SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ તે કોલેજનો જ પુનર્જન્મ ૧૮૯૦માં કલાભવન'ની સ્થાપનાથી જાણે થયો! કચ્છમાં કલામંદિરની સ્થાપના જે ઉદ્દેશથી કરી હતી તેવા જ ઉદ્દેશ્યથી ધંધાદારી વ્યવહારુ કેળવણી આપવા પ્રો. ગજ્જરની દેખરેખ નીચે “કલાભવન' સ્થપાયું. સ્વભાષા દ્વારા ટેક્નિકલ શિક્ષણ આપનારી એ સંસ્થા આખા ઇલાકામાં અદ્વિતીય ભવનમાં સુતારી, લુહારી, શિલ્પ, ચિત્ર, સાંચાકામ, ઇજનેરી, રંગારી, વણાટ વગેરેનું શિક્ષણ અપાય. શિક્ષણ એટલે એક ભાષણમાંથી ઉતારો કરીએ તો The education of the hand and the eye, with that of the mind. રાજ્યની હદમાં વેપારની સગવડ ખાતર શાખા રેલ્વે કાઢી તેની તાકીદે સગવડ કરી આપવાના ઉપાયો યોજાયા. ખાતાઓ માટે દક્ષિણી ગુજરાતીની સરખી સંખ્યા રાખી ગ્રેજ્યુએટોને દાખલ કરવા માંડ્યા. આ અરસામાં સંસ્કૃત ગ્રંથોમાંથી ગુજરાતી ભાષાંતર કરાવવા માટે પ્રો. મણિલાલ નભુભાઈને વડોદરામાં લાવનાર મણિભાઈ હતા. પાટણના જૈન ભંડારોમાં સંઘરી રખાયેલા ઘણા અપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રન્થોની હાથપ્રતો તપાસવાનું કામ એમણે કર્યું અને પરિણામે “પદર્શન સમુચ્ચય', “દયાશ્રય”, “મહાકાવ્ય', “તર્કભાષા', “સિદ્ધાંતકૌમુદી', ‘કુમારપાળ પ્રબન્ધ' વગેરે ગ્રન્થો ભાષાંતર સહિત એમણે તૈયાર કરી છપાવ્યા. આ કાર્ય માટે ૩૦,000 જુદા કાઢવામાં આવ્યા હતા અને પ્રો. મણિલાલને એક રૂપિયાના પાંચ શ્લોક પ્રમાણે ઉદાર મહેનતાણું આપવામાં આવ્યું હતું કેળવણી ખાતે પોતાની દેખરેખ નીચે સોંપાતા મણિભાઈએ પ્રાચીન કવિઓના હસ્તલિખિત ગ્રન્થોના ભંડાર જે અંધકારમાં દટાઈ રહ્યા હતા તેમને પ્રકાશમાં લાવી ઉધઈનો ભોગ થતાં અટકાવી ગ્રન્થોનો જીર્ણોધ્ધાર કરાવવા રૂા. ૧૨,૦૦૦ અને પછી બીજા ૬૦૦૦ની રકમ મંજૂર કરાવી અને મહાકવિ પ્રેમાનંદ, રત્નેશ્વર વલ્લભ, ભાલણ, દયારામ, ભોજો ભક્ત, ધીરો ભક્ત, ગિરધર વગેરે કવિઓનાં કાવ્યરત્નોનો ઝબકાર ગુજરાતને પહેલ-વહેલો બતાવવામાં એ મુખ્ય નિમિત્ત થયા હતા. . પોતાના પ્રમુખપણા નીચે કાવ્યોનું સંશોધન કરવા કમિટી નીમી. રા, બ. હરગોવિન્દદાસ કાંટાવાળા દ્વારા “પ્રાચીનકાવ્યમાળા'ના ૩૫ અંકો પ્રકાશમાં આવ્યા અને એક રીતે એ ગુજરાતી કવિઓનાં યશ:શરીરને કાળબળથી નાશ થતાં અટકાવવામાં સારા સાધભૂત થયા. મણિભાઈનો એ ઉપકાર ધન્ય ધરા ગુર્જર પ્રજાએ સંભારી રાખવા જેવો છે. મહારાજાના યુરોપ પ્રવાસ સમયે આખા રાજ્યનો ભાર મણિભાઈને માથે પડ્યો અને નાનપણનો અર્થનો વ્યાધિ વિશેષ જોર ઉપર આવ્યો. તેમનું નબળું પડેલું શરીર વધેલો બોજો ખમી શક્યું નહીં અને માંદગીના ભણકારા થવા માંડ્યા. થોડો વખત ગાડું રગડદગડ ચાલ્યું એટલામાં શ્રીમંતની સવારી પરત દેશમાં પધારી. તેમને લથડતી તબિયતની હકીકત નિવેદન કરી. “જોઈશ” કહી કેટલોક વખત શ્રીમંતે કાઢ્યો. આખરે એક દિવસ તે વિષેનો એકાએક નિર્ણય થતાં મણિભાઈને રીસ ચઢેલી. ઈ.સ. ૧૮૯૫ ઓગસ્ટમાં મણિભાઈ મુંબઈ પહોંચ્યા. ‘આર્યમિત્ર' નામના મંડલ તરફથી વિજયાદશમીનું પર્વ સંમેલનરૂપે ઊજવાતું હતું. એ મંડળે મણિભાઈને ઉત્સવમાં નિમંત્રણ આપ્યું અને પ્રમુખ તરીકે આપેલા એમના પહેલા જાહેર ભાષણે લોકોનાં મન ઉપર વિજય મેળવ્યો. એમની તબિયત લથડતી જ ચાલી. તેમનાં આપ્તજનો બધાં ભેગાં થયાં અને શુશ્રુષા બહુ જ કાળજીથી થવા માંડી. એમને માંદા જાણી દૂરથી માણસો જોવા આવતા અને રોજ કેટલાયે કાગળો આવતા. શ્રીમંત ગાયકવાડ સરકાર પણ પેટલાદ દુષ્કાળની સ્થિતિ જોવા પધારેલા તે વખતે એમના “મણિનિવાસ'માં તબિયત જોવા પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવા મણિભાઈનું શરીર આખરે ઠેકાણે ન જ આવ્યું. મૃત્યુનાં પગલાં સંભળાયાં અને સં. ૧૯૫૬ છપ્પનિયા કાળ'ની ફાગણ વદ બારશને દિવસે મણિભાઈની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી. દીવાન બહાદુર નર્મદાશંકર દેવશંકર મહેતા આ સ્વાશ્રયી અને પ્રતાપી નરરત્નનો જન્મ સાક્ષરભૂમિ નડિયાદમાં મહેતા દેવશંકર નભુલાલ મામલતદારને ત્યાં થયેલો. તેમનાં માતુશ્રીનું નામ રુક્ષ્મણીબા હતું. તેમના પિતાશ્રી ચીખલી તાલુકાના મામલતદાર હતા, જેથી માતૃપક્ષમાં જાણીતા મસ્ત કવિ બાલાશંકર ઉલ્લાસરામ અર્જુનલાલને ત્યાં બાળપણ ગાળી શરૂઆતની કેળવણી લીધેલી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy