SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મંત્ર' અને ઇસ્લામ ધર્મની ‘લમા' કોતરાયેલા જોવા મળે છે. આમ મધ્યયુગીન ભારતીય સમાજમાંથી દૂષણો દૂર કરવા તેમણે પ્રયત્નો કર્યા હતા. * * * મહામતિ કહેતા કે “મનુષ્ય સંકુચિતતાથી પર થઈ વિચારે તો તેને સમજાશે કે બધા જ ધર્મો આખરે તો એક જ પરમ સત્યને ભજે છે.' તેમણે વેદ અને કતેબ પ્રકારના ગ્રંથો એકેશ્વરવાદની વાત કરે છે એમ કહી સંપ્રદાયનાં મંદિરોમાં અને પ્રાર્થના સભાઓમાં કુરાન-પુરાનનું અધ્યયન-ચર્ચા દાખલ કરી, ઈશ્વર-અલ્લાહનું સમ્માન કર્યું. પોતાની ધર્મયાત્રા દરમ્યાન દિલ્હીમાં ૧૬ માસ રોકાઈને ઔરંગઝેબને સત્યધર્મનું દર્શન કરાવવા પ્રયાસ કર્યો. હરિદ્વારમાં ધર્માચાર્યો–સાધુસંતો સાથે શાસ્ત્રાર્થ કરી પ્રણામી ધર્મ પદ્ધતિ સમજાવી, નિષ્કલંક બુદ્ધ તરીકે જાહેર થયા અને વિજયાનંદજી બુદ્ધ શક’ની સ્થાપના કરી. પ્રાણનાથજીએ હિંદુ ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ વગેરે ધર્મોના ધુરંધરોને જણાવ્યું કે “જો તેઓ પોતાના ધર્મનું બાહ્ય સ્વરૂપ છોડી વાસ્તવિક સ્વરૂપ સમજે તો સમજાશે કે બધા જ ધર્મો એક વિશ્વ ધર્મનાં અવિભાજ્ય અંગો છે.'' તેમણે યહુદીઓના તૌરેત’, દાઉદના અનુયાયીઓનો ‘જંબૂર’, ખ્રિસ્તીઓનું ‘બાઇબલ’, મુસલમાનોનું ‘કુરાન’ અને હિંદુઓના વેદ-ઉપનિષદો અર્થાત્ પશ્ચિમની દુનિયાના સેમેટિક સંસ્કૃતિના કહેબ ગ્રંથો અને પૂર્વના દેશોના હેમેટિક સંસ્કૃતિના વેદ ગ્રંથોનું ગહન અધ્યયન કરી સિદ્ધ કર્યું કે “અંતે સર્વ ધર્મોનો સાર એક જ છે, બધા જ ધર્મો એક જ પરમાત્માના સંદેશા છે અને માનવ માત્ર એક જ પૂર્ણબ્રહ્મ પરમાત્માના પાવન અંશો છે, માટે વિશ્વમાં એક જ ધર્મ હોઈ શકે અને તે માનવધર્મ” એમ કહી તમામ ધર્મોના સારભૂત તત્ત્વોનો સમન્વય સાધી ઉદારમતવાદી, પ્રેમકેન્દ્રી, માનવતાવાદી પ્રણામી ધર્મનો પ્રચાર કરી, પ્રાણનાથજીએ મધ્યયુગમાં વિશ્વધર્મનો માર્ગ ચીંધી, વિશ્વધર્મની બુનિયાદ ખડી કરી, પ્રણામી ધર્મને વિશ્વધર્મનું સ્વરૂપ બહ્યું હતું. પ્રણામી જગતનું અણમોલ સ્ત્રીરત્ન શ્રી તેજકુંવરશ્યામા સતીઓ અને સંતોની પરમપાવન પિયરભૂમિ સૌરાષ્ટ્ર વિશ્વને અનેક સ્ત્રીરત્નોની ભેટ ધરી છે. ગંગાસતી, પાનબાઈ, ડાલીબાઈ, સતી તોરલ, સતી લોયણ અને જેમનાં પરમપાવન Jain Education International દર્શન માત્રથી નેત્ર ઠરતાં હતાં તેવાં, પ્રણામી જગતના અણમોલ રત્નસમાં તેજકુંવર ! તેજકુંવરનો જન્મ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે શ્રી રાધા-કૃષ્ણના પરમ ઉપાસક, લુહાણા વીરજી ભાણજીને ત્યાં વિ.સં. ૧૬૯૯ (ઈ.સ. ૧૬૪૩)ના ચૈત્ર સુદિ પૂર્ણિમાને દિવસે થયો હતો. ૧૯૧ વીરજી ભાણજી મોટી ઉંમર સુધી નિઃસંતાન હતા. કોઈક સંતે તેમનું ભવિષ્ય ભાખ્યું હતું કે, “તમારે ઘેર સાક્ષાત્ રાધિકા મહારાણી પુત્રીરૂપે પ્રગટશે અને તેના વિવાહ માટે તેનો પતિ પોતે તમારે ઘેર આવશે.” એ ભવિષ્યવાણી સાચી ઠરી હોય તેમ, જામનગર રાજ્યના દીવાન કેશવરાયના પુત્ર અને પાછળથી પ્રણામી ધર્મમાં પ્રાણનાથજી તરીકે પ્રસિદ્ધ થયેલા શ્રી મિહિરાજ ઠાકુરે, ધોરાજી મુકામે આવીને તેજકુંવરનો કર ગ્રહણ કર્યો હતો. તે પછી તેજકુંવરે મિહિરાજ ઠાકુરના ગુરુ દેવચંદ્રજી મહારાજ પાસેથી પ્રણામી ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. દેવચંદ્રજી મહારાજે, મિહિરાજ ઠાકુરની સાથે રહીને, તેજકુંવરને પ્રણામી ધર્મના પ્રચાર-પ્રસારના કાર્યમાં લાગી જવા ઉપદેશ આપ્યો હતો. ત્યારથી મિહિરાજ ઠાકુર અને તેજકુંવરની જુગલ જોડી પ્રણામી ધર્મનું પ્રચાર કાર્ય તન, મન અને ધનથી કરી રહ્યાં હતાં. મિહિરાજ ઠાકુર જામનગરના રાજા જામ સતાજીના દીવાન હતા ત્યારે ગુજરાતના સૂબેદાર કુતુબખાનને, જામ સતાજી, જકાતરૂપે ૯ લાખ કોરી આપી શક્યા ન હતા. તેથી કુતુબખાને દીવાન મિહિરાજને, જકાત ન ભરાય ત્યાં સુધી બાનમાં રાખ્યા હતા, પરંતુ જામ રાજા નિયત સમય સુધીમાં જકાત ન ભરી શક્યા તેથી શરત મુજબ મિહિરાજનો વધ કરવાનો સમય નજીક આવ્યો. જો મિહિરાજનો વધ થાય તો પ્રણામી ધર્મના પ્રચારનું કાર્ય અટકી જશે એમ વિચારીને તેજ બુદ્ધિનાં માલિકણ તેજકુંવરે મિહિરાજના જૂનાગઢ સ્થિત શિષ્ય કાનજીભાઈને પોતાનાં વસ્ત્ર-ભૂષણ પહેરાવી, અમદાવાદ મોકલ્યા. મિહિરાજને અંતિમ ક્ષણે મળવાની પત્ની તરીકેની ઇચ્છા પૂર્ણ કરવા દરવાનની રજા લઈ કાનજીભાઈ સ્રીવેશે મિહિરાજ પાસે પહોંચી ગયા અને કુનેહપૂર્વક મિહિરાજને બચાવી લીધા! તેજકુંવરની બુદ્ધિચાતુર્યનો મર્દાનગીભર્યો એ પ્રસંગ સૌરાષ્ટ્રની સ્ત્રીશક્તિના ઇતિહાસનો મહામૂલો પ્રસંગ છે! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy