SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત રભ ભાગ-૨ ૨૨૫. રાવ બહાદુર ગોકુળજી ઝાલા જૂનાગઢના દીવાનપદે રહી ગયેલા ગોકુળજી ઝાલાની મૂળ અટક “કચોલા’ હતી. તેમના પૂર્વજો ઝાલાવાડનાં રાજ્યોમાં નોકરીએ રહેલા ત્યારથી “ઝાલાતરીકે વંશજો ઓળખાવા લાગેલા. તેમના પૂર્વજ મોરારજી ઝાલા જૂનાગઢમાં આવી વસેલા હતા. તેમના નાના પુત્ર રુદ્રજી ઝાલા જૂનાગઢના નવાબ બહાદુરખાનજીના કુટુંબના મુખ્ય કારભારી તરીકે નોકરીમાં રહેલા. તેઓનો ઈ.સ. ૧૭૭૧માં સ્વર્ગસ્થ થતાં તેમના પુત્ર અમરજી ઝાલા તે જ કુટુંબમાં હામદખાનજીના બેગમ હુમાલબખ્તના ખાસ વહીવટદાર તરીકે ફરજ બજાવતા તે સાથે નાણાંવટી તરીકેનો અંગત ધંધો કરતા હતા. રાજ્યને નાણાંની જરૂરત પડતાં તેમણે નાણાં ધીર્યા અને તેના બદલામાં વંથલી મહાલ, માંગરોળ, જેતપુર અને કેશોદ તાલુકા ઇજારે રાખી તેના પર ૨૫ વર્ષ સુધી મુખત્યાર સત્તા ભોગવી હતી. તેમણે ઈમાનદારીપૂર્વક અમલ ચલાવવાના ઇનામરૂપે ‘ગાંગેચા” ગામ વંશપરંપરાના ભોગવટા માટે આપ્યું હતું. અમરજી ઝાલા ઈ.સ. ૧૮૨૧માં સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર ઇન્દ્રજી નવાબ બહાદુરખાનજીના મુખ્ય દીવાન બન્યા, પણ ત્રણ વર્ષ એ પદ ભોગવી છોડવું પડ્યું, ઝાલા કુટુંબની જાહોજલાલી ઝાંખી પડી અને પડતી દશા આવી. તેઓ પણ સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર સંપતરામ પણ ગરીબ હાલતમાં અવસાન પામ્યા. તેમના એક માત્ર પુત્ર ગોકુળજી રહ્યા. ઈ. ૧૮૨૪ની ૧૩મી જુલાઈના રોજ દાસકુંવરબહેનની કૂખે જન્મેલા ગોકુળજીભાઈએ કિશોરવયમાં ફારસી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ પૂરો કરી પોતાનું ભાગ્ય પલટાવવા ૧૬ વર્ષની વયે જૂનાગઢ દરબારમાં ઉમેદવાર તરીકે નોકરીમાં જોડાયા. ઈ.સ. ૧૮૪૮માં નવાબ હામદખાનજીના વખતમાં નાયબ દફતરીનો હોદો મેળવ્યો હતો. - ઈ.સ. ૧૮૫૧માં હામદખાનજી ખુદાને પ્યારા થતાં મહોબતખાનજી તખ્તનશીન થયા. તેમણે ગોકુળજીની હોશિયારી અને વફાદારીને ધ્યાન પર લઈ તેમને પ્રથમ ખાસ કામના હોદા પર અને પછી જોખમદારીભર્યા વડા દતરીના હોદ્દા ઉપર મૂક્યા. ઉપરોક્ત હોદ્દા પર રહીને તેમણે ૧૬ વર્ષની હિસાબી ગૂંચ ઉકેલી સંપૂર્ણ સુધારી કરવાના કાર્યમાં જે જહેમત અને કાબેલિયત પુરવાર કરી તેને કારણે તેની કારકિર્દીનો કીર્તિકળશ ચઢ્યો. ઈ.સ. ૧૮૬૦માં અણધાર્યા બનાવના કારણે દીવાનની જગ્યા ખાલી પડતા દીવાનપદે રૂા. ૪૨૫૦ના વર્ષાસનથી “ઇઝેર આશાર'—જે અંગ્રેજી “રાઇટ ઓનરેબલ'ની જેવો ખિતાબ ગણાતો તે ખિતાબ સાથે નિમણૂક થઈ. ત્રણ વર્ષની દીવાન તરીકેની સંતોષકારક કામગીરીની કદરરૂપે તેમને “ખશુસીય દસ્તધા” ઊંચો ગણાતો ખિતાબ એનાયત થયો હતો. તે જ અરસામાં રાજ્યખટપટોનો દોર શરૂ થયો હતો તેમ છતાં ગોકુળજી ઝાલા ઘણા સુધારા સાથે પ્રજાપ્રિય બનતા રહ્યા હતા. ખટપટિયાની ખટપટમાં ફસાયેલા મનજી નામના આબરૂદાર માણસને બચાવવા સફળ થયેલા ગોકુળજી વિરુદ્ધ અંગ્રેજ અમલદારની કાનભંભેરણી થઈ ને એજન્સીનું ગોકુળજીને દીવાનપદેથી હઠાવવા જુલ્મી દબાણ નવાબ પર થતું હોવાથી પોતે રાજીનામુ આપી હોદ્દો છોડ્યો. તેમ છતાં શાણા નવાબે ઘેર બેઠાં પૂરો પગાર આપવો ચાલુ રાખ્યો હતો. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે મિ. પીલ આવ્યા ને ગોકુળજી ઝાલાને પુનઃ દીવાનપદ પ્રાપ્ત થયું. તેમણે રાજ્યની અનન્ય સેવા બજાવી રાજ્યના હક્કો બુદ્ધિપૂર્વકની દલીલોથી સાબિત કરી રાજ્યની તરફેણમાં ફેંસલા મેળવ્યા. નવાબ બહાદુરખાનજીને ગાદી પર બેસાડવાનું વાજબીપણું પણ તેમણે પુરવાર કરી આપેલું. તેમને બહાદુરખાનજીએ “ગુંદાણા ગામ બક્ષિસ કર્યું. ઈ.સ. ૧૮૭૭ની ૧ જાન્યુઆરીના રોજ હિંદના વાઇસરોય લોર્ડ લિટને અંગ્રેજ સરકાર તરફથી “રાવબહાદુર'નો ખિતાબ બક્યો. ગોકુળજી ઝાલા વેદાંતના ઊંડા અભ્યાસી હતા. બુદ્ધિવર્ધક જ્ઞાનપ્રચારક મંડળના પણ સભ્ય હતા. ઇસ્ટ ઇન્ડિયા એસોશિએશન ઉપરાંત રોયલ એશિયાટિક સોસાયટીના સભ્ય હતા. તેમણે ગિરનાર પર્વત પર ધર્મશાળા બંધાવી આપી હતી. રૂ. ૩000ની રોકડ સખાવત કરી હતી. ગોકુળજી ઝાલા અંબાકુંવર સાથે પરણ્યા હતા તેમને સંતાનમાં ૩ દીકરીઓ હતી. તેમનો પહેરવેશ સાદગીભર્યો હતો તેઓ પ્રથમ વર્ગના રાજ્યના દીવાન તરીકે ખૂબ જ માનસમ્માન પામ્યા હતા. તેમનું અવસાન ૨૮ નવેમ્બર ૧૮૭૮ના દિવસે થયું હતું. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy