SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કુમારપાળનાં રાજકીય પરાક્રમોમાં શાકંભરીના રાજાનો પરાજય, બલ્લાલનો વધ, મલ્લિકાર્જુનનો વધ જેવી ઘટના ધ્યાનાર્હ ગણાય છે. એના સમયમાં સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદેપુર વગેરે પ્રદેશો ઉપર એનું આધિપત્ય હતું. ઉત્તરમાં સાંભર-અજમેરના ચાહમાન રાજ્ય ઉપર અને દક્ષિણ ઉત્તર-કોંકણના શિલાહાર રાજ્ય ઉપર એનો રાજકીય પ્રભાવ પ્રસર્યો હતો. આમ તો કુલધર્મ અનુસાર તે શૈવ હતો પરન્તુ વાંસોવાંસ તે જૈનધર્મનો પ્રભાવક રહ્યો હતો, જેની પ્રતીતિ ઘણા અભિલેખથી પુરવાર થઈ છે. એણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અણહિલપુરમાં કુમારપાળેશ્વર નામે શિવાલયનું નિર્માણ કરેલું. એના સમયમાં સંખ્યાતીત જિનાલય નિર્માણ પામ્યાં હતાં. કહેવાય છે કે વિભિન્ન પ્રદેશોમાં એણે ૧૪૪૦ વિહાર કરાવેલા. ગુજરાતનાં ઘણાં જૂનાં દેરાસર કુમારપાળ કે મંત્રીઓ વસ્તુપાલ-તેજપાલે કરાવ્યાં હતાં. ગુજરાતમાં જૈનધર્મના અભ્યુદયમાં સોલંકી શાસક કુમારપાળનું સ્થાન મોખરે છે. આ સમયની ગુજરાતી લિપિના વિકાસમાં કુમારપાળનું યોગદાન નોંધપાત્ર ગણાય છે. એના શાસનકાળ દરમ્યાન પાશુપતાચાર્ય પ્રસર્વજ્ઞ નામનો મહાપંડિત હતો. ઉપરાંત ભાસર્વજ્ઞ નામનો વિદ્વાન હતો, જેણે પાશુપત પંથને અનુલક્ષીને ગળગરિા નામક ગ્રંથ રચેલો. તાગમુકુટ ગણેશ સંવતનો અઢારમો સૈકો, બહુચરાજીનું મંદિરમહેસાણા જિલ્લો Jain Education International ૨૦૦ હેમચંદ્રાચાર્યના પ્રાકૃતહયાશ્રયમાં કુમારપાલના દિગ્વિજયનું વર્ણન છે. એમાં સિંધુ, વારાણસી, મગધ, ગૌડ, કન્નોજ, દશાર્ણ ચેટ્ટી, દિલ્હી ઇત્યાદિ રાજ્યોના વિજયનો નિર્દેશ છે. કુમારપાળના સમયના અભિલેખો કુમારપાળ વિશે ઘણી માહિતી આપે છે. જયસિંહસૂરિએ તથા જિનમંડનગણિએ પણ કુમારપાળના દિગ્વિજયનું નિરૂપણ કર્યું છે. શ્રાવકપંથનો અંગીકાર કરતાં કુમારપાળે માંસ, મદ્ય, દ્યુત, પરદારાચૌર્ય જેવાં ત્યાગનાં વ્રત લીધાં હોવાનું કહેવાયું છે. એણે રાજ્યમાં અમારિઘોષણા કરી હતી. અણહિલવાડમાં એણે કુમારપાલવિહાર તથા ત્રિભુવનવિહાર બંધાવ્યા હતા. પ્રભાસમાં પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. જાલોરના કાંચનગિરિગઢ ઉપર કુમારવિહાર નામે જૈન ચૈત્ય કરાવ્યું. વિદ્યમાન દેરાસરોમાં તારંગા પરનું અજિતનાથ મંદિર કુમારપાળના સમયનું છે. કુમારપાળની વિનંતીથી હેમચંદ્રાચાર્યે ‘ત્રિષષ્ટિ શાલાકાપુરુષ ચિરત'ની રચના કરી. એણે સંઘ કાઢીને સૌરાષ્ટ્રમાં જૈનતીર્થોની યાત્રા કરી હતી. કુમારપાળે અપુત્રિકાધન (અપુત્ર વિધવાનું ધન) જેવા ક્રૂર રિવાજને દૂર કર્યો હતો. આમ, ગુજરાતના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસમાં કુમારપાળનું સ્થાન ધ્યાનાર્હ ગણાય છે. For Private & Personal Use Only અંબાજીનું મંદિર www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy