SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૈરભ ભાગ-૨ ૨૦૯ દેશી રાજ્યના દીવાનો -શ્રી દોલત ભટ્ટ હજારો વર્ષો પહેલાં માનવી રખડતું-ભટકતું જીવન ત્યજીને સ્થાયી જીવન જીવતો થયો અને ખેતી અને પશુપાલન જેવાં કર્મોએ એને સમૂહમાં રહેવાની ફરજ પાડી, ત્યારથી માનવજીવનમાં એક સામૂહિક વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ. કુટુંબજીવનને તો આપોઆપ વડીલ વ્યક્તિ મળી રહેતા, પણ બહોળા સમાજ માટે એક મુખીની જરૂર પડતી. ધીમે ધીમે એ મુખ્ય માણસ ગામધણી-ગરાસદારઠાકોર-દરબાર અને રાજારૂપે સમાજના રક્ષણહાર તરીકે સ્થિર થયા. જગતમાં સમાજવાદી-સામ્યવાદી વિચારસરણીએ સ્વતંત્રતાની હવા ઊભી કરી અને અનેક દેશો રાજાશાહીની ચુંગાલમાંથી મુક્ત ન થયા ત્યાં સુધી પૃથ્વી પર રાજાશાહીનું વર્ચસ્વ રહ્યું. પરંતુ રાજ્ય ચલાવવા માટેની અનેકવિધ કાર્યવાહી માત્ર રાજાથી જ ન ચાલતી. રાજાને તો પ્રજાના કલ્યાણ માટે, રક્ષણ માટે, પાલન-પોષણ માટે હૃદયની ભાવના રાખવાની હોય એનો અમલ કરવાનું ખરું કામ તો રાજ્યના વ્યવસ્થાતંત્રે જ કરવાનું હોય. આ અમલીકરણની પ્રક્રિયાઓના વડાને દીવાન કે અમાત્ય કે મંત્રી તરીકે ઓળખતા. રાજાની ભાવના પ્રમાણે રાજ્ય વહીવટ ચાલે તેની સઘળી જવાબદારી દીવાનની રહેતી, એટલે ‘યથા રાજા તથા પ્રજા' એ સૂત્ર પ્રચારમાં હતું. તેમ જેવો દીવાન તેવો વહીવટ’–એ સૂત્ર પણ લોકસમાજમાં હતું. એટલે જ દલપતરામની એક કવિતામાં રાજાને દોષ દેવાને બદલે કહ્યું છે કે “દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર.” એટલે તો દીવાન દ્વારા ચાલતા વહીવટથી રાજ્ય વિકાસ સાધે કે ખાઈમાં પડે. ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહથી માંડીને વડોદરા-દાંતા–જૂનાગઢ–ભાવનગર રાજ્યના દીવાનોની ઉજ્વળ પરંપરા નોંધાયેલી છે. પ્રજાહિતમાં શાસન ચલાવવું એ દીવાનની પહેલી ફરજ છે. પ્રજાને મન દીવાન જ સાચો રાજવી છે. દેશી રાજ્યોના દીવાનો ઉપરની આ લેખમાળા રજૂ કરનાર શ્રી દોલતભાઈ ભટ્ટ ગાંધીયુગના જૂના, પીઢ પત્રકાર અને લોકસાહિત્યકાર તરીકે બૃહદ્ ગુજરાતમાં સારું એવું માનપાન પામ્યા છે. હાલ ગાંધીનગરમાં સ્થિર થયા છે. –સંપાદક દીવાન સામળદાસ મહેતા ભાવનગર રાજ્યના રાજાપ્રજાપ્રિય થયેલા દીવાન સામળદાસ પરમાણંદદાસ મહેતાના પૂર્વજો ઘોઘાના વતની હતા. તેમના દાદા રણછોડદાસે બરોડા રાજ્યના મોટા લશ્કરી ખાતાના મુખ્ય કારભારી તરીકે પ્રામાણિક અને વફાદારીપૂર્વક એકધારું ૨૧ વર્ષ સુધી કાબેલિયતપૂર્વક કામ કર્યું હતું. તેઓ ૧૮ વર્ષની વયે ઈ.સ. ૧૭૯૯ના વર્ષમાં વડોદરામાં અવસાન પામ્યા હતા ત્યારે તેમના એકના એક પુત્ર પરમાણંદની ઉંમર માત્ર ૪ વર્ષની હતી. તેમની માતા તેમને લઈને પોતાના વતન ઘોઘામાં આવી રહ્યા હતા. પરમાણંદદાસે યુવાન થતાં વેપાર-ધંધામાં ધ્યાન આપ્યું તેને કારણે તેમને ભાવનગર મહારાજા શ્રી વજેસિંહજી પાસે અવારનવાર જવાનું થતું. મહારાજાએ વડનગરા નાગર યુવાનની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy