SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ધન્ય ધરા અને તે નિર્મૂળ કરવા અનેક પ્રયાસ કરતા. પોતાને ઘેર જ્યારે જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે આવા કુચાલને તેમણે તિલાંજલિ આપી હતી. પોતાનાં માતુશ્રીના મરણ પાછળ ગરુડપુરાણ વંચાવ્યું હતું અને રડવા-કૂટવાનું પણ બંધ કરાવેલું. પોતાનાં પત્નીના મરણ પ્રસંગે તો રડવા-કૂટવાનું તદ્દન બંધ રખાવ્યું હતું. પોતે હંમેશાં પોતાની પાછળ એવો શોક ન કરવા જણાવતા અને તેમના સુપુત્રે તેમની બધી ઈચ્છાઓ પૂરી પાડી હતી. જ્ઞાતિમાં હંમેશાં સરખા વિચારવાળા બધા માણસો હોતા નથી તોપણ ઘણા પુરુષોની તેમના પ્રયાસો તરફ સહાનુભૂતિ હતી; મુખ્યત્વે તે વખતની ધારાસભાના ઉપપ્રમુખ રાવસાહેબ હરિલાલભાઈના પિતા દેસાઈભાઈ કાળીદાસ. તેઓ રણછોડભાઈથી ઉંમરમાં નાના હતા છતાં બંનેની મિત્રતા હતી અને બંનેએ સાથે મળી જ્ઞાતિમાં ઇચ્છવાયોગ્ય ઘણા સુધારા કર્યા. રણછોડભાઈને તેમની જ્ઞાતિની પ્રથમ પરિષદે ઈ.સ. ૧૯૧૧માં પ્રમુખપદ આપ્યું હતું. એ તેમના તરફની મમતા અને ઉપકારબુદ્ધિનું ચિહ્ન હતું. રણછોડભાઈ વગેરે ચાર ભાઈઓ હતા તેમના અનુક્રમે નામ : ૧. કુશળજી, ૨. ભાઈશંકર, ૩. જેભાઈ અને ૪. રણછોડભાઈ પોતે. ભાઈશંકરભાઈએ દેશી રાજ્યની નોકરી કરી હતી અને વાંકાનેરમાં કારભારી તરીકે કામ કર્યું હતું. તેમનાં એક જ બહેન હતાં. તેમનું નામ માણેકબહેન હતું. તેમનાં લગ્ન રા. અનોપરામ ઘેલાભાઈ સાથે થયાં હતાં. માણેકબહેનના એક પુત્ર હરિલાલ અનોપરામ હતા. તેઓ સચીનમાં દીવાન અને ઈડરમાં નાયબ દીવાન અને વડોદરામાં બ્રિટિશ ગરાસિયા એજન્ટ હતા અને ભૂજમાં આસિસ્ટન્ટ જજ થયા હતા. દીવાનબહાદુરનું અક્ષરજીવન હંમેશાં ઊભું જ છે. સાહિત્ય એટલે નિબંધ, નાટક, કવિતા, ઇતિહાસ, વ્યાપારને લગતું સાહિત્ય વગેરે અનેક વિષયો ઉપર તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખેલાં. તેમાંનો મોટો ભાગ મુદ્રાંકિત થયો છે અને કેટલાંકની હસ્તલિખિત નકલો છાપખાનામાં મોકલી શકાય તેવી તૈયારી હતી. દીવાન બહાદુરનો દેવનાગરી લિપિ તરફ પક્ષપાત હતો તેથી ઘણાં પુસ્તકો તેમણે તે લિપિમાં છપાવ્યાં છે. આ પુસ્તકોની હસ્તલિખિત પ્રતો પોતાના હાથથી જ હંમેશાં તૈયાર કરતા અને તે દેવનાગરી તથા ગુજરાતી બંનેમાં – જેમાં પુસ્તક છપાવવાનું હોય તે લિપિમાં – તૈયાર કરતા. વૃદ્ધ ઉંમરે પણ તેમની શારીરિક શક્તિ મેં ક્ષીણ થઈ નહોતી અને નિયમ પ્રમાણે વાચન-લેખનનું કામ ચાલુ જ રાખતા. લેખનકાર્ય એ તેમનું ધર્મકાર્ય હતું. સારા પ્રતિભાશાળી વિદ્વાન પુરુષે પોતાને જે મેં કહેવાનું લખવું જ જોઈએ એમ પણ તેઓ માનતા. આવી માન્યતા તેમને નાનપણથી જ થઈ હતી અને તેથી તેમનાં પુસ્તકોનાં વસ્તુઓ બોધક રહેતાં. એ સિવાય સંસ્કૃત ભાષા તરફ તેમને ઘણી ભક્તિ હતી – જોકે ગુજરાતી તો સરળ જ લખાવું જોઈએ એવો તેમનો આગ્રહ હતો-અને તેથી સંસ્કૃત નાટક વગેરેનાં ઘણાં ભાષાન્તર તેમણે કરેલાં. સ્વ. રણછોડભાઈના જીવનના બધા પ્રસંગો એકસામટા વિચારતાં એમ લાગે કે એમનું જીવન પુરુષાર્થના એક ઉત્તમ નમૂનારૂપ હતું. તેઓ પોતે પ્રારબ્ધને માનતા તે વાત સાચી છે પરંતુ પુરુષાર્થને કદી તેમણે વિસારેલો નહીં. | ગુજરાતમાં જ્યારે ચાલુ ગુજરાતી કેળવણીનો પાયો નખાતો હતો–ગુજરાતી ભાષામાં ગદ્યનું કોઈ પુસ્તક પણ અસ્તિત્વમાં નહોતું (ભગવાન શ્રી સ્વામીનારાયણનાં વચનામૃતો સિવાય) એ વખતે રણછોડભાઈનો જન્મ થયેલો. દીવાન બહાદુરનાં પુસ્તકોની યાદી–તેમણે પોતે જ પ્રગટ કરેલ “વેરનો વાંસે વશ્યો વારસો' એ નામના પુસ્તકને અંતે છપાવ્યા પ્રમાણે આપી છે. જયકુમાર વિજય, લલિતાદુઃખદર્શક, નળદમયંતી નાટક, માલવિકાગ્નિમિત્ર, રત્નાવલિ નાટિકા, બાણાસુરમદમર્દન, હરિશ્ચંદ્ર નાટક, તારામતી સ્વયંવર, પ્રેમરાય અને ચારુમતી, મદાલસા અને ઋતુધ્વજ, વિક્રમોર્વશી નાટક, રસમાળા ભાગ ૧ તથા ૨, રણપિંગળ ભાગ ૧, ૨, ૩, બર્થોલ્ડ, શેક્સપીઅર નાટકકથાસંગ્રહ, પ્રાસ્તાવિક કથાસંગ્રહ, નાટ્યપ્રકાશ, પાદશાહી રાજનીતિ, કુળ વિશે નિબંધ, સંતોષ સુરતરુ, લઘુસિદ્ધાંતકૌમુદીનું ભાષાન્તર, હિતોપદેશ, યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથેનો વ્યાપાર ભાગ ૧થી ૫. હસ્તલિખિત ગ્રંથો : રસપ્રકાશ, અલંકારપ્રકાશ, શ્રાવ્યકાવ્ય, ગોપાલ અને સુંદરી, ગોપાલ અને મહાકુંવર, રોધીયોગિની, શૃંગારનિષેધકરૂપક, વંઠેલ વિરહનાં કૂડાં કૃત્ય, ભાણજીનો ભવાડો, આમદની ઉફાંત, મધુર અને મધુરી, માધવી પંડિતાની આત્મકથા, ફારસી કાવ્યરચના અને રુબાઈ, કચ્છ દેશનો ઇતિહાસ, યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર-૧૦ પુસ્તકો. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy