વાંકું પડ્યું, જેથી બેગમ રિસાઈને અમદાવાદ આવ્યાં અને શાંતિદાસ ઝવેરીને ત્યાં રોકાયાં. શાંતિદાસે બેગમ સાહિબા માટે પોતાની હવેલી ખાલી કરી આપી એમની સેવામાં માણસો નિયુક્ત કર્યા. વીરપસલીના દિવસે શાંતિદાસે બેગમ જોધાબાઈને ‘બહેન' ગણીને મૂલ્યવાન રત્નજડિત કંકણો ભેટ ધર્યાં. બે માસના રોકાણ પછી એમનો શાહજાદો સલીમ (જહાંગીર) તેડવા આવ્યો. આ સમયે જોધાબાઈએ જહાંગીરને શાંતિદાસની ઓળખાણ એના ‘મામા' તરીકે કરાવી. ત્યારથી તેઓ મુગલ દરબારમાં ‘ઝવેરી મામા’ તરીકે ઓળખાવા લાગ્યા. અકબર બાદશાહે એ સમયના સૂબા આજમખાંને શાંતિદાસ ઝવેરીને ‘નગરશેઠ’ તરીકે નિમણૂક કરવા આજ્ઞા કરી હતી. શાંતિદાસને રૂપા, કપૂર, ફલાં અને વાછી એમ ચાર પત્નીઓ હતી. પન્નાજી, રત્નાજી, કપૂરચંદ, લક્ષ્મીચંદ અને માણેકચંદ એમ પાંચ પુત્રો હતા. શાંતિદાસ પછી એના વારસોએ ‘નગરશેઠ’ પદ ભોગવ્યું અને જાળવ્યું. પ્રેમાભાઈ હિમાભાઈ શેઠ (૧૮૧૫–૧૮૮૭) શહેરના શ્રેષ્ઠીવર્યનગરશેઠ પ્રેમાભાઈએ ૧૮૪૯માં શહેરના ઝવેરીવાડમાં મહાવીર સ્વામીનું દેરાસર બાંધવા રૂપિયા ૪૦,૦૦૦ ખર્ચ્યા. ૧૮૫૭માં એમણે ગુજરાત કૉલેજ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ આપ્યા. તેમણે વર્નાક્યુલર સોસાયટી અને સિવિલ હૉસ્પિટલને મદદ કરી. તે સમયે એમણે ખાનગી ટપાલસેવા શરૂ કરી હતી, જે ૧૮૫૭માં ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. આ ટપાલસેવાને આપણે આંગડિયા કે કુરિયર સર્વિસ કહીએ છીએ. શહેરમાં પડેલ દુકાળ વખતે એમણે બે લાખ રૂપિયા ધર્માદારૂપે ફાળવ્યા હતા. Jain Education International ધન્ય ધરા એઓ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખપદે રહી ચૂક્યા હતા. અંગ્રેજ શાસનમાં બાંધવામાં આવેલ પ્રેમ દરવાજા’ અને પ્રેમાભાઈ હોલ એમણે કરેલાં કાર્યોની સુવાસ યાદ કરાવે છે. બેચરદાસ લશ્કરી (૧૮૧૮–૧૮૮૯) જ્ઞાતિએ કડવા પાટીદાર અને અમદાવાદમાં જન્મેલા બેચરદાસને લશ્કરી અટક વારસામાં મળી હતી. તેમના પિતાશ્રી તે વખતે લશ્કરી અમલદારોમાં નાણાં ધીરવાનું કામકાજ કરતા હતા. વળી તેઓએ પણ લશ્કરી ખાતામાં ચાર વર્ષ જેટલી નોકરી કરી હતી. અમદાવાદના ઘડતરમાં આ કુટુંબનો ફાળો નાનોસૂનો નથી. અમદાવાદની ધર્મશાળા, બેચરદાસ ફી લાઇબ્રેરી, બેચરદાસ ડિસ્પેન્સરી, સંસ્કૃત પાઠશાળા, મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કૉલેજ, ગુજરાત કૉલેજ અને પ્રાર્થના સમાજ મંદિર વગેરે સંસ્થાઓ તેમની અને તેમના કુટુંબની સખાવતવૃત્તિની જ્વલંત સાક્ષી પૂરે છે. તેમણે કડવા પાટીદારના કુરિવાજો સુધારવા, ઘણા પ્રયત્નો અને કાર્યો કર્યાં હતાં. તેમણે ઊંઝા ખાતેના ઉમિયા માતા સંસ્થાનમાં ઘણો રસ લીધો હતો. તેઓ શહેરના એક મોભાદાર આગેવાન હતા. શહેરમાં કોઈ પણ ગવર્નર, રાજા કે કલેક્ટર આવે ત્યારે એમની હવેલીમાં અચૂક મેળાવડો ગોઠવવામાં આવતો હતો. તેમનાં જાહેર પ્રવચનો વખતે બેચરદાસની હવેલીથી મહેમાન માટે બેસવા ખાસ ખુરશી મંગાવવામાં આવતી હતી. ૧૯૨૧માં કોંગ્રેસ અધિવેશન વખતે સુભાષચંદ્ર બોઝે તેમની હવેલીની મુલાકાત લીધી હતી. સરકારે તેમને સી.આઈ.આઈ. અને ‘રાવબહાદુર’ ઇલ્કાબથી નવાજ્યા હતા. અમદાવાદની અસ્મિતાની ખોજ દરમિયાન એમની જર્જરિત હવેલી જોઈ હું ખૂબ દુ:ખી થયો હતો. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ (૧૮૨૧–૧૮૬૫) એક અંગ્રેજ સરકારી અધિકારી ગુજરાતી ભાષાના વિકાસ માટે પોતાના જીવનને સમર્પિત કરે, એ બેજોડ ઘટના કહી શકાય. ઓગણીસમી સદીમાં આવું બન્યું છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી અર્થે આવનાર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ૧૮૪૩માં ભારત આવ્યા. મુંબઈ પછી આસિસ્ટન્ટ જજ તરીકે અમદાવાદમાં આવ્યા. અહીંના કલાત્મક શિલ્પસ્થાપત્યભર્યાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy