SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ગવરીશંકર ઉદયશંકર (ગગા ઓઝા) ભાવનગર રાજ્યનું લાંબા સમય સુધી દીવાનપદું ભોગવનાર મર્દ અને મુત્સદ્દી ગવરીશંકર ઓઝાનું વતન ઘોઘા. એમના દાદા મોતીલાલ સુરત અને મુંબઈ સાથે વેપાર કરતા હતા. વેપારને કારણે બતેલો બંધાવ્યો હતો. ઘરનું વહા-મોતીલાલના અવસાન પછી તેમના પુત્ર ઉદયશંકર પણ નાનો વેપાર કરતા હતા. તેમને બે પુત્રો હતા. તેમાં નાના પુત્ર ગવરીશંકર તેમનો જન્મ ઈ.સ. ૧૮૦૫ના ઓગસ્ટ મહિનાની ૨૧મી તારીખે ઘોઘામાં થયો હતો. તેમનાં માતાનું નામ અજબહેન હતું. ગવરીશંકર ૧૭ વર્ષની વયે ૧૮૨૨ના વર્ષમાં ભાવનગર રાજ્યના નાયબ વકીલ તરીકે રાજકોટમાં સ્થાપેલી અંગ્રેજ એજન્સીમાં નિમાયા હતા. બીજા વર્ષે તેમને ભાવનગર રાજ્યે કુંડલા મહાલના નાયબ મહેસૂલી અધિકારી તરીકે નિમણૂક આપી. કુંડલા તે વખતે સંકટમાં હતું. ત્યાં બુદ્ધિ અને બહાદુરીને બળે ચાર વર્ષ ફરજ બજાવી ખેડૂતોમાં હિંમત વધારી ઉપજ વધારી રાજ્યની તિજોરી તર કરી. ઈ.સ. ૧૮૨૬માં ઠાકોર વિજયસિંહજીએ તેમની ચાલાકી પારખી લઈને ઊંચો દરજ્જો આપી ભાવનગર બોલાવી લીધા અને ભાવનગર રાજ્યનાં ૧૧૬ ગામો પર અંગ્રેજી સત્તા ઈ.સ. ૧૮૧૫માં મુકરર થઈ હતી તે ગામો પર પુનઃ ભાવનગર રાજ્યની સત્તા સ્થપાય તે માટે તજવીજ કરવાનું કાર્ય તેમને સોંપાયું. એક ધારા ચાર વર્ષ સુધી તે કામમાં લાગી રહી ઈ.સ. ૧૮૩૦માં તેમણે અનેક આંટી-ઘૂંટી ઉકેલી રાજ્યના લાભમાં ફેંસલા મેળવ્યા. ઈ.સ. ૧૮૩૦માં તેમને ઘોધાના વહીવટદારના હોદા પર મૂક્યા તે દરમ્યાન અંગ્રેજ સરકાર અને ભાવનગર રાજ્ય વચ્ચે અનેક વાંધા-વચકા ઊઠ્યા તેનો નિવેડો લાવવા અતિ વિશ્વાસુ માણસ તરીકે તેમને જવાબદારી સોપાઈ. તેમાં પણ સફળતા પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૮૩૯માં તેમને નાયબ દીવાનપદ પર નિમણૂક Jain Education International ધન્ય ધરા મળી. તે હોઠા પર ફરી તેમણે રાજ્ય અને રૈયતના હિતનાં હોશિયારીપૂર્વકનાં પગલાં ભર્યાં. ઈ.સ. ૧૮૪૭ના વર્ષમાં તેઓ દીવાનપદે આરૂઢ થયા તે સમયે રાજ્યની નાણા સંબંધી હાલત સારી નહોતી. અંગ્રેજ એજન્સી તરફથી તકાદા થતા હતા. જપ્તી અને મોસલના ઝપાટા આવતા હતા તે ચતુરાઈપૂર્વક ખાળી-ટાળી રાજ્યની તિજોરી આબાદ કરી. તેમણે પ્રજાહિતનાં કાર્યો પર ધ્યાન આપી રાજ્યમાં શાળા અને દવાખાનાં સ્થાપ્યાં. પાણીની સગવડ માટે તળાવો અને કૂવા ગળાવ્યાં પાકા રસ્તા, પુલ બંધાવ્યાં શહેર સુધરાઈ સરવે તેમ જ બાંધકામખાતાં ખોલ્યાં તેમજ પોલીસ, ન્યાયખાતું તેમજ મહેસૂલ ખાતામાં સુધારા કરાવ્યા. કસ્ટમની જકાતમાં ઘટાડો કર્યો. ભાવનગરને પાણી પુરવઠો પૂરતો મળી રહે તે માટે શહેરથી ૨૪ કિલોમીટર દૂર આવેલી નદીમાંથી નહેરવાટે પાણી લાવવાની યોજના કરી તે પાર પાડી. ઈ.સ. ૧૮૭૦ના વર્ષમાં ઠાકોર જસવંતસિંહજીનું અવસાન થયું. તેમના કુંવર સગીર હોવાને કારણે ભાવનગરનો વહીવટ મુંબઈ સરકાર હસ્તક ગયો. એક અંગ્રેજ અમલદાર અને ગવરીશંકર ઓઝા સંયુક્ત રાજ્યકારોબાર ચલાવવા નિમાયા ૬ વર્ષ સુધી આ કારોબાર ચાલ્યો. રાજકુંવર પુખ્ત વયના થતાં ૧૯૭૭ના એપ્રિલમાં તેમને ગાદી સોંપાઈ. ગવરીશંકર પાછા દીવાનપદે નિમાયા. તે પૂર્વે ૧૮૭૭ની ૧ જાન્યુઆરીના રોજ વાઇસરોય લોર્ડ લિટનની મારફતે કંપનિયન ઑફ ધી સ્ટાર ઑફ ઇન્ડિયા' દરજ્જાવાળો ખિતાબ તેમને આપવામાં આવેલો. કે. સી. એસ. આઈ.). આ બહાદુર અને બાહોશ દીવાને પોતાની ૮૦ વર્ષની વય સુધીમાં ૩૨ વર્ષની નોકરીમાં ૪ ઠાકોર સાહેબની એકધારી વફાદારીપૂર્વક દીવાન તરીકે તમામનો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. ઈ.સ. ૧૮૭૯ના જાન્યુઆરીમાં તેમણે દીવાનપદ છોડ્યું ત્યારે ઠાકોર શ્રી તખ્તસિંહજીએ તેમને પૂરું પેન્શન આજીવન વાર્ષિક રૂા. ૨૦,૦૦૦નું આપવાનું જાહેર કર્યું હતું. તેમને ‘તુરખા’ ગામ રાજ્યે બક્ષિસ કરેલું હતું. તેમણે તા. ૨૭ ફેબ્રુઆરી ૧૮૮૫માં વેદ શાળા ખોલી તેમણે વેદના વિચારો ઉપર 'સ્વરૂપસન્ધાન' નામે પુસ્તક લખેલું છે. ઉત્તરાવસ્થામાં તેઓ સન્યાસ ગ્રહણ કરી. સ્વામી સચિદાનંદ સરસ્વતી નામ ધારણ કરી વેદાન્તનું અધ્યયન કરતા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy