SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ નૈતિક મૂલ્યો અને સમાજસુધારણાના પુરસ્કર્તા સ્વામી સહજાનંદ ધન્ય ધરા જેટલાં દેવાલયો, મઠોની મુલાકાત લીધી અને ૧૨૦૦૦ કિ.મી. યાત્રા કરી અને જીવન જીવવાની કળાનો જાત-અનુભવ અંકે કર્યો. આ સપ્તવર્ષીય ભારતયાત્રા દરમિયાન-શાનયાત્રા દરમિયાન નીલકંઠ વિવિધ સંપ્રદાયના આચાર્યો અને ઉપદેશકોની સાથે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વિશે સંવાદ કરતા રહ્યા અને તોય અંતઃકરણનો અજંપો દૂર થયો નહીં. જો કે ભારતભ્રમણથી નીલકંઠ મેળવેલા અનુભવોએ એમનું એવું તો આંતર ક્લેવર તૈયાર કર્યું, જેને પરિણામે દૂષણો સામે અહિંસક પડકારના પુરસ્કર્તા બની રહ્યા, નૈતિકક્ષેત્રના, કહો કે નૈતિકમૂલ્યોના, ધ્વજધારી તરીકે પ્રસ્થાપિત થયા. સમાજમાં સમન્વયના સિદ્ધાર્થ બની રહ્યા. અપરિગ્રહની ભાવનાથી અભિભૂત થયા અને અધ્યાત્મના ઉચ્ચ શ્રવાના આરોહી થઈ રહ્યા. આ બધું છતાં “ગુરુ વિના જ્ઞાન નકામું' એવી આપણી પરંપરાને હૃદયસ્થ કરીને નીલકંઠ ગુજરાતમાં માંગરોળ પાસેના લોજપુર ગામે સંવત ૧૮૫૬ના શ્રાવણ વદ છઠ્ઠને દિવસે (૨૧૮-૧૭૯૯) પધારી રામાનંદ સ્વામીના આશ્રમમાં આસનસ્થ થઈ અધ્યાત્મયાત્રાને પૂરી કરી. ગુરુ રામાનંદની નિશ્રામાં અને અધ્યાત્મ આજ્ઞામાં રહીને ભગવતી દીક્ષા વીસની વયે ગ્રહણ કરી, સંવત ૧૮૫૭ના કાર્તિક શુકલ એકાદશી અને બુધવારે (૨૮-૧૦-૧૮00). સ્વામી રામાનંદે પોતાના સત્સંગના વડા તરીકે નીલકંઠની વરણી કરી અને સહજાનંદ તથા નારાયણમુનિ નામ ધારણ કરાવ્યું અને વૈષ્ણવમાર્ગની ઉદ્ધવશાખાને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે દેઢ કર્યો. ગુરુ રામાનંદના નાનકડા સત્સંગને સહજાનંદે પોતાની વરેણ્ય પ્રજ્ઞાથી વિશાળ સંપ્રદાયમાં પરિવર્તિત કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યપદે રહીને સહજાનંદે આદર્શ અને પ્રેમાળ શિક્ષક તરીકે, પ્રભાવશાળી વરેણ્ય નેતા તરીકે, વણથાક્યા વટેમાર્ગ તરીકે તથા અપરંપરિત સમાજસુધારક તરીકે ત્રણ દાયકા સુધી અવિરત કાર્ય કરીને સંવત ૧૮૮૬ના જયેષ્ઠ શુક્લ દસમી ને મંગળવારના દિવસે (૨૮-૬-૧૮૩૦) તેઓ બ્રહ્મલીન થયા. ગુરુ રામાનંદ સ્વામિના બ્રહ્મલીન થયાના ચૌદમા દિવસે એટલે કે માગશર વદ ૧૧, સંવત ૧૮૫૮ના રોજ સહજાનંદે એમના અનુયાયીઓને “સ્વામિનારાયણ'નો મંત્ર આપ્યો. આમ, સહજાનંદ સ્વામીને થયેલા અનુભવો આજે આપણા વાસ્તે જ્ઞાનરૂપ છે. એમના જીવન દરમ્યાન ઘટેલી ઘટનાઓ આપણા સારુ શેયરૂપ છે અને આપણે સહુ તેથી જ્ઞાતારૂપ છીએ. સહજાનંદે કરેલા પુરુષાર્થની મીમાંસા અને તેનાં અર્થઘટન આપણા માટે ઇતિહાસ છે. ઉત્તર પ્રદેશના વિખ્યાત યાત્રાધામ અયોધ્યા પાસેના અને સરયૂ નદીના કાંઠાળા પ્રદેશમાં સ્થિત છપૈયા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં ઘનશ્યામનો જન્મ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ નવમીને દિવસે એટલે સુખ્યાત રામનવમીને દિવસે થયો હતો અર્થાત્ આંતરરાષ્ટ્રીય પંચાંગ પ્રમાણે ૨-જી એપ્રિલ, ૧૭૮૧ના દિવસે. એમના પિતા ધર્મદેવ વરિષ્ઠ પંડિત હતા. માતા ભક્તિદેવી પ્રેમનાં સાગર હતાં. એમનું અપર નામ હરિકૃષ્ણ હતું. નાની વયથી મંદિરોની મુલાકાત લેવી, ધર્મગ્રંથોનું વાચન કરવું, ધર્મસભાઓમાં ઉપસ્થિત રહેવું અને આધ્યાત્મિક બેઠકોમાં જોડાવું એ ઘનશ્યામનો સહજ ક્રમ હતો. જો કે આ બધી ક્રિયાપ્રક્રિયાથી એમને સંતોષ ના થયો. જ્ઞાનપ્રાપ્તિની એમની ઇચ્છા પરિખ ના થઈ અને તેથી માત્ર અગિયાર વર્ષની વયે ૨૯૬-૧૭૯૨માં અષાઢ સુદ ૧૦, સંવત ૧૮૪૯માં માતાપિતાનો વિશ્વાસ સંપાદન કર્યા વિના જ તથાગતની જેમ મહાભિનિષ્ક્રમણ સ્વરૂપે ગૃહત્યાગ કર્યો. સાધુ-સંતો-સાધકો—તપસ્વીઓના પ્રેરણાપોષક સ્થાન સમા હિમાલયની ગોદમાં ઘનશ્યામ સહુ પ્રથમ પહોંચ્યા. હવે તેઓ નીલકંઠ નામથી ઓળખાવા લાગ્યા. ત્યાંથી તપ, ત્યાગ, ધર્મ, જ્ઞાન અને યોગની પંચમાર્ગી સાધના સારુ પગપાળા સતત સાત વર્ષ સુધી સમગ્ર દેશમાં ઘૂમ્યા. ૧૮૭ Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy