SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શારીરિક સૌંદર્ય તેમ જ દેહસૌષ્ઠવ કાંતિમાન હતાં. ઘાટીલા શરીરયુક્ત આ રાજાને સ્વયંવર પ્રસંગે સંખ્યાતીત રાજકન્યાઓએ વરમાળા આરોપી હતી. શરીરના સૌંદર્ય સાથે આત્માનું–હૃદયનું સૌંદર્ય એના ઉદાર ચિરતને વધારે ઉદાત્ત બનાવતું હતું એટલે જ તેણે બ્રાહ્મણોના કલ્યાણાર્થે અને ધર્મના વિકાસ વાસ્તે છૂટથી દાન દીધાં હતાં. આમ, આ રાજા ધર્માભિમુખ વૃત્તિથી પૂર્ણ હતો. અશ્વવિદ્યા, ગવિદ્યા, રવિદ્યા તથા તલવાર અને ઢાલબાજીમાં એણે પ્રાવીણ્ય મેળવ્યું હતું. પોતાને શરણે આવેલા રાજાઓને કે અન્યોને એણે રક્ષણ આપ્યું હતું. પદભ્રષ્ટ રાજાઓને તેણે પુનઃ સત્તાધીશ બનાવ્યા હતા. સંગ્રામસંઘર્ષના અપવાદ સિવાય સામાન્યતઃ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાનું પૂર્ણ પાલન કરતો હતો. આથી ફલિત થાય છે કે એણે અહિંસાની આપણી સાંસ્કારિક પરંપરાનું–ભાવનાનું ભાથું અંકે કર્યું હતું. શત્રુનેય શરણું આપવામાં એણે સૌજન્ય દર્શાવ્યું હતું. આમ, એના દરિયાદિલ અને ખેલદિલીવાળા સ્વભાવનો પ્રત્યય પમાય છે. રુદ્રદામા ઉચ્ચ કોટીનો અધ્યેતા હતો. શબ્દશાસ્ત્ર (વ્યાકરણ), અર્થશાસ્ત્ર, ગાંધર્વવિદ્યા (સંગીત), ન્યાયવિદ્યા ઇત્યાદિ મહત્ત્વની વિદ્યાઓનાં પારણ (ગ્રહણ), ધારણ (સ્મૃતિ), વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન) અને પ્રયોગ (વ્યાવહારિક વિનિયોગઉપયોગ) દ્વારા એણે વિપુલ કીર્તિ પ્રાપ્ત કરી હતી. ગદ્યપદ્ય રચનામાં એ પ્રવીણ હતો. એનો શૈલલેખ ગદ્યમાં હોવા છતાંય ઘણો કાવ્યમય છે. આમ, એક આદર્શ રાજવીનાં અસંખ્ય લક્ષણ એનાં વ્યક્તિત્વમાં દૃષ્ટિગોચર થાય છે, જે નિમિત્તે એણે અશોકખ્યાત ખડક ઉપર લેખ ઉત્કીર્ણ કર્યો છે તે ઘટના જ એના લોકકલ્યાણની ભાવનાનું મૂર્તસ્વરૂપ છે. પ્રજાપાલક રાજવીના પ્રજાપ્રેમી સૂબા સુવિશાખે એ યોજના પાર પાડવાની ભલામણ કરતાં રાજાએ પૌરજનો અને જાનપદજનોના અનુગ્રહાર્થે તેમ જ એમના ઉપર કોઈ પણ પ્રકારના નવા કરવેરા નાખ્યા વિના પોતાની તિજોરીમાંથી ઘણું દ્રવ્ય ખર્ચીને ‘સુદર્શન’ તળાવને હતું તે કરતાંય વિશેષ સુદર્શન બનાવ્યું. લોકકલ્યાણની ભાવના સાથે રાજ્યવ્યવસ્થાની સુદૃઢતા સારુ પણ તે એટલો જ સચિંત હતો. એની રાજ્ય-તિજોરી યોગ્ય રીતે જ વિધોટી, જકાત અને સોનાચાંદી–રત્નોથી ભરપૂર હતી. અમાત્ય ગુણોથી યુક્ત એવા મતિસચિવો (સલાહકાર મંત્રીઓ)ની અને કર્મસચિવો (કાર્યકારી પ્રધાનો)ની નિમણૂક કરી રાજ્યનું સબળ અને સફળ સંચાલન આ રાજાએ કર્યું હતું. [આ Jain Education International ધન્ય ધરા રાજા વિશે વધુ માહિતી મેળવવા સારુ અને જરૂરી વિશેષ વાચન તથા સંદર્ભસામગ્રી અંકે કરવા કાજે રસેશ જમીનદારકૃત ‘ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ' ગ્રંથ અવશ્ય જોવો; જેનું પ્રકાશન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરે વિક્રમ સંવત ૨૦૬૨માં કર્યું છે. પૃષ્ઠ સંખ્યા ૪૦૫ + ૧૨ + ત્રણ નકશા, સાત આલેખ, ૨૮ સિક્કાચિત્ર, ૨૦ શિલાલેખચિત્ર, ૨૮ લલિતકલાનાં ચિત્ર છે]. ગુર્જર સંસ્કૃતિનો જ્યોતિર્ધર કુમારપાળ ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં સોલંકી વંશનુંચૌલુક્યવંશનું યોગદાન અપ્રતિમ છે. સોલંકી શાસકોનાં સત્તાકાળ દરમ્યાન ગુજરાતનો રાજકીય ઇતિહાસ અને સાંસ્કૃતિક જીવન અભ્યુદયી હતાં. ગુજરાતનું આ ત્રીજું સમર્થ સ્વતંત્ર રાજ્ય હતું. આશરે પોણા ચાર સૈકા પર્યન્ત આપણા રાજ્યના સોલંકી શાસકોએ સંસ્કાર અને સંસ્કૃતિના ક્ષેત્રે દાયિત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે. સારસ્વતમંડલમાં (એટલે કે સરસ્વતી નદીના કાંઠાળા વિસ્તારમાં) વિક્રમ સંવત ૯૯૮માં મૂળરાજે સ્થાપેલું સોલંકી વંશનું રાજ્ય ઉત્તરોત્તર વિસ્તરતું ગયું અને સર્વગ્રાહી સાંસ્કારિક અને સાંસ્કૃતિક અભ્યુદય પામતું ગયું. પ્રસ્તુત અભ્યુદય એટલો જ્વલંત અને પરિપક્વ હતો કે રાષ્ટ્રના સર્વ ક્ષેત્રીય વિકાસમાં એનું ધ્યાનાર્હ પ્રદાન સોનેરી પ્રકરણસમ ઊપસી રહ્યું. આ વિકાસમાં ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ અને કુમારપાળનો ફાળો ધ્યાનયોગ્ય ગણાય. સિદ્ધરાજ જયસિંહ એ ભીમદેવ ૧લાનો પૌત્ર હતો અને રાણી ઉદયમતીનો પણ પૌત્ર હતો. સિદ્ધરાજની બીજી પત્ની બકુલાદેવી હતી. ઉદયમતીના પુત્ર કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ અપુત્ર મરણ પામ્યો હોવાથી ઉદયમતીનો વંશ પૂરો થયો. આથી બીજી રાણી બકુલાદેવીના પ્રપૌત્ર ત્રિભુવનપાલના ત્રણ પુત્રમાંથી જ્યેષ્ઠ પુત્ર કુમારપાળને સિદ્ધરાજનો રાજસત્તાનો રાજ્યાધિકાર પ્રાપ્ત થયો હતો. કુમારપાળે વિક્રમ સંવત ૧૧૯૯થી ૧૨૩૦ સુધી એટલે કે ઈ.સ. ૧૧૪૩થી ૧૧૭૪ સુધી ત્રણ દાયકાથી વધુ સમય સુધી સત્તાનાં સૂત્ર સંભાળ્યાં હતાં. સિદ્ધરાજની જેમ એ પણ અપુત્ર હોવાથી એનો ભત્રીજો (એટલે લઘુ બંધુ મહિપાલનો પુત્ર) અજયપાલ ગાદીપતિ બને છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy