SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ટાળવા ખાતર તેમણે તેમની રચનાઓમાં, પોતાની, માતાપિતાની કે જન્મ–સમય અંગેની વિગતો નોંધી નથી, પરંતુ તેમણે પ્રણામી ધર્મની ‘આદ્યપીઠ’– ખીજડામંદિર, જામનગરના ધર્માચાર્ય શ્રી જીવરામદાસ મહારાજ પાસે પ્રણામી ધર્મનું અધ્યયન કરેલું, તેથી તેમના જીવનકાળનો સમય લગભગ વિ.સં. ૧૮૯૦થી ૧૯૬૦નો ગણવામાં આવે છે. તેમણે પ્રણામી ધર્મની આઘજાગણીપીઠ-મહામંગલપુરીધામ સુરતના ધર્માચાર્ય શ્રી લાલજી મહારાજ પાસે પ્રણામી ધર્મની દીક્ષા લીધી હતી. લલ્લુજી ભટ્ટ જન્મે બ્રાહ્મણ હતા, તેથી તેમને ગળથૂથીમાંથી જ વેદો અને પુરાણસંહિતાનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. પ્રણામી ધર્મમાં દીક્ષિત થયા પછી તેમણે તેમના તે અમૂલ્ય જ્ઞાનનો વિનિયોગ તેમની રચના ‘વર્તમાન દીપક'માં કર્યો છે. નવતનપુરી–જામનગરના ધર્માચાર્ય શ્રી ધર્મદાસજી મહારાજે, જામનગરથી ૧૯૭૭માં એ ગ્રંથનું પ્રકાશન કર્યું છે. ડૉ. નરેશ પંડ્યા સંપાદિત ‘વર્તમાનદીપક'ની પ્રસ્તાવનામાં પંડિત મંગલજી ઉદ્ધવજી નોંધે છે તેમ શ્રી લલ્લુજી મહારાજે આ ગ્રંથની રચના વિ.સં. ૧૯૩૬થી ૧૯૪૪ દરમ્યાન કરી હતી. પોતાના ગ્રંથ ‘વર્તમાન દીપક'માં લલ્લુજી મહારાજે નારાયણની ઉત્પત્તિ, બુદ્ધાવતાર નિશ્ચય, મહામાયાની ઉત્પત્તિ, દેવચંદ્રજી તથા પ્રાણનાથજીનું જીવનવૃત્ત, પ્રાણનાથ-છત્રસાલ સંવાદ, છત્રસાલ-ઔરંગઝેબયુદ્ધ, ઔરંગઝેબની છત્રસાલ સાથે યુદ્ધ ન કરવાની પ્રતિજ્ઞા અને વૈરાગ્ય, ઔરંગઝેબનું અવસાન વગેરે ધાર્મિક તથા ઐતિહાસિક બાબતોનું વિગતવાર વર્ણન કર્યું છે. પ્રણામી ધર્મના વીતક સાહિત્યમાં મહત્ત્વ ધરાવતા તેમના ગ્રંથ ‘વર્તમાન દીપક’માં તેમણે પ્રણામી ધર્મના સિદ્ધાંતોની ચર્ચા વેદો અને પુરાણોના સમર્થનો સાથે પ્રસ્તુત કરી છે. ૮ પરિશિષ્ટો, ૮૭ કિરણો (પ્રકરણો) અને 5252 ચોપાઈઓ ધરાવતા, ગુરુશિષ્ય સંવાદરૂપે નિરૂપાયેલો આ ગ્રંથ ગુજરાતી ભાષામાં લખાયેલ એક માત્ર નોંધપાત્ર આધારભૂત ‘ગુજરાતી વીતક’ તરીકે પ્રસિદ્ધ છે. લાલસખી મહારાજ તરીકે પ્રસિદ્ધ શ્રી લલ્લુજી ભટ્ટે ‘વર્તમાન દીપક’ની રચના પછી, ‘સુરતી વિવાહ', ‘જીવ– ચેતવણી’, ‘ઈશ્વરબોધ’, ‘આતમબોધ’, ‘ટીકા સહિતની ગીતા', ‘ભજનસંગ્રહ' તથા જ્યોતિષ વિદ્યા પરનું પુસ્તક વગેરે ગ્રંથો લખીને પોતાનું આધ્યાત્મિક જ્ઞાન અને અનુભવ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યાં છે. તેમના અવિરત ધર્મ-સાધના, ચિંતન, મનન Jain Education International ધન્ય ધરા અને અધ્યયનને કારણે નાનકડું ગામ અલિંદ્રા આજે પ્રણામી ધર્મમાં ‘અલીપુરી ધામ' તરીકે પ્રસિદ્ધ છે. તેમના પોતાના ઘરને– મિલ્કતને તેમણે પ્રણામી ધર્મને ચરણે ધરી દીધી હતી. તેથી તેમની એ મૂળ જગ્યા પર બાંધવામાં આવેલું શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર તથા તેમની પરમ પાવન સ્મૃતિમાં બાંધવામાં આવેલું લાલસખી સમાધિ મંદિર' પ્રણામીઓનાં આસ્થા-સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. નાનકડા અલિદ્રા ગામે જન્મેલા ગુજરાતી સંત શ્રી લાલસખી–લલ્લુજી ભટ્ટ-પ્રણામી ધર્મમાં આદરપાત્ર પૂજ્ય સ્થાન ધરાવે છે. સેવાધર્મની મઘમઘતી સોડમ ડૉ. દિનેશ પંડિત પુરુષાર્થના પમરાટને સેવાધર્મની સોડમ દ્વારા મઘમઘતો રાખતી પ્રતિભા એટલે ડૉ. દિનેશ પંડિત! તેમનો જન્મ ખેડા જિલ્લાના ગામ માલવાડામાં પિતા મણિલાલ પંડિત અને માતા કંચનબાને ત્યાં, ૧૬ ડિસેમ્બર, ૧૯૪૨માં થયેલો. તેઓ પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક મહામતિ શ્રી પ્રાણનાથજીના ૧૩મી પેઢીએ વંશજ હોવાથી, તેમને તેમના પૂર્વજોનું દિવ્યજ્ઞાન, પ્રેમભક્તિ, નિષ્કામ કર્મભાવ અને નિઃસ્વાર્થ સેવાભાવનાના સંસ્કારો વારસામાં મળેલા. એ સંસ્કારોનું પાન કરતાં કરતાં તેમણે પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિ માલવાડામાં જ પૂરું કરેલું અને ઈ.સ. ૧૯૬૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.બી.-બી.એસ. તથા ૧૯૭૦માં તેઓ એમ.એસ.ની ચિકિત્સાક્ષેત્રની ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને F..C.S. (USA) પણ થયા. ‘માનવસેવા એ જ પ્રભુસેવા'ના સૂત્રને ચરિતાર્થ કરવા ડૉ. પંડિતે મધ્યયુગીન ભારતમાં જાહોજલાલીથી ભરપૂર ગણાતા પુરાણપ્રસિદ્ધ નગર ‘સ્તંભતીર્થ’-હાલના ખંભાતની સરકારી ‘કેનેડી એન્ડ ઝનાના' હોસ્પિટલમાં ચીફ સર્જન તરીકે જોડાઈને ચિકિત્સાના માધ્યમ વડે સેવાકાર્યનો પ્રારંભ કર્યો અને માત્ર બે વર્ષ સફળ સર્જન તરીકે સેવાઓ આપ્યા પછી તેઓએ મુક્તપણે સેવા કરવાના ધ્યેય સાથે, ચીફ સર્જનનો ઉચ્ચ હોદ્દો છોડીને, ખંભાતમાં જ ઈ.સ. ૧૯૭૩માં પોતાનું ચિકિત્સાલય ‘મનીષ સર્જિકલ હોસ્પિટલ' શરૂ કર્યું પોતાનું જ દવાખાનું હોવાથી ડૉ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy