SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સ્ટોરી ઓફ એ સોલ' નામના પોતાના સંસ્મરણાત્મક પુસ્તકમાં કરી છે. હુતા ચિત્રો સારાં દોરી શકતાં. શ્રી માતાજીએ એમનામાં રહેલો સાચુકલો ચિત્રકાર બહાર આણ્યો, એટલું જ નહી ‘સાવિત્રી’ના મહત્ત્વના અંશોનો શ્રી માતાજીએ હુતા સમક્ષ પાઠ કર્યો. હુતાએ એનું ધ્વનિમુદ્રણ કરી લીધું. ‘સાવિત્રી'ના એ અંશોને હુતાએ ચિત્રના માધ્યમ દ્વારા વ્યક્ત કર્યો. આ માટે જરૂરી માર્ગદર્શન શ્રી માતાજીએ હુતાને આપ્યું. શ્રી માતાજીએ આ પ્રોજેક્ટને નામ આપ્યું : મેડિટેશન્સ ઓન સાવિત્રી’. એ પછી એક બીજો ઉપક્રમ આરંભ્યો. શ્રી માતાજીએ સાવિત્રીની સમજુતી પણ આપી ને હુતાએ એને અનુરૂપ ચિત્રો દોર્યાં. આ રીતે ‘એબાઉટ સાવિત્રી'ના ગ્રંથો પ્રાપ્ત થયા. ‘સાવિત્રી' મહાકાવ્યમાં ઉદ્ઘાટિત થવા માટે આ ગ્રંથો અત્યંત સહાયક બની રહે છે. આ ચિત્રો પોંડિચેરીની પાસે તામિલનાડુમાં આવેલી દિવ્ય ઉષાનગરી ઓરોવિલમાં આવેલા સાવિત્રી ભવનમાં સચવાયાં છે. પ્રદર્શિત પણ થયાં છે. હુતાએ શ્રી અરવિન્દનાં કેટલાંક કાવ્યોનાં પણ ચિત્રો કર્યાં છે. શ્રી માતાજીએ હુતાને ધ પેઇન્ટર' તરીકે સ્વીકૃતિ આપી છે. આ હતા શ્રી માતાજીને સતત પત્રો લખતાં રહ્યાં. શ્રી માતાજીએ પણ એમને પત્રો દ્વારા જરૂરી માર્ગદર્શન આપ્યું. પત્રવ્યવહાર ૧૯૭૨ સુધી ચાલ્યો. ૧૯૬૮ સુધીના આ પત્રોનું હુતાએ “ધ વાઈટ રોઝીઝ' નામનાં ત્રણ પુસ્તકોરૂપે સંકલન કર્યું છે. હુતાએ આ પત્રોનો ગુજરાતી અનુવાદ પણ કર્યો. એમાં ૧૯૬૯થી ૧૯૭૨ સુધીનો પત્રવ્યવહાર પહેલીવાર ગુજરાતીમાં સમાવ્યો. આ રીતે શ્વેત ગુલાબ’ નામે એક ગ્રંથ પ્રકાશિત થયો છે. એ કોઈપણ જિજ્ઞાસુ માટે સહાયક બની રહે એમ છે. શ્રી માતાજીના પ્રોત્સાહનથી હુતાએ ૧૯૬૯થી પોતાનાં સંસ્મરણોનું આલેખન કરવાની શરૂઆત કરી. આ રીતે ૧૯૫૪થી માંડીને ૧૯૭૩ સુધીનાં એમનાં સંસ્મરણો આલેખાયાં છે. શ્રી માતાજીએ પોતે એનું નામ ધ સ્ટોરી ઓફ એ સોલ' આપ્યું છે. આ અંગે પ્રતિભાવ પાઠવતાં શ્રી માતાજીએ કહ્યું છે કે એક બીઈંગ કઈ રીતે પોતાનું દિવ્યજીવન પ્રાપ્ત કરે છે એની આ રસપ્રદ કથા છે. આ પુસ્તકનું વાચન ભાવકને શ્રી માતાજીની દિવ્ય સન્નિધિનો અનુભવ કરાવે છે. આ ધ સ્ટોરી ઓફ એ સોલ'નો પ્રથમ જ ભાગ હજુ ગ્રંથસ્થ થયો છે. એમાં ૧૯૫૪ અને ૧૯૫૫નાં સંભારણાં આલેખાયાં છે. આ પુસ્તકના બીજા ભાગ ભવિષ્યમાં પ્રકાશિત થવાની યોજના છે. Jain Education International ૧ આજે હુતાશ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી ખાતે પોતાની સાધના કરી રહ્યાં છે. શ્રી સ્મૃતિમાં અખંડ સાધનારત સુનંદા જે કોઈ શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી જાય છે તે અચૂક ‘શબ્દ'ની મુલાકાત લે છે. શબ્દ એ એક પુસ્તકોની નાનકડી દુનિયા છે. શ્રી અરવિન્દ્રદર્શનના મૂળ ગ્રંથોથી માંડીને અઘતન ગ્રંથો ત્યાં મળી આવે છે. માત્ર પુસ્તકો જ નહીં આશ્રમમાં નિર્માણ પામેલી અન્ય વસ્તુઓ પણ ત્યાં સાંપડે. પુસ્તકોનો વ્યાપાર દિવ્યતાના સંસ્પર્શથી કઈ રીતે થઈ શકે એનું એક ઠેકાણું તે શબ્દ. શ્રી માતાજીએ આ નામ પાડ્યું છે ને એમાં તપ પડ્યું છે સુનંદા અને બાલકૃષ્ણભાઈનું. ‘શબ્દની કૃપા’ બ્રાંચને વિકસાવવામાં સુનંદા શ્રી માતાજીનું કરણ બન્યાં. સુનંદા આણંદ જિલ્લાના તારાપુરનાં. ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૩ એમનો જન્મદિવસ. તેઓ જન્મ્યાં નાઇરોબીમાં. આફ્રિકામાં એમના પિતા શિવાભાઈ અમીન બેરિસ્ટર હતા. સુનંદાબહેનને ગળથૂથીમાંથી જ શ્રી અરવિન્દના સંસ્કાર પ્રાપ્ત થયા. એમના પિતા પ્રખર ગાંધીવાદી અને ૧૯૨૬ પહેલાંનાં શ્રી અરવિન્દના સંપર્કમાં, શિવાભાઈ ઘુમાનના સહપાઠી હતા. આણંદની દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલમાં બન્ને સાથે ભણતા હતા. અંબુભાઈના પણ સતત સંપર્કમાં. એમની શાળાના વિદ્યાર્થી થવાનું પણ શિવાભાઈને સૌભાગ્ય સાંપડેલું. પછી શ્રી અરવિન્દની અનુમતિથી લંડન જઈને બેરિસ્ટર થયેલા. પછી વ્યવસાયાર્થે વસ્યા કેન્યામાં. એમણે ભારત બહાર પહેલું શ્રી અરવિન્દ કેન્દ્ર નૈરોબીમાં સ્થાપેલું. આમ, સુનંદાબહેન શ્રી અરવિન્દ ચેતનામાં જ ઊછર્યાં. એમણે શિક્ષણ મેળવ્યું નૈરોબીમાં. થોડું તારાપુરમાં પણ ભણેલા. નવ વર્ષની વયે સુનંદા પહેલીવાર ૧૯૪૨માં માતાપિતા સાથે શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી ગયાં. એ વખતે શ્રી માતાજીનાં દર્શનનો એમને અનન્ય લાભ મળ્યો. શ્રી માતાજી એ દિવસોમાં પુષ્પ પર કામ કરી રહ્યાં હતાં. કયા છોડને રોજેરોજ કેટલાં ફૂલ ખીલે છે એની ગણતરી કરી નોંધ રાખતાં હતાં. આ કાર્યમાં સુનંદા જોડાય છે. ૧૯૫૧માં સુનંદા સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. લંડન મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ આગળ શું કરવું? શ્રી માતાજીને તેઓ મળ્યાં. શ્રી માતાજીએ એમને આશ્રમમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy