SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અર્થે જે પ્રયાસ કરતા તેમાં રણછોડભાઈ પોતાનો ફાળો હંમેશ આપતા. રણછોડભાઈ મુંબઈથી ઈ.સ. ૧૮૮૪ વિ. સં. ૧૯૪૦માં કચ્છ-ભૂજમાં ગયા. તે વખતે ત્યાં મહિભાઈ જરાભાઈ દીવાન હતા. રણછોડભાઈએ હજૂર આસિસ્ટન્ટ અને પેશકરનો ચાર્જ રા. ચૂનીભાઈ સારાભાઈ પાસેથી લીધો. રા. મોતીલાલ લાલભાઈ દીવાન નિમાયા હતા, જેમણે પંદર વરસ દીવાનગીરી કરી. તેઓ નિવૃત્ત ધતાં શ, રણછોડભાઈ દીવાન તરીકે નિમાયા અને બે વરસ કામ કરી ૧૯૦૪માં નિવૃત્ત થયા. આમ એકંદર વીસ વરસ તેમણે કચ્છની સેવામાં ગાળ્યાં. તે બધાં વરસો ઉદ્યોગનાં અને પ્રવૃત્તિનાં જ હતાં. સવારમાં ત્રણ-સાડાત્રણ વાગે ઊઠતાં. સાત સુધી સાહિત્યના ઊંધો. સંબંધી કામ શરૂ રાખતા. સાત વાગતાં ઓફિસનું કામ શરૂ કરતા. ટપાલ જોવી, તુમારો લખાવવા, અરજદારોને મળવું વગેરે બધું કામ દસ વાગતાં પૂરું કરાવી ભોજન લેવા બેસતા. ભોજન લઈ પા અરધો કલાક વિદ્યામ લેવાની તેમને ટેવ હતી તે પ્રમાણે વિશ્રામ લઈ સાડા અગિયાર વાગતાં ઓફિસમાં જતા. ઓફિસનું કામ ત્રણ-સાડાત્રણે પૂરું કરી મહારાવ પાસે જવું પડતું. ત્યાં છ કે સાત પણ વાગી જતા. નામદાર મહારાવને થોડી મુદતમાં જ રણછોડભાઈનાં પ્રામાજિકતા, સત્યનિષ્ઠા, નિયમિતતા વગેરે પ્રત્યક્ષ થતાં તેઓએ તેમની પાસેથી ઘણું કામ લેવાની પદ્ધતિ રાખી હતી. ગરાસદારોના ગરાસ વગેરેની વ્યવસ્થાનું બધું કામ રણછોડભાઈ હસ્તક હતું અને કાર્યમાં એમણે એટલી બધી કુશળતા બતાવી કે દરબાર તેમજ ભાયાનો બંનેનો સરખો ચાહ તેઓએ મેળવ્યો હતો. કચ્છ રાજ્યમાં ત્યાંની પ્રજા રાજકાજમાં ભાગ નથી તેની અને બહારનાં લોકોને લાવવાં પડે છે એ બાબતમાં ઘણાં વરસો અગાઉ છાપાંઓમાં ચર્ચા ચાલી હતી. ર. રણછોડભાઈની પહેલેથી જ ત્યાંની પ્રજા તરફ પ્રીતિ હતી અને યોગ્યતા પ્રમાણે તેઓને કામકાજમાં ભાગ લેવાની તક મળે એવા હેતુથી નામદાર દરબારશ્રીને વારંવાર ભલામણ કરી ત્યાંનાં લોકોને જગ્યાઓ અપાવતા. તેમના પ્રયાસથી ન્યાયખાતામાં કચ્છના ઘણા કેળવાયેલા ગૃહસ્થો જગ્યા મેળવી શક્યા હતા. રાજદરબારની ખટપટો તો બધે હોય છે, ક્યાંક ઓછી તો ક્યાંક વધારે; પરંતુ કચ્છના નિવાસ દરમિયાન રણછોડભાઈને પ્રમાણમાં આવી કોઈ ખટપટોનો અનુભવ થયો નહોતો-તેમ બનવામાં તેમનો સ્વભાવ મુખ્ય કારણભૂત હતો. Jain Education International ૨૨૩ જ તેઓ સ્પષ્ટવક્તા તેમ જ નિખાલસ હતા. બીજાઓનાં કામ સાથે નિસબત રાખતો નહીં તેમ જ એકમાર્ગી હતા; એટલે ખટપટના કાંઈ છાંટા તેમને ઊડવા સંભવ નહોતો તેથી તેમણે કોઈ એ પ્રકારના પ્રસંગો અનુભવ્યા હોય એમ જણાયું નથી. તેમની એકમાર્ગી અને સાહિત્યપ્રિય પ્રવૃત્તિને કચ્છમાં ઘણું પોષણ મળ્યું હતું. પિંગળનાં સાધનો એકઠાં કરવામાં લગભગ આઠ-દસ વરસ તો નીકળી ગયાં હતાં. એ સિવાય કચ્છમાં વસતા સંસ્કૃતભાષાભિન્ન પંડિતો, શાસ્ત્રીઓ, જ્યોતિષીઓ વગેરેનો પણ સહવાસ તેઓ રાખતા. તેમને પોતાને સાધુસંત વગેરેને હળવામળવાનો અને તેમની પાસેથી જાણવાનો શોખ હતો. તેથી તેવા સંતપુરુષોને મળવા ઘણા ઉત્સુક રહેતા. કચ્છમાંથી ઇ. સ. ૧૯૦૪માં તેઓ વતન પાછા આવ્યા. મહુધામાં રહેવું તેમને ગમ્યું નહીં અને મુંબઈ જઈ રહ્યા. કચ્છમાંથી પાછા આવ્યા છતાં ત્યાં તેમને વારંવાર જવું પડતું અને કેટલેક પ્રસંગે તો આઠ-દસ માસ સુધી પણ ત્યાં રહેવું પડતું. ઈ. સ. ૧૯૦૭ના સપ્ટેમ્બર માસમાં મુંબઈમાં બીજી સાહિત્ય પરિષદ ભરાઈ તે પ્રસંગે વ્યવસ્થાપક મંડળે રા. રણછોડભાઈની પ્રમુખ તરીકે પસંદગી કરી હતી, પરંતુ તેઓ કચ્છમાં હતા અને પોતાની નાની પુત્રીના મંદવાડને કારણે રોકાઈ રહ્યા હતા તેથી પ્રસંગે પ્રમુખપદ સ્વીકારી શક્યા નહોતા. ખે વરસ પછીથી રાજકોટ મુકામે ભરાયેલ પરિષદમાં તેઓ ખાસ હાજર રહ્યા હતા અને તેના કામકાજમાં ઘણા રસપૂર્વક ભાગ લીધો હતો. સાહિત્ય પરિષદનું પ્રદર્શન ખુલ્લું મૂકતાં એજન્ટ ટુ ધી ગવર્નર હીલે અંગ્રેજીમાં જે ભાષણ આપ્યું હતું તેનો સાર તે જ વખતે રા. રણછોડભાઈએ સભામાં ગુજરાતીમાં કહી સંભળાવ્યો હતો. ઈ. સ. ૧૯૧૨ના એપ્રિલ માસમાં વડોદરા મુકામે ભરાયેલી સાહિત્યપરિષદનું પ્રમુખપદે તેમને સર્વાનુમતે આપવામાં આવેલું હતું. તે પ્રસંગે તેમણે વિદ્વત્તાયુક્ત ભાષણ કર્યું હતું. સાહિત્ય પ્રતિ ચાહના ધરાવનાર સૌ નાના-મોટા લેખકોના ગમે તેવા પ્રયાસ તરફ પણ પોતે દિલસોજી ધરાવતા. નવા લેખકોમાં પણ જેમની શૈલી સરળ હોય તેનો પક્ષપાત કરતા. કુશાલ નિર્મૂલ કરવા તેઓ હંમેશાં તત્પર રહેતા. બાળલગ્ન, વૃલગ્ન, કુળ જોવાની રીત, એક ઉપરાંત બીજી પત્ની કરવાની પ્રથા, મરણ પછાડની દશા, એકાદશાનાં ભોજન, રડવા-ફૂટવાની પ્રથા-આવાં તરફ તેમને અણગમો હતો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy