SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ અમદાવાદની જેલમાંથી મુક્ત થઈને શ્રી મિહિરાજ ઠાકુર દીવાનપદ જેવાં માયાનાં કાર્યોમાંથી મુક્ત થઈ, તેજકુંવરને સાથે રાખીને ધર્મ-પ્રચારના કાર્યમાં લાગી ગયા. અમદાવાદથી નીકળી દીવ, લાઠી, ઠઠ્ઠાનગર, અરબસ્તાનના મસ્કત, અબ્બાસી વગેરે સ્થળે ધર્મપ્રચાર કરી, નલિયા બંદરે આવ્યા. નલિયા બંદરેથી તેજકુંવર સુરતના આઠ સુંદરસાથ સાથે જામખંભાલિયા જઈને ધોરાજી પહોંચ્યા. જ્યાં મિહિરાજ ઠાકુર ધર્મપ્રચાર કરતા હતા. તેજકુંવરના નિર્દોષ પ્રેમ અને ધર્મના ગહન જ્ઞાનથી પ્રભાવિત થઈને સુરતના સુંદરસાથે તેમને પોતાનાં બહેન માન્યાં હતાં. ધોરાજીથી તેજકુંવર સહિત પોતાના શિષ્યો સાથે મિહિરાજ વિ.સં. ૧૭૨૯માં સુરત પહોંચ્યા. સુરતમાં તેજકુંવર અને મિહિરાજ ઠાકુરે ૧૭ માસ સુધી પ્રણામી ધર્મના પ્રચારનું કાર્ય જોરશોરથી ચલાવ્યું. પરિણામે ૩૭૦૦ જેટલા તેમના શિષ્યોએ તેમને ગુરુ માનીને વધાવી લીધા. તેથી પ્રણામી ધર્મની આદ્યપીઠ જામનગરના ગાદીપતિ બિહારીજીને ભય લાગ્યો કે મિહિરાજ તેમની જામનગરની ગાદી પચાવી પાડશે. છેવટે બિહારીજીએ મિહિરાજને પ્રણામી ધર્મમાંથી બહિષ્કૃત કરતો પત્ર મિહિરાજને સુરત મુકામે લખ્યો. તેથી સુરતમાં સ્થિત ૩૦૦૦ સુંદરસાથ દુઃખી થયા અને મિહિરાજને વિનંતી કરી કે તમને તથા તેજકુંવરને પ્રણામી ધર્મના પ્રચાર–પ્રસારની જવાબદારી સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે સોંપી છે. તેથી બિહારીજીથી સ્વતંત્ર બની, સુરતમાં ગાદી સ્થાપી ધર્મપ્રચાર કરવો. છેવટે મિહિરાજની સંમતિ લઈ, શ્રી મિહિરાજને તથા તેજકુંવરને સિંહાસન પર બેસાડીને સુરતમાં એકઠા થયેલા તમામ સુંદરસાથે મિહિરાજ ઠાકુર અને તેજકુંવરમાં, અનુક્રમે અક્ષરાતીત શ્રીરાજીની અર્થાત્ શ્રી કૃષ્ણજીની શક્તિનાં અને શ્યામાજી મહારાણી અર્થાત્ રાધાજીની શક્તિનાં દર્શન કરી, ધામધૂમપૂર્વક તેમની આરતી ઉતારી. ત્યારથી મિહિરાજ ઠાકુર મહામતિ શ્રી પ્રાણનાથજી તરીકે અને તેજકુંવર શ્રી બાઈજૂરાજજી મહારાણી તરીકે પ્રણામી જગતમાં પૂજાય છે. આમ ‘તેજકુંવરે પ્રણામી ધર્મમાં શ્યામાજી અર્થાત્ રાધાજીના સ્વરૂપનું સમ્માન મેળવીને તથા સૌરાષ્ટ્રનાં અણમોલ સ્ત્રીરત્ન તરીકે પ્રસિદ્ધ થઈને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનું પ્રણામી જગતમાં ગૌરવ વધાર્યું છે. બાઈજૂરાજ–તેજકુંવરના સુરતના શિષ્યો તેમને પોતાનાં બહેન ગણતા હતા તેથી સુરત તેજકુંવરના આધ્યાત્મિક પિયર તરીકે પ્રસિદ્ધ છે અને તેથી તેજકુંવરના જન્મદિવસ ચૈત્રી પૂનમે દર વર્ષે સુરતમાં તેજકુંવર-બાઈજૂરાજ–પ્રાગટ્યમહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાય છે. Jain Education International ધન્ય ધરા શ્રી પ્રાણનાથજી અને બાઈજૂરાજે (તેજકુંવર) સુરતથી ૫૦૦ શિષ્યો સાથે ધર્મપ્રચાર માટે મહાઅભિયાન-ધર્મકૂચ શરૂ કરી. તે વખતે સ્રી શિષ્યોની આગેવાની બાઈજૂરાજે નિભાવી હતી. સુરતથી અમદાવાદ, પાલનપુર, મેડતા, દિલ્હી, હરદ્વાર, ઉદેપુર, મંદસોર, ઔરંગાબાદ થઈને ધર્મપ્રચાર કરતાં કરતાં પ્રાણનાથજી અને બાઈજૂરાજજી ઈ.સ. ૧૬૮૩માં મધ્યપ્રદેશમાં આવેલા પન્ના મુકામે પહોંચ્યા. પન્નાના મહારાજા છત્રસાલે તેમનામાં રાજ-શ્યામાજી અર્થાત્ રાધા-કૃષ્ણનાં દર્શન કરી તેમને સિંહાસન પર બેસાડી પોતાની રાણીઓ સાથે તેમની આરતી ઉતારીને તેમનું શિષ્યત્વ ગ્રહણ કર્યું હતું. પન્નામાં બાઈજૂરાજ મહારાણી (તેજકુંવર)એ લગભગ દસ વર્ષ રહીને મહારાજા છત્રસાલની મજલી રાણી સહિતની રાજરાણીઓને ઉપદેશ આપી તેમને પ્રણામી ધર્મની દીક્ષા આપી હતી તથા ૫૦૦ શિષ્યો સાથે તેમણે સુરતથી ધર્મપ્રચારઅભિયાન શરૂ કર્યું હતું. તેઓ પન્ના પહોંચ્યાં ત્યારે શિષ્યોની સંખ્યા ૫૦૦૦થી વધુ થઈ ચૂકી હતી. મહામતિ શ્રી પ્રાણનાથજી ચિંતન, અધ્યયન-મનન અને ધર્મકાજમાં ડૂબેલા રહેતા હતા ત્યારે બાઈજૂરાજી ૫૦૦૦ શિષ્યોની રહેઠાણથી શરૂ કરીને તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડતાં હતાં તથા તેમને એક ધાર્મિક પ્રકારના આદર્શ રાજ્યની અનુભૂતિ થાય તે અંગેની તમામ જવાબદારી નિભાવી રહ્યાં હતાં તેથી ૫૦૦૦થી વધુ સુંદરસાથ તેમનામાં પરમધામનાં શ્યામાજી મહારાણી-બાઈજૂરાજજીનાં દર્શન કરી કૃતાર્થ થતો હતો. ઈ.સ. ૧૯૯૨માં તેજકુંવર તેમના તમામ શિષ્યોને રુદન કરતા છોડીને પરમધામને પંથે પરહર્યા હતાં. તેમના નશ્વરદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે તેમનો વિરહ સહન ન થતાં તેમના લગભગ દસેક શિષ્યોએ તેમની અગ્નિશય્યામાં કૂદી પડી પ્રાણત્યાગ કર્યો હતો. તેની નોંધ પ્રણામી ધર્મના વીતક સાહિત્ય’માં સગૌરવ કરવામાં આવી છે. ‘વીતક સાહિત્ય’ના ઉદ્દગાતા સ્વામી શ્રી લાલદાસજી મહારાજ પૂર્વે સુદામાપુરી તરીકે ઓળખાયેલા અને હાલમાં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર તરીકે સુપ્રસિદ્ધ નગર પોરબંદરમાં સ્વામી શ્રી લાલદાસજી મહારાજનો જન્મ થયેલો, પરંતુ તેમના જન્મ કે ધામગમન સમય અંગે આધારભૂત માહિતી મળતી નથી. તેઓ પ્રણામી ધર્મના પ્રવર્તક મહામતિ શ્રી પ્રાણનાથજીના સમકાલીન અને પ્રમુખ શિષ્ય હતા, તેથી તેમનો સમય પણ ૧૭મી સદીનો ગણી શકાય. તેમનું મૂળ નામ લક્ષ્મણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy