SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ હોંશિયારી અને તેનું પાણી પારખી લીધું. તેમને ઈ.સ. ૧૮૧૭ના વર્ષમાં રાજ્યના નાયબ દીવાનના મોભાદાર અને જવાબદારીભર્યા હોદ્દા પર નિમણૂક આપી ત્યારે તેમની ઉંમર ૨૧ વર્ષની હતી. તે સમયે રાજ્ય સામે ઘણા મોટા પડકારો હતા. મહુવા–સાવરકુંડલા વગેરેના ભાવનગર રાજ્ય સામે બંડ અને બહારવટાં ચાલતાં. પરમાણંદદાસે તેમાં કુનેહ કાબેલિયત અને બહાદુરીનો ત્રગડ રચી બળ ઓછું કર્યું. તેમણે રાજ્યમાં પડેલી પડતર જમીન ખેડૂતોને ઉદાર શરતોએ આપી ખેતીની પેદાશ વધારી, ખેડૂત તેમજ રાજ્યને લાભકારી પગલાં ભરેલાં, આ ઉપરાંત લોકો માટે વાવ-કૂવા ગળાવ્યાં. પશુઓ માટે અવેડા બંધાવી રાજ્યને પરમાર્થપંથે દોરી ગયા. તેમના કામની કદરરૂપે નાયબ દીવાનપદેથી બઢતી આપી દીવાન બનાવ્યા હતા. ૧૮ વર્ષ દીવાનપદે રહી પરમાણંદદાસે ઉંમરને કારણે દીવાનપદ છોડ્યું, એ પછી દીવાનપદે નાગર ગૃહસ્થો આવતા ગયા. છેલ્લે ગૌરીશંકર ઉદયશંકર ઓઝાએ વૃદ્ધાવસ્થાને કારણે હોદ્દો છોડ્યો ત્યારે સામળદાસ પરમાણંદદાસ મહેતાને દીવાનપદ પ્રાપ્ત થયું, તે દિવસ હતો ૧૩ જાન્યુઆરી ૧૮૭૯નો. સામળદાસભાઈનો જન્મ રજૂબહેનની કૂખે ઘોઘા ગામે ૧૮મી જૂન, ૧૮૨૮ના રોજ થયો હતો. તેઓ ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. સામળદાસભાઈ ગુજરાતી, વ્રજ, ફારસી અને સંસ્કૃતના જાણકાર હતા. ૧૮ વર્ષની વયે ભાવનગર રાજ્યની નોકરીમાં દાખલ થઈ ન્યાય તેમજ રાજ્યદ્વારી હોદ્દા પર રહી તેમણે બુદ્ધિ-ચાતુર્ય બતાવ્યું હતું. ઈ.સ. ૧૮૬૪માં મુખ્ય ન્યાયાધીશ બન્યા તે સાથે તેઓ નાયબ દીવાનનો પણ હોદો ભોગવતા હતા. ત્યાં સુધી રાજ્યમાં કોઈ કાયદાનું બંધારણ હતું નહીં. તે કાર્ય તેમને સોંપવામાં આવ્યું. તેમણે પ્રજાના રીતરિવાજોને લક્ષ્યમાં લઈને પ્રથમ કાયદાઓ ઘડ્યા. ભાવનગર રાજ્ય અને અંગ્રેજ સરકાર વચ્ચે ગેરસમજણ થવાને કારણે ૧૧૬ ગામોની દીવાની-ફોજદારી સત્તા રાજ્ય પાસેથી આંચકી લઈ સરકારે પોતાના હસ્તક રાખી હતી. તે પોતાની કાબેલિયત કામે લગાડી ઈ.સ. ૧૮૬૬માં ભાવનગર રાજ્ય માટે પાછી મેળવી રાજ્યની ગયેલી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી હતી. ઈ.સ. ૧૮૭૦માં મહારાજાના અવસાન પછી કુંવર નાની ઉંમરના હોવાને કારણે રાજ્યનો વહીવટ જોડાયેલા કારભારીઓને સોંપાયો ત્યારે સામળદાસભાઈએ મહેસૂલ અને રાજ્યદ્વારી વિભાગના કારભારી તરીકે ફરજ બજાવી ઘણા Jain Education International ધન્ય ધરા અગત્યના સુધારા સૂચવ્યા અને તેનો અમલ કરાવ્યો હતો. દીવાન થયા પૂર્વે તેમના આ રાજ્ય-પ્રજાલક્ષી અભિગમે સારી છાપ ઉપસાવેલી. આ દીવાનની સલાહથી ભાવનગર-ગોંડલ રેલ્વે સડક બંધાવી રેલ્વે વહેવાર શરૂ કરાવેલો. ter શામળદાસ કોલેજ અસલ આમ સામળદાસ દીવાનનાં કાર્યોની કદર કરીને મહારાજા તખ્તસિંહજીએ તેમને વાર્ષિક રૂા. ૧૬૦૦૦ની ઉપજવાળું ગામ જલાલપોર' વંશપરંપરા બક્ષિસ કર્યું હતું. દીવાન સામળદાસે અમદાવાદની આર્ટ્સ કોલેજને રૂા. ૨૦૦૦ અને ફિમેલ ટ્રેનિંગ કોલેજને રૂા. ૫૦૦ની મદદ કરી હતી. આ પ્રજાપ્રિય દીવાન સામળદાસનું અણધાર્યું અવસાન ૨૭ ઓગસ્ટ, ૧૮૮૪ના રોજ થયું હતું, ત્યારે તેમની ઉંમર ૫૭ વર્ષની હતી. ભાવનગર મહારાજાએ તેમની સ્મૃતિમાં સામળદાસ આર્ટસ કૉલેજ બંધાવી તા. ૭ જાન્યુઆરી ૧૮૮૫ના રોજ ખુલ્લી મૂકેલી જે આજે પણ કાર્યરત છે. તેમના અવસાન પછી તેમના મોટા પુત્ર ૩૦ વર્ષની વયે ભાવનગરના દીવાનપદે બેઠા હતા. સામળદાસભાઈની મુંબઈ અને ભાવનગરમાં મળી રૂા. ૧,૫૦,૦૦૦ની કુલ મિલ્કત હતી. દિ. બ. મણિભાઈ જશભાઈ For Private & Personal Use Only મણિભાઈનો જન્મ સં. ૧૯૦૦માં સાક્ષરો અને મુત્સદ્દીઓની ભૂમિ કહેવાતા નડિયાદમાં થયો હતો. તે વખતે તેમના પિતા જશભાઈ ફોજદાર હતા. તેમના પ્રામાણિક વર્તનથી લોકોનો તેમજ અમલદારોનો વિશ્વાસ તથા પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy