SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગ્રંથ ‘છાંદોગ્ય ઉપનિષદ'માં પ્રણામી ધર્મદર્શન અને પ્રેમભક્તિની વ્યાપકતા અંગે વિગતવાર નિરૂપણ કર્યું છે. ટૂંકમાં પ્રણામી ધર્મદર્શનનું નિરૂપણ કરતા સંતોમાં ગુજરાતી સંત સ્વામી શ્રી મુકુંદદાસજીનું આદરપાત્ર સ્થાન રહ્યું છે. કરુણાસખી શ્રી જયરામભાઈ કંસારા પ્રણામી ધર્મમાં પરમધામની બ્રહ્માંગના કરુણાવતી સખીની સુરતા તરીકે પ્રસિદ્ધ શ્રી જયરામભાઈ કંસારા, પ્રણામી ધર્મના પ્રમાણિત વીતકકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ દીવમાં થયો હતો. તેમના જન્મ સંબંધી આધારભૂત માહિતી મળતી નથી, પરંતુ તેમણે પ્રણામી ધર્મના આદ્યસ્થાપક શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે વિ.સં. ૧૭૦૩માં પ્રણામી ધર્મની દીક્ષા લીધી હતી. તેઓ મહામતિશ્રી પ્રાણનાથજીના ગુરુભાઈ હતા. આથી જણાય છે કે તેઓ દેવચંદ્રજી મહારાજના તથા પ્રાણનાથજીના સમકાલીન હતા. શ્રી દેવચંદ્રજી મહારાજ જામનગરમાં પ્રણામી ધર્મની સત્સંગસભાઓ ભરતા હતા ત્યારે જયરામભાઈ દીવથી આકર્ષાઈને જામનગર જતા અને તેમની અમૃતવાણીનો લાભ લઈ કૃતાર્થ થતા, પરંતુ દેવચંદ્રજી મહારાજના ધામગમન પછી જયરામભાઈ કંસારા દીવમાં આવીને વળી પાછા માયાનાં લૌકિક-સંસારી કાર્યોમાં ખૂંપી ગયા હતા અને ધીમે ધીમે આત્મજાગૃતિથી દૂર થતાં થતાં ધર્મવિમુખ બનવા લાગ્યા હતા. એ અરસામાં વિ.સં. ૧૭૨૨માં મહામતિશ્રી પ્રાણનાથજી ધર્મપ્રચાર કરતાં કરતાં દીવ પહોંચ્યા અને જયરામભાઈને ઘેર જઈને ગુરુભાઈને નાતે તેમના આત્માને ઢંઢોળવા લાગ્યા. પ્રાણનાથજીએ તેમને પરમધામની રાસલીલા, વ્રજલીલા, પરમધામના ૨૫ પક્ષો અને રાજ-શ્યામાજી સાથે અખંડ લીલાવિહાર કરતા હતા, જલક્રીડા કરતા હતા અને મૂલમિલાવામાં પ્રેમસંવાદ કરતા હતા વગે૨ે તારતમી જ્ઞાન આપીને, તેમના માયામાં ડૂબી રહેલા આત્માને ઢંઢોળ્યો. સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે આપેલા મૂળ જ્ઞાનનું પુનઃ સ્મરણ કરાવતાં તેમણે કહ્યું કે “હેં જયરામભાઈ! આમને આમ ક્યાં સુધી કાંસું કાંટીશું? જીવન તો ક્ષણભંગુર છે આત્મકલ્યાણઆત્મજાગૃતિનો સમય આવી ગયો છે હવે તો જાગો!' પ્રાણનાથજીની દિવ્યવાણી સાંભળીને જયરામભાઈનો આત્મા જાગી ઊઠ્યો. તેઓ પશ્ચાત્તાપનાં આંસુ સારવા લાગ્યા. તેમના આત્મામાં દિવ્યપ્રકાશનો સંચાર થયો અને ત્યારથી તેઓ અન્ય જીવોને પણ તારતમ જ્ઞાન આપી જાગૃત કરવા લાગ્યા! Jain Education International ૧૯૫ આત્મજાગૃતિની ચરમસીમાનો અનુભવ કરતાં કરતાં તેમણે પ્રણામી ધર્મમાં પ્રસિદ્ધ તારતમ સાગર' નામે વીતક ગ્રંથ લખ્યો છે, જેમાં તેમણે પોતે અનુભવેલી આત્મજાગૃતિ અને દિવ્યજ્ઞાન–પ્રકાશનું વર્ણન કર્યું છે. ‘તારતમ સાગર' વીતક ગ્રંથમાં તેમણે વિવિધધર્મોના ધર્મગ્રંથોની સાક્ષી અને સંદર્ભો આપીને અદ્વૈતધામ, સત્ ચિત્, આનંદ એ ત્રણે સ્વરૂપોની એકતા, પરમધામ વર્ણન, કેવલધામના વન, ઉપવન, નદી, સાતઘાટ, રાજભવનની શોભા, પૃથ્વીની ઉત્પત્તિ, અક્ષરબ્રહ્મની શક્તિ, માનવશરીરનું દાર્શનિક વિવેચન, વિવિધ દેવોની ઉત્પત્તિ અને તેમનાં કાર્યો, વિવિધ અવતારોની સાર્થકતા, શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓ, દેવચંદ્રજીનું જીવનવૃત્ત વગેરે બાબતોનું મનભાવન વર્ણન કર્યું છે. આ ગ્રંથમાં તેમણે ખડીબોલી-ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમાં છંદ-અલંકારોનો પણ ઉચિત ઉપયોગ થયો છે. પ્રત્યેક પ્રકરણને અંતે કરુણાસખીની છાપ નોંધીને તેમણે પોતાના નામનો મહિમા ગાવાને બદલે પરમધામની કરુણાવતી સખીનો મહિમા ગાયો છે. પ્રણામી ધર્મમાં દીવનગરના વતની જયરામ કંસારા રચિત ‘તારતમ સાગર' (કરુણાસાગર) વીતકનું આધ્યાત્મિક જાગૃતિ માટે મહત્ત્વ રહ્યું છે. ‘લાલસખી' શ્રી લલ્લુજી મહારાજ : લાલાની મહારા પ્રણામી ધર્મમાં અનુયાયીઓ પોતાના આરાધ્ય પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણને, પરમધામના મૂલ ધામધણી અને પોતાની આત્માના માલિક માનીને અનન્ય પ્રેમલક્ષણાભક્તિ દ્વારા તેમની આરાધના કરે છે અને તેથી સખીભાવે, દુલ્હા–દુલ્હનના ભાવથી પરમાત્માને ભજતાં ભજતાં દિવ્ય પરમધામમાં બિરાજમાન પોતાની પરઆતમની સુરતારૂપે દ્રષ્ટાભાવે આ જગતના ખેલને જોવા પ્રયત્ન કરે છે. શ્રી લલ્લુજી મહારાજ પણ એ જ સખી ભાવે પૂર્ણબ્રહ્મ પરમાત્માની ભક્તિ અનન્યભાવથી કરતા હતા, તેથી પ્રણામી ધર્મમાં તેઓ ‘લાલસખી’ની સુરતા તરીકે પ્રસિદ્ધ છે. શી તેમનો જન્મ ખેડા જિલ્લાના વસો ગામ પાસે આવેલા નાનકડા ગામ અલિંદ્રામાં થયો હતો. પોતાના નામની પ્રસિદ્ધિને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy