SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ F ખાસ તૈયાર કરાવેલા અતિથિગૃહ ગોલકોંડમાં પણ કામ કર્યું. અનુબહેન સહજ રીતે શિક્ષણ સાથે સંકળાયાં. ઓરોવિલમાં એક નાનકડા, પછાત ગ્રામ્યવિસ્તારમાં એક શાળા ચાલતી હતી. એનો વહીવટ કરવાનું એમના શિરે આવ્યું. ત્યારથી તે આજ સુધી તેઓ ઉદવી (= મદદ-તમિલ ભાષામાં) શાળા સાથે અવિભાજ્યપણે સંકળાયાં છે. ગ્રામ્યવિસ્તારમાં પ્રજાજનોના જીવનધોરણને ઊંચુ લાવવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. અનુબહેન લખે છે પણ ખરાં. બચ્ચોં કે શ્રી અરવિન્દ’ અને બચ્ચોં કે શ્રી માતાજી' નામે એમણે શ્રી અરવિન્દ્ર, શ્રી માતાજીનાં જીવનચરિત્રો પણ લખ્યાં છે. ‘ઉસકી રાહ પર’ એમણે લખેલી એક વિલક્ષણ વાર્તા છે. શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરીથી તેઓ ‘પુરોધા' નામે એક સામયિક પણ પ્રગટ કરી રહ્યાં છે. આજે ૮૪ વર્ષની વયે તેઓ આશ્રમની શાળામાં એમના વર્ગો નિયમિતપણે લે છે. ઓરોવિલની ઉદવી સ્કૂલની નિયમિત મુલાકાત લેતાં રહે છે. મધુર ભાવે શાંતિથી સ્વસ્થતાથી પૂર્ણતા પ્રત્યેની પોતાની અનંત યાત્રા કરી રહ્યાં છે. મેડિટેશન્સ ઓન સાવિત્રી'ના ચિત્રકાર હતા ‘હુતા' એટલે અર્પિતા. ધ ઓફર્ડ વન”. સવિતાબહેન હીન્ડોચાને શ્રી માતાજીએ આપેલું આ નામ છે. શ્રી માતાજીએ એમને પારદર્શી ચિત્રકાર બનાવ્યાં છે. ‘સાવિત્રી' મહાકાવ્યના અંશોની મૂળ અનુભૂતિઓને પ્રગટ કરતાં સેંકડો ચિત્રો શ્રી માતાજીના માર્ગદર્શનમાં હુતાએ તૈયાર કર્યાં છે. હુતા જન્મ્યાં પૂર્વ આફ્રિકામાં કેન્યાના મીવાની ખાતે ૧૯-૧૯૩૨ના રોજ. એમના પિતા દેવજીભાઈની ખાંડ બનાવવાની ફેક્ટરી હતી. અત્યંત ધનાઢ્ય પરિવારમાં રાજકુમારીની જેમ તેઓ ઊછર્યાં. બાળપણથી જ હુતા પરમ સત્ય, પરમ પ્રેમનો સાક્ષાત્કાર કરવા, એને જીવનમાં ચરિતાર્થ કરવા મથામણ કરી રહ્યાં હતાં. આ માટે તેઓ શ્રી માતાજીને પ્રાર્થનાઓ કરતાં રહેતાં. ગુજરાતીમાં આ પ્રાર્થનાઓ ‘ચરણવંદના’ નામે પ્રકાશિત થઈ છે. એનો હુતાએ પોતે કરેલો અંગ્રેજી અનુવાદ ‘સેલ્યુટેશન્સ' નામે પ્રગટ થયો છે. હુતાને ભારતનું અકળ અને અદમ્ય ખેંચાણ હતું. Jain Education International ધન્ય ધરા અભ્યાસ એમનો ગુજરાતમાં થયો. મેટ્રિક બાદ તેમને મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં કલા અને ફિલસૂફીનું અધ્યયન કરવું હતું, પરંતુ એમના પરિવારજનો એમને પરણાવી દેવા માગતા હતા. માટે એમને કેન્યા પાછા જતાં રહેવું પડે છે. એમને તો બંધનમાં પડવું જ નહોતું. હુતા એમનાં ભાઈભાભી સાથે યુરોપનો પ્રવાસ કરે છે. ત્રણેક માસ લંડન પણ રોકાય છે. એમનો પરિવાર શ્રી અરવિન્દ તરફ અભિમુખ હોય છે. ૧૯૫૩માં અંબુભાઈ પુરાણી એમના ઘરે પણ પધારેલા. ડિસેમ્બર ૧૯૫૩માં હુતાને પરણાવી દેવામાં આવે છે. એ પ્રસંગે શ્રી માતાજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થયેલા, જો કે લગ્નજીવન એમને સોનાના પિંજર જેવું લાગતું હતું. એમના પતિ મુંબઈમાં હતા. ૧૯૫૪ના નવેમ્બરની પહેલી તારીખે હુતા અને એમના પતિનું પોંડિચેરી શ્રી અરવિન્દ આશ્રમમાં જવાનું ગોઠવાય છે. હુતાની ચિરપ્રતીક્ષિત પળ આવી પહોંચે છે. તેઓ શ્રી માતાજીને મળે છે. કહો કે આત્માનું આત્મા સાથે મિલન થાય છે. પરમ સત્ય, પરમ પ્રેમને પામવાની એમની શોધ પૂર્ણ થાય છે. શ્રી માતાજી એમને માર્જોરમના સુગંધી પર્ણો પ્રસાદ રૂપે આપે છે. આ પર્ણોનું આધ્યાત્મિક તાત્પર્ય છે નવજન્મ. હુતાને ખરેખર લાગે છે કે એમનો નવજન્મ થયો છે. નવમી નવેમ્બરે શ્રી માતાજી એમને ખાસ મુલાકાત આપે છે. લગ્નના બંધનમાંથી મુક્ત કરવા હતા શ્રી માતાજીને મનોમન પ્રાર્થી રહે છે. શ્રી માતાજી એમને એક સોનાનો અછોડો પ્રસાદરૂપે આપે છે. પોતાનું પ્રેયર્સ એન્ડ મેડિટેશન્સ' પુસ્તક પણ આપે છે. હુતાનું આશ્રમનું પ્રથમ રોકાણ પૂરું થાય છે. હવે એમને પતિ સાથે કોલકાતા રહેવાનું થાય છે, પરંતુ પ્રેયસ એન્ડ મેડિટેશન્સ' દ્વારા તેઓ શ્રી માતાજીના સતત સંપર્કમાં રહેતાં હતાં. ૧૯૫૫માં ફેબ્રુઆરીમાં શ્રી માતાજીના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા તેઓ એમના પતિને માંડ મનાવીને એકલાં પોંડિચેરી પહોંચે છે. શ્રી માતાજી એમને કાયમ માટે પોતાની નિશ્રામાં રહેવાની અનુમતિ આપે છે. પોતાના પરિવારજનોને આની જાણ કરવા માટે તેઓ હુતાને જરૂરી માર્ગદર્શન આપે છે. ૧૭મી ફેબ્રુઆરીએ શ્રી માતાજી એમને એમનું સાચું નામ આપે છે : હુતા. હવે હુતાનું રીતસરનું આશ્રમજીવન આરંભાય છે. હુતા આશ્રમના યુવા સાધકોના ગ્રુપના સભ્ય થઈ જાય છે. શ્રી માતાજી એમને લગ્નજીવનમાંથી પણ છૂટાછેડા અપાવી દે છે. પરિવારજનોના લાગણીવેડાથી પણ એમને ઉપર ઉઠાવે છે. આ બધાની રસપ્રદ વાત હુતાએ ધ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy