SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯૩ શેઠ હતું. ઠઠ્ઠાનગરમાં તેઓ લુહાણા શેઠ તરીકે પ્રસિદ્ધ હતા. વેદો, પુરાણો અને ભાગવતના જ્ઞાતા અને કથાકાર શ્રી લમણશેઠ, વિ.સં. ૧૭૨૪માં પ્રાણનાથજી ધર્મપ્રચારાર્થે ઠઠ્ઠાનગરમાં ગયા ત્યારે તેમના પરિચયમાં આવી તેમના શિષ્ય બન્યા અને લાલદાસ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ મહામતિ શ્રી પ્રાણનાથજીના કુશળ, કર્તવ્યનિષ્ઠ અને પ્રતિભાશાળી, વિશ્વાસુ શિષ્ય હતા. મુગલ શહેનશાહ ઔરંગઝેબને દિલ્હીમાં જઈને હિંદુઓ પર ધર્મને નામે અત્યાચારો ન કરી સત્ય ધર્મનું આચરણ કરવાનું સમજાવવા માટે, મહામતિ શ્રી પ્રાણનાથે ધર્મના નામ પર બલિદાન આપવા તૈયાર થયેલ પોતાના ૧૨ શિષ્યો મોકલ્યા હતા. તેમનું નેતૃત્વ લઈને લાલદાસ સ્વામીએ પોતાની કુરાને શરીફ પર આધારિત જ્ઞાનયુક્ત દલીલો દ્વારા ઔરંગઝેબને પણ પ્રભાવિત કર્યા હતા. મહામતિ શ્રી પ્રાણનાથજીના વિ.સં. ૧૭૪૦થી ૧૭૫૧ દરમ્યાનના મધ્યપ્રદેશ પન્નાના વસવાટ દરમ્યાન લાલદાસ સ્વામી પણ તેમના સાંનિધ્યમાં રહ્યા હતા. કહેવાય છે કે, બુંદેલકેશરી મહારાજા છત્રસાલજીની રાજધાની પન્નાથી ૬૫ કિ.મી. પશ્ચિમે તેમણે છતરપુર નગર વસાવ્યું હતું. રચનાઓ પૈકી ‘લાલદાસ કૃત વીતક' ગ્રંથ પરમ પાવન ધાર્મિક ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. લાલદાસકૃત ‘વીતક' : પ્રણામી ધર્મના પરમ પાવન ધાર્મિક ગ્રંથ “કુલજમ સ્વરૂપ’ અર્થાત્ “તારતમ સાગર’ પછી ‘લાલદાસકૃત વીતક' અત્યંત મહત્ત્વ ધરાવતો ગ્રંથ છે. તેથી દરેક પ્રણામી મંદિરોમાં આ ગ્રંથની પૂજા થાય છે. પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે આ ગ્રંથની રચના તેમણે મહામતિ શ્રી પ્રાણનાથજીના આદેશ પ્રમાણે મહામતિજીના ધામગમન વિ.સં. ૧૭૫૧ના અષાઢ વદિ-૪ના બીજા દિવસે શરૂ કરી અને ગ્રંથનું લેખનકાર્ય વિ.સં. ૧૭પ૧ના શ્રાવણ વદ-૮ના રોજ પૂર્ણ કર્યું. તેથી એ સમયગાળા દરમ્યાન આજે પણ પ્રણામી ધર્મનાં દરેક મંદિરોમાં તથા સંસ્થાઓનાં ભવનોમાં એ ગ્રંથ પર આધારિત “વીતક કથાનું રસપાન, પ્રણામી ધર્મના સાધુ-સંતો તથા વિદ્વાનો દ્વારા કરાવવામાં આવે છે. “વીતક' શબ્દનો અર્થ વીતી ગયેલી–બની ગયેલી ઘટનાઓનો વૃત્તાંત અર્થાત્ ઇતિહાસ થાય છે. હાલાર પ્રદેશની લોકબોલીમાં વીતક'નો અર્થ દુઃખ થાય છે. આથી વીતક' એટલે પ્રણામી ધર્મના શ્રી દેવચંદ્રજી, શ્રી પ્રાણનાથજી અને છત્રસાલજીને ધર્મપ્રચાર દરમ્યાન અનુભવવાં પડેલાં દુઃખો કે આપવીતીનો વૃત્તાંત! તેથી પ્રણામી ધર્મનું વીતક સાહિત્ય, દેવચંદ્રજી અને પ્રાણનાથજીનું જીવનવૃત્ત છે. નોંધપાત્ર બાબત છે કે હિન્દી કોશમાં “વીતક' શબ્દ ઉપલબ્ધ નથી. ૧૭મી સદી પૂર્વે લાલદાસ સ્વામી દ્વારા લખાયેલ “વીતક' નિઃસંદેહ ખડીબોલીમાં લખાયેલ પ્રથમ જીવનવૃત્ત છે. તેથી જણાય છે કે પ્રણામી ધર્મના લાલદાસ સ્વામીએ હિન્દી સાહિત્યને “વીતક સાહિત્યનો અભુત વારસો ભેટ આપ્યો છે અને તેથી લાલદાસ સ્વામીને ‘વીતક સાહિત્ય' પરંપરાના પ્રવર્તક-ઉદ્ગાતા માનવામાં આવે છે. લાલદાસ સ્વામી સિંધી, કચ્છી, ગુજરાતી, મારવાડી, હિન્દી (ખડીબોલી-વજભાષા), સંસ્કૃત ફારસી વગેરે ભાષાઓના પણ જાણકાર હતા. કુરાન, બાઇબલ, તૌરેત, જંબૂર જેવા કતેબ ગ્રંથોમાંથી મહામતિજીની વાણીનો સંદર્ભ શોધવામાં તેઓ કુશળ હતા. તેમણે વેદ-કતેબ ગ્રંથોના સંદર્ભો આપીને સમજાવ્યું હતું કે, “પ્રણામી ધર્મના આદ્યસ્થાપક શ્રી દેવચંદ્રજી મહારાજના પ્રગટ થવાના સંકેતો વેદ અને કહેબ ગ્રંથોમાં આપેલા છે.” ધર્મનું તારતમ્ય સમજાવતાં તેઓ કહેતા કે, “દરેક મનુષ્ય એક યા અન્ય સ્વરૂપે ધર્મ સાથે જોડાયેલો હોય છે. પ્રત્યેક વ્યક્તિને ક્યારેક, ક્યાંક કોઈક સ્વરૂપે પરમાત્માના અસ્તિત્વનો અહેસાસ થાય છે. દરેક મનુષ્યમાં માણસાઈ વસે છે તેને પામવાનું સાધન પ્રેમ છે. માણસ એટલે જ પ્રેમનો પમરાટ-સંસ્કૃતિનું પાંગરેલું પુષ્પ !” પોતાના “વીતક' ગ્રંથમાં સ્વામી લાલદાસજીએ, જામનગર પર કુતુબખાનું આક્રમણ, જસવંતસિંહનું અટકથી આગળ જવું, ઔરંગઝેબનું ઉદેપુર પર આક્રમણ, મધ્ય પ્રદેશમાં ઔરંગઝેબની નિષ્ફળતા, બુંદેલકેશરી મહારાજા છત્રસાલના વિજયો, પ્રાણનાથજીએ હિંદુરાજાઓને ઔરંગઝેબ સામે ધર્મયુદ્ધ ખેલવા કરેલો લલકાર વગેરે ઐતિહાસિક માહિતી આપી છે તથા ૧૭મી સદીના હિંદની ધાર્મિક, સામાજિક, રાજકીય અને પ્રણામી સાહિત્ય'માં મહામતિ શ્રી પ્રાણનાથજી પછી લાલદાસ સ્વામીનું નામ મહત્ત્વનું રહ્યું છે. તેમની મહત્ત્વની Jain Education Intemational Education International For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy