SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પોલિટિકલ એજન્ટ મેજર રિડ્ઝની આંખમાં તે ઘણું ખટક્યું. આખર એમને બહાનું મળ્યું. કાઉન્સિલમાંથી ભાયાત મેમ્બર ગુજરી જવાથી એની જગ્યાએ એક વાંધાભર્યા જુવાનિયાને નીમવા મેજર રિડ્ઝ મથ્યા. તે બાબતે કાઉન્સિલમાં ફાટફૂટ થઈ અને સરકારમાં રિપૉર્ટ થયો. સરકારે કાઉન્સિલ ફરી નીમવા હુકમ કર્યો અને મણિભાઈને અસલ જગા ઉપર જવાનો હુકમ થયો જે દિવસે મણિભાઈએ કચ્છ છોડ્યું તે દિવસે પ્રજાએ પોતાનો અસંતોષ જાહેર કરવા હડતાળ પાડી, ઇલાકાનાં નાનાંમોટાં વર્તમાનપત્રો થયેલા ગેરઇન્સાફ તરફ એકસરખા ગાજી ઊઠ્યાં. એમણે વડોદરા જવું પસંદ કર્યું. મણિભાઈ વડોદરા આવ્યા પણ દેશી રાજ્યોએ મેળવેલો એ અમૂલ્ય મણિ એજન્સીની ધૂળમાં અમસ્તો ઢંકાઈ રહ્યો નહીં. તેમનામાં રહેલાં જવાહીરને લીધે રાજા સર ટી. માધવરાવે તેમને વડોદરામાં રાખી લેવા માગણી કરી અને જે ખાતાંઓમાં એમની બાહોશી સિદ્ધ થઈ ચૂકી હતી તેવા પબ્લિક વર્કસ, મ્યુનિસિપાલિટી ગિરાસ પોલીસ અને જેલ ઉપરાંત સેટલમેન્ટ કમિશ્નર તથા સરસૂબાના અખત્યાર સાથે હજૂર આસિસ્ટન્ટના હોદ્દા ઉપર એમને નીમ્યા. યુવરાજ શ્રી ખેંગારજી સાહેબ મુંબઈ ગયા આ વખતે એમની વય સત્તર વર્ષની હતી અને ગવર્નર સર જેમ્સ ફરગ્યુસનને યુક્તિથી સમજાવી મણિભાઈને પાછા બોલાવવા હુકમ કરાવ્યો. યુવરાજના બુદ્ધિકૌશલ્યે ગવર્નરને મહાત કર્યા અને એમને એટલી કુમળી વયે રાજ્યકારભાર સોંપવાનું ઠર્યું. “મણિભાઈ પાછા આવે છે” એ હકીકતનો તાર પોતાના માતુશ્રી તરફ મોકલ્યો, પરંતુ એટલા શબ્દો સાંભળવા જ એ પોતાની જિંદગી ટકાવી રહ્યા હોય એમ એ પવિત્ર માતા તરત જ સ્વર્ગઘામ પધાર્યા. સરકારથી હુકમો થયા અને મણિભાઈ પાછા કચ્છ આવવા નીકળ્યા. તેમના મનમાં પણ કચ્છથી જે એકદમ પાછા ફરવું પડ્યું હતું તે ઘણું ખટકતું હતું. રિજન્સીનાં છ વર્ષ વીતી જતાં મહારાવશ્રીનો રાજ્યાભિષેક થયો. ૧૮૮૩માં યુવરાજને માટે બાંધેલી આશાઓ ફલિભૂત થઈ, અભિષેકક્રિયા થયા પછી રાજનીતિનું ધોરણ થતાં પ્રજામાં ભારે ઉત્સાહ ફેલાયો. આ અવસરે મણિભાઈને સરકારે ‘દીવાન બહાદુર’ બનાવ્યા. આ પદવી મેળવનાર એ પહેલા જ ગુજરાતી હતા. દરેક ગામડાંમાં સરકાર ધારા ઉપરાંત ‘ગામ ઝાંપા’, ‘નામનું લોકલ સેસ' જેવું નાનું ફંડ ગામ લોકો તરફથી ઉઘરાવવામાં આવતું અને તેની Jain Education International ૨૧૩ વ્યવસ્થા ગામના મુખીઓ કરતા. એકહથ્થુ સત્તાના હિમાયતીઓને મણિભાઈએ ચેતવણી આપીને કહ્યું કે એવા સ્વરાજ્યનાં બીજ સંભાળથી અને સદ્ભાવથી ઉછેરજો, ઉચ્છેદશો નહીં. મણિભાઈમાં અમાત્યની પ્રતિભા સાથે એક શિક્ષણશાસ્ત્રી તરીકે ઊંડી નજર તથા તલસ્પર્શીપણું ખાસ ધ્યાન ખેંચે છે. કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની કન્યાશાળાઓ માટે ખાસ ક્રમવાર જુદી વાચનમાળા તૈયાર કરાવવા મણિભાઈએ યોજના ઘડી કાઢી અને મુંબઈ સરકારના કેળવણી ખાતાને એ યોજના મોકલી આપી. તેમના પરિણામમાં ટેક્સબૂક રિવિઝન કમિટી બેસે તે વખતે તે યોજના પ્રમાણે બે-ત્રણ ચોપડીઓ છોકરીઓના ઉપયોગ માટે વિશેષ તૈયાર કરાવવા કર્યું. ‘કચ્છ - ગરબાવલી'નો જન્મ પણ કન્યાકેળવણીમાં રસ લેનાર મણિભાઈને લીધે જ થયો હતો. કવિશ્વર દલપતરામે નવી કેળવણીની સંહિતા જેવી નીતિ સુબોધક ગરબીઓ રચી આપી. ગરબી સાહિત્યમાં સારો ઉમેરો કર્યો. તે આ વખતમાં જ કારીગરો માટે ભૂજમાં આર્ટ સ્કૂલ બનાવી. ભૂજનું કોતરકામ તથા ભરતકામ મશહૂર છે. એમની કલામાં નવીનતા નહોતી તે આણવા એ સ્કૂલે ઘણું કર્યું. એમના નમૂનામાં કલાનિધાનની ખામી દૂર થવા પામી. રાવશ્રી લખપતજીના વખતમાં કચ્છનો એક કારીગર રામસિંગ માલમ હતો. તે વલંદાઓ સાથે યુરોપ પકડાઈ ગયો હતો. તેમના પાછા આવ્યા પછી એણે નવી કારીગરી બતાવી અને ભૂજનો ‘ઐના મહાલ’ એણે બાંધેલો છે. તેવી જાતની કારીગરીને સતેજ કરવા રાજ્યે કલામંદિર ખોલ્યું. ઈ.સ. ૧૮૮૫માં પ્રથમ ગોઠવેલા ધ્યેય પ્રમાણે પાછું વડોદરા આવવા મણિભાઈએ તૈયારી કરી. રાજદરબારથી તેમની સેવાઓની કદર થઈ અને રાજપ્રજાના અપૂર્વ માન સાથે વડોદરા તરફ તેમણે પગલાં ભર્યાં. મણિભાઈ કચ્છની દીવાનગીરી ઉપરથી આવેલા તથા અંગ્રેજ સરકારે એમને ‘દીવાન બહાદુર’ બનાવેલા તેથી શ્રીમંતે તેમના દરજ્જાને લાયક પબ્લિક વર્કસ, મ્યુનિસિપાલિટી કેળવણી અને ન્યાય એ ખાતાના ઉપરી નીમી નાયબ દીવાન બનાવ્યા. વડોદરામાં . લગભગ ૧૮૭૭-૭૮માં દેશીભાષા દ્વારા ઇજનેરી ડૉક્ટરી અને ખેતીવાડીનું શિક્ષણ આપવા સારુ ડૉ. સર ભાલચંદ્રને મુખ્ય અધ્યાપક નીમી ‘વર્નાક્યુલર કોલેજ ઑફ સાયન્સ' કાઢવામાં આવી હતી. એ કૉલેજમાંથી બહાર પડેલા સ્નાતકો તે તે વિષયમાં સારી રીતે કેળવાઈને બહાર પડ્યા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy