SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨. ૧o૯ પ્રજાજીવળના કલ્યાણયાત્રીઓ –ડૉ. રસેશ જમીનદાર આપણા જીવનમંત્રોમાં ક્યાંય પણ આ મારું-તારું કે સ્વાર્થ અને સંકુચિતતાને બિલકુલ કોઈ સ્થાન જ નથી. સર્વે સુરવીનઃ સન્તુથી જ આપણા મંત્રો શરૂ થાય છે. કવિ કલાપીએ કહ્યું છે કે “બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે, આધાર સૌને સૌનો રહ્યો જ્યાં”. આ કથન અનુસાર પરસ્પરના અવલંબનથી આ બ્રહ્માંડ ટકી રહ્યું છે. આ પરમાર્થી કર્મોને કલ્યાણ કહે છે. કલ્યાણ કરો તો કલ્યાણ થાય, એવી એક સીધી સમજણ વણલખી આ સમાજમાં યુગોથી પ્રસરેલી છે. શ્વાન કે ગાયને હરહમેશાં બટકું આપવાનું વ્રત ઘર ઘરની નીતિ અને પ્રણાલિકા રહી છે. અન્નક્ષેત્રો અને સહાય કેન્દ્રો નિભાવવા એ અનેકોની એક કાયમી ટેવ છે. સાધુ-સાધ્વીઓની ભાવથી વૈયાવચ્ચ (સેવા) કરવી એ સંસ્કારો જૈનોને ગળથૂથીમાંથી અપાતા હોય છે. જીવનની સાચી શોભા સંપત્તિ કે શણગાર નહીં. ધર્મશાળાઓ, વાવ, કૂવા અને મંદિરો બંધાવવાનો પણ એક જમાનો હતો, આજે નિશાળો અને દવાખાનાં, પુસ્તકાલયો અને વિશ્રામગૃહોને નિભાવનારાઓની સંખ્યા ઓછી નથી. આ બધું પ્રજાના ઉત્કર્ષ, આબાદી અને કલ્યાણ અર્થે જ હોય છે. સ્વામી સહજાનંદ વ્યવહારુ અને લોકોધારક હતા એમણે લોકસમુદાયની નાડ પારખીને જ ચુસ્ત ધાર્મિક સમાજને સ્થાને પરિવર્તિત સમાજધર્મની હિમાયત કરી. સેવા સહકાર, શ્રદ્ધા અને સદ્ભાવ કુટુંબ જીવનની ઇમારતના ચાર આધાર સ્તંભો છે. પરોપકાર, ઉદારતા, દાન, સખાવત વગેરેને ધર્મ કહેવામાં આવે છે. સર્વે સુખી થાય એવી વિશાળતમ ભાવનાથી આ બધું થતું હોય છે. મહાન સાક્ષર ગોવર્ધમરામ ત્રિપાઠીએ “સરસ્વતીચંદ્ર'માં કુટુંબ, સમાજ, રાજ્ય, ધર્મ વગેરેની ચાર ભાગમાં ચર્ચા કરીને અંતે કલ્યાણગ્રામની કલ્પના મૂકી. મહાત્માગાંધીએ પણ સાચું સ્વરાજ્ય લોકકલ્યાણ છે એમ કહીને અંત્યોદયની સુંદર ભાવના રજૂ કરી ઉપરાંત ટ્રસ્ટીશિપની વિચારધારા આપી. કવિ સુંદરમના ‘ત્રણ પાડોશી' કાવ્યમાં સમાજમાં ગરીબ-તવંગર, માલિક-નોકર, ઊંચ-નીંગ વગેરે ભેદ હશે ત્યાં સુધી સમાજમાં સુખ-શાંતિનો ક્યારે અનુભવ નહીં થાય એવી ગર્ભિત ચેતવણી પણ આપી છે. જે જ્ઞાની છે તે આ બધું સમજે છે જ અને સંતો-મહંતો પોકારી પોકારીને કહી રહ્યા છે તે પ્રમાણે જે ભૂખ્યાને અન્ન આપે છે એ જ સાહેબની બંદગી છે, એ જ સાચી પ્રાર્થના છે. સમાજ એવા કલ્યાણયાત્રીઓથી જ ટકે છે અને શોભે છે. આ પ્રતિભાઓએ કરેલાં નવપ્રસ્થાનો કાંઈ સહેલા, સરળ અને સમૂસુતર નથી ચાલ્યાં હોતાં, એના ઉદ્ભવ અને વિકાસમાં અનેક અવરોધો, વિદનોનો સામનો થયો હોય છે. એ બધા જ સમાજનાં સાચાં ઘરેણાં છે. એ સૌએ જીવસંઘર્ષની વિષમપળોમાં પણ આનંદ, પરમાનંદ અને દિવ્યાનંદનાં દર્શન કરાવ્યાં છે. એ સૌના જીવનવ્યવહારમાં પણ નખશિખ સૌજન્યભર્યો વર્તાવ જોવા મળે છે. કર્તવ્યનિષ્ઠા અને સમર્પણની ઉદાત્તમય ભાવના જાણે તે સૌના લોહીમાં વણાયેલી જોવા મળી છે. સત્યાન્વેષણની સરાણે ચઢેલા એવા કેટલાંક કર્મલક્ષીઓના આદર ભક્તિ અને જીવનસાધનાનું આ લેખમાળામાં ડૉ. રમેશભાઈ જમીનદારે મહાપુરુષોના જીવનની વાસ્તવિકતાનું સુપેરે દર્શન કરાવ્યું છે. જે પ્રથમ નજરે જ ગુજરાતનું એક માનચિત્ર પ્રગટ કરે છે. ધેર્ય, ઔદાર્ય, શૌર્ય, માધુર્ય, કારુણ્ય અને વાત્સલ્ય આ બધા ઈશ્વરીય અંશોની અનુભૂતિ કરાવી છે. ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy