SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સાધવી, ખંત ભરેલી ખેતીથી દેશની આબાદી કરવી અને કેળવણી તથા સાહિત્ય દ્વારા લોકોમાં જ્ઞાનપ્રચારની જોગવાઈ મેળવવી એ તથા બીજાં લોકહિતનાં સાધનોને પહેલી તકે ઉપયોગમાં લેવા એ ચૂકતા નહી, જ્યાં જ્યાં એમણે પગલાં મૂક્યા ત્યાં ત્યાં એમનો આ જ ઉદ્દેશ રહ્યો. ૧૮૭૩માં નેટિવ આસિસ્ટન્ટ તરીકે મણિભાઈ પાલણપુર–દરબારની નાખુશી છતાં વડોદરા આવવા નીકળ્યા. વડોદરાની લગામ આ વખતમાં દાદાભાઈ નવરોજીના હાથમાં હતી. રાજતંત્ર થાળે પાડવા એ રાજ્યહિતચિંતકે અથાગ પ્રયત્નો આદર્યા, પણ અંધાધૂંધીનો જામેલો અંધકાર ઓસર્યો નહીં અને દાદાભાઈ નિરુત્સાહી થઈ જતા રહ્યા. રેસિડેન્સી સાથેનાં કામોમાં મણિભાઈ સાથે એમને ઘણા પ્રસંગ પડેલા. ૧૮૭૫માં મણિભાઈને નામદાર બ્રિટિશ સરકારે તે વખતનો મોંઘો રાવબહાદુરનો ખિતાબ આપ્યો. વડોદરામાં અણીની વખતની તેમની નૈષ્ઠિક સેવા તેમનો અનુભવ તથા પ્રકાશમાં આવેલી મુત્સદીની સ્વાભાવિક બુદ્ધિથી લોભાઈ કર્નલ બારની સૂચનાથી કચ્છના રાવશ્રી પ્રાગમલ્લજીએ પોતાના છેલ્લા વિલમાં રાજ્યની આંતરવ્યવસ્થાની લગામ મણિભાઈને સોંપવા લખ્યું. બાલક, યુવરાજ શ્રી ખેંગારજીને રાજકર્તાને છાજે એવી કેળવણી આપવાની જવાબદારી એમને શિર મૂકી. એ વિશ્વાસને યોગ્ય એમનાથી બનતું કર્યું. મણિભાઈ કચ્છમાં દાખલ થયા તે વખતે રાજ્યનો કારોબાર રિજન્સી કાઉન્સિલ ચલાવતી. પાલણપુરમાં પરિચિત થયેલ કર્નલ બાર કાઉન્સિલના પ્રેસિડન્ટ હતા. દીવાન પહેલાં મેમ્બર, એક રાજકુટુંબનો માણસ, એક ભાયાત અને વેપારીવર્ગમાંથી એક પ્રતિષ્ઠિત સભ્ય-એમ મળીને રાજ્યતંત્ર ચાલતું હતું. મહારાવ પ્રાગમલજીની પંદર વર્ષની કારકિર્દી દરમ્યાન છ દીવાનો બદલાયા હતા અને દરેક દીવાનની સાથે આખું રાજતંત્ર બદલવામાં આવતું. હવે દરબારમાંથી એવી ‘ખટપટ’ જેવી વસ્તુ અદૃશ્ય થઈ ગઈ. કચ્છ સાથે મણિભાઈનો સંબંધ એવો નિકટ થઈ ગયો હતો કે કચ્છ એ તેમનો કીર્તિસ્તંભ હતો અને એમના યશનો સુમેરુ ત્યાં પ્રકાશી રહ્યો. ચાર્જ લીધા પછી રાજ્યહિત સુધારવાના ઘણા પ્રદેશો એમની નજરે પડ્યા. કચ્છના જાડેજા ભાયાતો સંબંધી ખાસ મહત્ત્વના સવાલે એમનું પહેલું ધ્યાન ખેંચ્યું. મણિભાઈએ Jain Education International ધન્ય ધરા કલમના જોરે પાર ઉતાર્યું અને બધા ભાયાતોને નિયમમાં આણ્યા. ભાયાતોના નવા વારસને જાગીર મળે તે વખતે કચ્છ નરેન્દ્ર શ્રી મહારાવની સત્તા સર્વોપરી ગણાઈ. આમ શ્રી મહારાવ પ્રાગમલ્લજીને જિંદગીભર જે સવાલો સતાવતા હતા તેમનો ચુકાદો આવતા સૌને સ્વાભાવિક સંતોષ થયો. રાજ્યનું મહેસૂલ વધે એ હેતુથી પડતર જમીનો ૫૯,૦૦૦ એકર જેટલી વવરાવી પંદર નવાં ગામ વસાવ્યાં. કચ્છમાં વરસાદ અનિયમિત અને પ્રમાણમાં ઓછો હોવાથી ખેતીમાં કુવેતર માટે રાજ્યમાં બે હજાર કૂવાઓ રાજ્ય ખર્ચે ખોદાવ્યા અને એ ખર્ચના બદલામાં દર વર્ષે પિયાવાના પૈસા મળતા. મહેસૂલની ઊપજમાં એક લાખ રૂપિયાનો સંગીન વધારો થયો. દરિયા કાંઠાની જમીનો ઉપર તાડ, ખજૂરી, નારિયેળી વગેરે ઝાડ આબાદ ઊગે તેમના અખતરા કર્યા, જંગલો વધવા દઈ જંગલ ખાતું ખોલ્યું. વહાણનો વેપાર નિર્ભય કરવા દરિયાઈ પોલીસ ઊભી કરી. વેપાર વધે તે હેતુથી દેશના મુખ્ય બંદર માંડવીનાં આલબર્ટ પેક વોટરે બંધાવ્યું. રુકમાવતી નદી ઉપર પુલ થયો અને એકંદરે વેપારીઓને સગવડ મળી. આયાત કરતાં નિકાસ ઉપરની જકાત ઓછી થવાથી પરદેશ સાથેના વેપારમાં સુગમતા થઈ. પુરાતન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડનારી શોધને ઉત્તેજન મળ્યું. ભૂસ્તરશાસ્ત્ર તેમજ ખનિજ પદાર્થોની તપાસ કરવા એક ખાતું સ્થાપ્યું, ડુંગરની જમીનમાંથી ફટકડી, લોબાન કોયલા તથા પથ્થર વગેરે ખોદી કઢાય તે ખાતે ઇજનેરો નીમી તે કામ શરૂ કર્યું. ફક્ત ફટકડી બનાવવામાં રાજ્યને ૧૮૭૭માં પંદર હજારની ઊપજ થઈ હતી. ન્યાયખાતું વ્યવસ્થિત કર્યું, રાજ્યમાં સાત દવાખાનાં થયાં. સરકારના હુકમો અને બીજી વહીવટી આજ્ઞાઓને પ્રકાશમાં લાવવા ‘કચ્છ ગેજેટ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. શાળાઓની સંખ્યા ૪૩થી વધીને ૧૨૦ થઈ. તેર કન્યાશાળાઓ સ્થાપી. ભાયાતોના કુમારોને કેળવવા ખાસ કાળજી લેવાઈ અને એમની જુદી નિશાળ ઉઘાડી. મંદિરનાં મહંત, ચેલાઓ અને પૂજારીઓને સંસ્કૃતનો અભ્યાસ આવશ્યક ગણી સંસ્કૃત પાઠશાળા સ્થપાવી. સરકારે કચ્છમાં એવી ગોઠવણ કરવા માંગી કે બ્રિટિશ રાજ્યને મીઠાનો વેપાર સોંપી દેવો. જીવનની ખાસ જરૂરિયાતની વસ્તુ ઉપર ‘પોલ ટેક્સ’ જેવી નામોશીભરી જકાત મૂકવા દેશી રાજ્યો નારાજ હતાં, તેથી મણિભાઈએ મીઠાનો વેપાર સરકારને આપવા તેમને ખાસ વાંધો બતાવ્યો એમની બહુમતી થઈ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy