SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ; ૧૮૬ પ્રણામી ધર્મ (નિજાનંદ સંપ્રદાય)ના આદ્યસ્થાપક નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ (ઈ.સ. ૧૫૮૨ થી ૧૬૫૬) આત્મા તથા પરમાત્મા સનાતન છે. તેમનો સંબંધ પણ સનાતન કે શાશ્વત છે. એ સનાતન સત્યને સમજાવવા માટે ધર્મનો પ્રારંભ થયો હોવાથી ધર્મ પણ સનાતન કહેવાયો. સમયના પરિવર્તન સાથે ધર્મના સિદ્ધાંતોના પ્રતિપાદનમાં પરિવર્તનો થતાં રહ્યાં, જેથી ધર્મને નામે વિકૃતિઓ પ્રવેશી. આવી સ્થિતિને નિવારીને માનવજીવનને ઉન્નત બનાવી સામાજિક સ્તરને ઊંચું લાવવા માટે અનેક મહાન વિભૂતિઓએ સમયે સમયે પ્રગટ થઈને ધર્મના સનાતન પ્રેમ કેન્દ્રિત સિદ્ધાંતોનું પુનઃ સ્થાપન તેમ જ પ્રચારનું કાર્ય કર્યું છે. આવી મહાન વિભૂતિઓમાં ૧૭મી સદીમાં પ્રણામી (નિજાનંદ) સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રી દેવચંદ્રજી મહારાજે સાકાર અને નિરાકારથી પરે પરબ્રહ્મ પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને સ્પષ્ટ કરી “તે એક છે અને ક્ષર તેમજ અક્ષરથી પરે હોવાથી અક્ષરાતીત કહેવાય છે” તેમ જણાવી તેમની અનુભૂતિ માટે ‘પ્રેમ’ને સર્વોચ્ચ દર્શાવ્યો છે. વિશ્વજાગણીના પ્રણેતા, માનવસમુદાયના અધ્યાત્મગુરુ, ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને પરમધામના પથદર્શક ધર્માચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજનો જન્મ ઈ.સ. ૧૫૮૨માં પૂર્વે મારવાડ પ્રદેશમાં આવેલા અને હાલ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં સ્થિત નગર ઉમરકોટના કાયસ્થ પિતા મતુ મહેતા, માતા કુંવરબાઈને ત્યાં થયેલો. સુખી, સંસ્કારી અને પરમ ધાર્મિક પરિવારમાં જન્મેલા દેવચંદ્રજીને ગળથૂથીમાંથી જ કથાશ્રવણનો શોખ લાગ્યો હોવાથી તેઓ નાનપણથી જ ગીતા અને ભાગવતની કથા ધ્યાનથી સાંભળતા. પરિણામે તેમને આધ્યાત્મિક જ્ઞાનપ્રાપ્તિ માટે લગની લાગી. માત્ર અગિયાર વર્ષની કુમળી વયે તેમના મનમાં પ્રશ્નો પેદા થયા. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? અને મારો ભરથાર કોણ છે? એ પ્રશ્નોનો ઉત્તર મેળવવા તેઓ અંતર્મુખી થયા. ઉમરકોટના સંન્યાસી પાસેથી ઉત્તરો મેળવવામાં તેમને નિરાશા Jain Education International ધન્ય ધરા મળી. પિતાજી સાથે ભૂજનગર જઈ પ્રકાંડ પંડિત રાધાવલ્લભી શ્રી પં. હરિદાસ પાસેથી ઉપદેશ સાંભળ્યો ત્યારથી પંડિત હરિદાસજી તેમના મનમાં વસી ગયા હતા. તેથી ઈ.સ. ૧૫૯૯માં માતાપિતાથી છૂપી રીતે, ઘર છોડી તેઓ પં. હરિદાસજીના ચરણોમાં પહોંચી ગયા. ભૂજનગરમાં દેવચંદ્રજીને પં. હરિદાસનું મમત્વભર્યું આધ્યાત્મિક માર્ગદર્શન મળવા લાગ્યું. દેવચંદ્રજી તેમની નિશ્રામાં એકાગ્રચિત્તે રાધા-માધવની ભક્તિ કરવા લાગ્યા. તેથી પ્રસન્ન થઈને હરિદાસે તેમના મસ્તકે વરદ્ હાથ મૂકીને ઈ.સ. ૧૬૦૪માં “ભજ મન શ્રી વૃન્દાવન કુંજવિહારી નિત્ય વિલાસ” ગુરુમંત્ર આપી, સખી ભાવે શ્રી કૃષ્ણનું ભજન કરવાની આજ્ઞા આપી. જોગાનુજોગ તે જ દિવસે માતાપિતાનું મન દુઃખી ન થાય તે હેતુથી માતાપિતાની ઇચ્છા મુજબ લાચારી સાથે લીલબાઈ નામની સુશીલ કન્યા સાથે લૌકિક વિવાહ પણ કરવા પડ્યા, પરંતુ સાધવીહૃદયી લીલબાઈ પણ દેવચંદ્રજીની સાધનામાં બાધક ન બનતાં, સાવધાનીપૂર્વક સંસારી જીવન વ્યતીત કરતાં હતાં. તેથી પ્રભાવિત થઈને પં. હરિદાસે દેવચંદ્રજી પોતાને ઘેર રહીને સારી રીતે સેવા-પૂજા કરી શકે તે હેતુથી તેમને ઘેર બાંકે બિહારીનાં મુગટ, મોરલી અને વાઘા-વસ્ત્રની સેવા પધરાવી આપી. ત્યારથી પ્રણામી મંદિરોમાં વાઘા-વસ્ત્ર અને મુગટ મોરલીની નિષ્ઠાપૂર્વક સેવા-પૂજા કરવામાં આવે છે. પોતાના ઘરમાં જ સેવા-પૂજાની પધરામણી થવાથી દેવચંદ્રજી શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણની પૂજા, ચિંતન, મનન કરવા લાગ્યા. એક દિવસ તેમને શ્રી કૃષ્ણનાં દર્શન કરવા તીવ્ર ઇચ્છા જન્મી. તેઓ ધ્યાનમાં સરી પડ્યા. પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે ધ્યાનમાં ને ધ્યાનમાં શ્રી બાલકૃષ્ણે તેમને વનમાં ગોપબાળો સાથે દર્શન આપી ઘૂઘરીનો પ્રસાદ પીરસ્યો હતો. ધ્યાનમાંથી જાગૃત થયા ત્યારે ધન્યતાનો અનુભવ કરતા હતા. હવે તેમને ખાતરી થઈ હતી કે “હું મારા ભરથારને શોધીને જ રહીશ!'' * * * પૂર્વકાળથી સંતોની પિયરભૂમિ તરીકે પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ભૂમિ ધાર્મિક ભાવનાઓથી ધબકતી રહી છે. તેના ધબકારા હાલાર વિસ્તારની ધરતીએ પણ ઝીલ્યા. મધ્યયુગમાં હાલાર પ્રદેશનું મુખ્ય શહેર નવાનગર-જામનગર, જામનરેશોના પ્રયત્નોથી ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહી ‘છોટી કાશી’ તરીકે પ્રસિદ્ધ હતું. તેથી દેવચંદ્રજીએ ભૂજનગરમાં ૧૦ વર્ષ સુધી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy