SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રણામી ધર્મના પ્રેરક જ્યોતિર્ધરો વિશ્વની વિદ્યમાન આધ્યાત્મિક વિચારધારાને આધારે એમ જણાય છે કે સત્તરમી સદીમાં જામનગર મુકામે પૂ. દેવચન્દ્રજી મહારાજે પ્રણામી ધર્મની સ્થાપના કરી અને તે પરંપરા ભારતભરમાં તથા ઇરાન, ઇરાક, અરબસ્તાન, નેપાળ, ભૂતાન અને સિક્કીમમાં મહામતિ શ્રી પ્રાણનાથજી દ્વારા પ્રસાર પામી. વિશ્વઐક્ય, વિશ્વકુટુંબકમ્ અને માનવતાલક્ષી બુનિયાદ ઉપર સ્થાન પામેલા આ પ્રણામી ધર્મના આદ્યસ્થાપક અને તેના સંવર્ધનકર્તાઓ ગુજરાતના જ હતા, પણ ઇતિહાસે તેની ખાસ નોંધ લીધી નથી જણાતી. હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાના એકમાત્ર ખ્યાલથી પ્રભાવિત થયેલા આ ધર્મસંગઠને મુઘલ શાસકોને સત્યધર્મ સમજાવવા સતત મથામણ કરી હોવાનું ભાસે છે. તેમનું ધર્મ-અભિયાન નોંધપાત્ર ઘટના છે. ૧૮૫ પ્રણામી ધર્મમાં રાજશ્યામાજીશ્રી કૃષ્ણ અને રાધાના સ્વરૂપ તરીકે પૂજાય છે. તેમના પટ્ટશિષ્યો લાલદાસ સ્વામી, નવરંગસ્વામી અને મહામતિજીએ વેદગ્રંથો કતેબગ્રંથોના અધ્યયન દ્વારા હેમેટિક–સેમેટિક કલ્ચરનો સમન્વય સાધી પ્રણામી ધર્મને વિશ્વફલક ઉપર મૂકીને તેના પ્રચાર-પ્રસાર માટેનું ભગીરથ કાર્ય કર્યું છે. ઉપરાંત સમાજમાં સમરસતા સ્થાપિત કરવા સંતરત્નો-કરુણાસખી, કેસરબાઈ વગેરેએ પ્રયત્નો કર્યા છે. આજે પણ પ્રણામી મંદિરોમાં તેમની અંશાવતાર તરીકે પૂજા થાય છે. પ્રણામી ધર્મના મર્મજ્ઞ અને ઇતિહાસવેત્તા ડૉ. મહેશચંદ્ર પંડ્યા, પ્રાધ્યાપક, સંશોધક અને કવિ તરીકે ગણાયા છે. પંચમહાલ જિલ્લાના બાકોર ગામે તેમનો જન્મ થયો. મોડાસાની વિનયન કોલેજમાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના અનુસ્નાતક ઇતિહાસભવનમાં લેક્ચરર, રીડર, પ્રોફેસર, અધ્યક્ષ તરીકે ૩૪ વર્ષ સુધી ઇતિહાસ વિષયનું અધ્યાપન, સંશોધન કર્યું છે અને પીએચ.ડી.ના સંશોધકોના માર્ગદર્શક રહ્યા છે. —ડૉ. મહેશચંદ્ર પંડ્યા ડૉ. પંડ્યાએ ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદના ઉપપ્રમુખ અને મંત્રીપદે લાંબો સમય સેવા આપી. ઓલ ઇન્ડિયા હિસ્ટ્રી કલ્ચર સોસાયટી ન્યુ દિલ્હી, સૌરાષ્ટ્ર, કચ્છ ઇતિહાસ પરિષદ, જૂનાગઢ દ્વારા તથા ભારતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા યોજાયેલા સેમિનારોમાં ૬૫ થી વધુ સંશોધન પેપર્સ રજૂ કર્યાં. તેમના કેટલાક મહત્ત્વના સંશોધનલેખો કેટલાંક સામયિકોમાં પણ પ્રગટ થયા છે. ઇતિહાસ, સમાજદર્શન અને ધર્મ સંબંધે તેમનાં વીસેક પુસ્તકો અને બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. Jain Education International સંશોધનક્ષેત્રે મેડલો, પારિતોષિકો, વિશિષ્ટ સમ્માનપત્રો મેળવીને તેઓ ઇતિહાસવિદ તરીકે સારું એવું માનપાન પામ્યા છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે તાજેતરમાં જ મધ્યપ્રદેશના પન્ના મુકામે તેમના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં સૌ પ્રથમ પ્રણામી ધર્મનું એક મ્યુઝિયમ આકાર પામ્યું છે. ગૌરવ લેવા જેવી બાબત છે કે, ઓગસ્ટસપ્ટેમ્બર ૨૦૦૭માં અમેરિકાના ટેક્સાસ, સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, જ્યોર્જિયા, મેસેચ્યુસેટ વગેરે રાજ્યોમાં પ્રણામી ધર્મનો પ્રચાર કરી, ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવી આવ્યા છે. પ્રણામી ધર્મનાં તેમનાં પુસ્તકો વિશ્વની પ્રસિદ્ધ લાઈબ્રેરીઓ લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ-વોશિગ્ટન,` શિકાગો યુનિવર્સિટી તથા હારવર્ડ યુનિવર્સિટીઓની લાઇબ્રેરીમાં સ્થાન પામ્યા છે. ડૉ. પંડ્યા આજે પણ અખબારો અને સામાયિકોમાં ચિંતન-પ્રધાન લેખો લખી સમય સાથે કદમ મિલાવવા સમાજને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. —સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy