SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પહેલ પ્રથમ સ્વતંત્ર રાજકીય અને ભૌગોલિક એકમની પ્રસ્થાપનામાં આ રાજવંશે ગુજરાતમાં રાજકીય ઇતિહાસના ઘડતરમાં અને તે દ્વારા ભારતના રાજકીય ઇતિહાસના ઘડતરમાં પોતાનો વિશિષ્ટ અને લાક્ષણિક ફાળો નોંધાવ્યો છે, એટલું જ નહીં આટલા લાંબા કાળ દરમ્યાન વ્યવસ્થિત રાજ્ય ચલાવી તંદુરસ્ત રાજવહીવટીય પ્રણાલી અને પરંપરા પ્રસ્થાપવાની એક ઉમદા તક આ રાજવંશે અંકે કરી હતી. તેથી આપણે ઉજાગર થવાની જરૂર છે. હમણાં નોંધ્યું તેમ ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં ક્ષત્રપ રાજવીઓનું શાસન તો નિઃશંક પહેલું દીર્ઘશાસન છે જ; પણ ભારતના ઐતિહાસિકયુગના રાજવંશોમાંય પ્રાયઃ એમનું દીર્ઘશાસન આદ્ય હોવા સંભવે છે, કેમ કે એમના પુરોગામી રાજવંશ મૌર્યોએ લગભગ એકસો ઓગણચાલીસ વર્ષ (ઈસ્વીપૂર્વ ૩૨૨થી ઈસ્વીપૂર્વ ૧૮૪) જેટલો સમય શાસનનાં સૂત્રો સંભાળ્યાં હતાં, જ્યારે એના અનુગામી રાજવંશના ગુપ્તોએ લગભગ દોઢસો વર્ષ સુધી (ઈસ્વી ૩૧૯થી ૪૭૦ સુધી) રાજસત્તા સંભાળી હતી. આમ, ગુજરાતના અને વાંસોવાંસ ભારતના રાજકીય ઇતિહાસમાં ક્ષત્રપ રાજવંશનું મહત્ત્વનું પ્રદાન છે. એમની દીર્ઘશાસનની પ્રણાલી અને ગુજરાત સંદર્ભે એમનું ધ્યાનાર્હ યોગદાન છે એમણે સ્થાપેલું સહુ પ્રથમ સ્વતંત્ર રાજ્ય. આવા સર્વપ્રથમ સમૃદ્ધ સ્વતંત્ર રાજ્યનો સમર્થ અને આદર્શ રાજવી હતો મહાક્ષત્રપ રુદ્રદામા. પશ્ચિમી ક્ષત્રપ વંશોમાંના પ્રથમ વંશ ક્ષહરાત ક્ષત્રપો પછી કાર્દમકવંશથી વિખ્યાત મોટું ક્ષત્રપકુલ સત્તાધીશ હતું. આ વંશનો પ્રથમ શાસક હતો ચાષ્ટન, જેણે દક્ષિણના સાતવાહન રાજાને હરાવીને પૂર્વજવંશે ગુમાવેલો પ્રદેશ પુનશ્ચ પ્રાપ્ત કરેલો અને તેની યાદમાં એક સંવત ચલાવેલો જે અનુકાલમાં શક સંવતથી સુખ્યાત થયો અને આજે રાષ્ટ્રીય સંવત તરીકે સમ્માનીય છે. આ જીતમાં એના પૌત્ર રુદ્રદામાનો સહયોગ અદ્વિતીય હતો. રુદ્રદામા સમગ્ર પશ્ચિમી ક્ષત્રપ કુલોના ત્રીસ જેટલા રાજાઓમાં એક આદર્શ રાજવી તો હતો તેમ સમર્થ શાસક પણ હતો. ચાષ્ટનના પૌત્ર અને જયદામાના પુત્ર રુદ્રદામા વિશેની માહિતી એણે પોતાના રાજકાલ દરમ્યાન પડાવેલા સિક્કાઓ અને જૂનાગઢના શૈલલેખથી તથા એના સમયના આંધો અને ખાવડાના શિલાલેખોથી પ્રાપ્ત થાય છે. એના ચાંદીના સિક્કા વર્ષનિર્દેશ વિનાના હોઈ એના સમયનિર્ણય વાસ્તે ઉપકારક નથી, પરન્તુ શૈલલેખ અને શિલાલેખો સમયનિર્દેશ યુક્ત હોઈ એનો Jain Education International ૨૦૫ સત્તાકાલ નિર્ણિત કરવામાં સુગમતા સંપડાવી આપે છે. શૈલલેખ એના વ્યક્તિત્વને મૂઠી ઊંચેરો ઓપ આપે છે. આશ્ચર્ય એ બાબતે છે કે પશ્ચિમી ક્ષત્રપોમાં સહુથી વધુ શક્તિસંપન્ન અને પ્રતાપી એવા આ રાજા વિશે અપવાદ સિવાય સમકાલીન કે/અને અનુકાલીન સાહિત્યમાં ક્યાંય ઉલ્લેખ નથી. સિક્કાના સંદર્ભે બૌદ્ધ પાલિ ગ્રંથોમાં રુદ્રદામાનો નિર્દેશ છે. આંધીના પ્ટિલેખો, ખાવડાનો શિલાલેખ અને જૂનાગઢના શૈલલેખમાં નિર્દિષ્ટ તિથિ ઉપરથી એનો ક્ષત્રપકાળ શક વર્ષ પર થી ૬૨ સુધી નિશ્ચિત હોવા સંભવે. તોલમાયની ભૂગોળ અનુસાર રુદ્રદામા ઈસ્વી ૧૪૦ પછી મહાક્ષત્રપનું પદ પામ્યો હોય. શક વર્ષ ૭૨ (ઈસ્વી ૧૫૦) માં તો તે મહાક્ષત્રપ હતો. ટૂંકમાં, એણે ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે એટલે કે યુવરાજ અને રાજા તરીકે શક વર્ષ પર-થી શક વર્ષ ૧૦૦ સુધી અર્થાત્ લગભગ પાંચ દાયકા સુધી સત્તાનાં સૂત્ર હસ્તગત રાખ્યાં હતાં. એના રાજ્યનો વિસ્તાર અર્વાચીન સ્થળનામોના પરિપ્રેક્ષ્યમાં આમ હોઈ શકે : ઉત્તરે મુલતાન સુધી, દક્ષિણે અનૂપ (માહિષ્મતી) સુધી, તો પૂર્વમાં માળવા અને નિમાડ સુધી તેમ જ પશ્ચિમે સમુદ્રકાંઠા (એટલે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો) સુધી હતો. જૂનાગઢનો એનો શિલાલેખ એનાં કારકિર્દી અને વ્યક્તિત્વને આલેખવામાં ઉપયોગી બની રહ્યો છે. આમાં આપેલા આ રાજાના ચારિત્ર્યચિત્રણના આધારે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં રુદ્રદામા સહુથી મહાન, પ્રતાપી અને પ્રભાવશાળી હોવાનું ફલિત થાય છે. એણે માળવા, સિંધ અને કોંકણ જીત્યાં. આંધ્રના સાતવાહન રાજાને-શાતકર્ણિને એણે બે વાર હરાવ્યો, પકડ્યો અને નજીકનો સંબંધી હોવાને કારણે છોડી મૂક્યો. પંજાબ, રાજસ્થાન અને ઉજ્જૈનના પ્રદેશો હાથ કર્યા. એની લશ્કરી કારકિર્દીનું યશસ્વી પ્રકરણ છે યૌધેયો ઉપરના વિજયનું, ત્યારે યૌધેય ગણરાજ્ય દેશ સમસ્તમાં પ્રબળ અને શક્તિસંપન્ન હતું અને સર્વત્ર એમનાં વીરત્વનાં વખાણ થતાં હતાં. એમની સત્તાને કોઈ પડકારી શક્યું ન હતું, એટલે ઘમંડી વૃત્તિથી સભર હતા. એમનો આ ઘમંડ રુદ્રદામાએ જબરજસ્તીથી એમને ઉખેડીને ઉતાર્યો હતો. આમ, રુદ્રદામાએ ઘણાં રાજ્ય જીતીને અને ઘણા રાજા પાસે પોતાનું આધિપત્ય સ્વીકારાવીને એણે જાતે પોતાની વીરતાની વાટે મહાક્ષત્રપનું બિરુદ અંકે કર્યું હતું. એની શારીરિક શક્તિ જેટલી પ્રબળ હતી એટલી જ એની માનસિક અને આત્મિક શક્તિ તેજસ્વી હતી. એનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy