SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦૫ જીવંત સંપર્ક હતો. તેઓ એકાધિકવાર ગુજરાત આવ્યા હતા. અંતિમ વર્ષોમાં તો એમના નાનાભાઈ વાસુદેવ સપરિવાર પોંડિચેરી સ્થાયી થયેલા. ૧૯૯૦માં પાંચમી જાન્યુઆરીએ શાંતિપૂર્વક એમણે પોતાનો દેહ છોડી દીધો. એ વખતે એમની ભત્રીજી સમતા એમની પાસે ઉપસ્થિત હોય છે. આજે આ સમતા શ્રી અરવિન્દ આશ્રમની આર્ટ ગેલેરી સંભાળે છે. નૃત્યના માધ્યમથી પૂર્ણયોગના સાધિકા અનુબહેન મહાન પિતાનાં સુપુત્રી થવાનું સૌભાગ્ય બહુ ઓછાંને સાંપડે છે. એમાં પણ પિતા યોગમાર્ગના પ્રવાસી હોય, પુત્રી પણ સહજ રીતે એ માર્ગે દોરાય એવું તો ભાગ્યે બને. આ સૌભાગ્ય સાંપડ્યું અનુબહેનને. નૃત્યના માધ્યમથી પૂર્ણયોગ ચરિતાર્થ કરવાનો એમણે પ્રયત્ન કર્યો. સાથે સાથે “પુરોધા' નામના હિન્દી સામયિક દ્વારા તેઓ શ્રી અરવિન્દ, શ્રી માતાજીનો પ્રકાશ સૌને પહોંચાડી રહ્યાં છે. અનુબહેન અંબુભાઈ પુરાણીનાં સુપુત્રી. ૧૯૨૩ની ૫ મી જાન્યુઆરીએ સુરતમાં એમનો જન્મ. એમના જન્મ પહેલાં જ અંબુભાઈને સ્વયં શ્રી અરવિન્દ્ર પાસેથી ભારત આઝાદ થવાનું જ છે એની ખાત્રી મળી ચૂકી હતી. એમણે ઘડી કાઢેલી “પુરાણ મંડળની ક્રાન્તિ દ્વારા ભારતમાતાને સ્વતંત્ર કરવાની ત્રિસ્તરીય યોજના વિખેરી કાઢી હતી ને તેઓ રચનાત્મક કાર્યો તરફ વળેલા. ‘આર્ય'માં પ્રકાશિત થતા શ્રી અરવિન્દના લેખોનો ગુજરાતી અનુવાદ કરી રહ્યા હતા. અનુબહેનના જન્મ પૂર્વે જ એમને ગુરુગૃહે જવાનો ચિરઝંખ્યો સંકેત મળી ચૂક્યો હતો. અનુબહેન જન્મે છે ને બે ત્રણ મહિનામાં જ અંબુભાઈ પહોંચી જાય છે શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી. અનુબહેન (લાડકું નામ નાનુબહેન) માંડ છ મહિનાનાં હોય છે ત્યારે માતા લીલાવતી બહેન અને પૂજાલાલ સાથે શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી જવા સહભાગી બને છે. ત્યાંના દિવ્ય વાતાવરણમાં થોડા માસ રહે પણ છે, પરંતુ મા-દીકરીની તબિયત બગડતાં એમને પાછા ગુજરાત આવી જવું પડે છે. અંબુભાઈ પોતે ઓગસ્ટ ૧૯૨૪માં થોડા માસ માટે સદગુરુની અનુમતિ લઈને ગુજરાત આવી જાય છે. બન્નેની તબિયત પૂર્વવત્ સારી થઈ જતાં તેઓ પાછા આશ્રમે જતા રહે છે. પછી તો લીલાવતીબહેન પણ આશ્રમે જાય છે. અનુબહેન અન્ય સ્વજનો સાથે સુરતમાં ઊછરે છે. અનુબહેનનું પ્રાથમિક શિક્ષણ ૧૯૨૮થી સુરતમાં આરંભાય છે. ૧૯૩૦માં અમદાવાદમાં તેમનું શિક્ષણ આગળ ધપે છે. ૧૯૩૩થી તો અનુબહેન દશ વર્ષની વયે પહોંચી જાય છે શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી. ત્યાં એમના પાર્થિવ માતા પિતા-લીલાવતીબહેન અને અંબુભાઈ હોય છે. અંબુભાઈ પોતે તેમને અંગ્રેજી, ફ્રેન્ચ, હિંદી, સંસ્કૃત, ઇતિહાસ, ભૂગોળ, ગણિત ભણાવતા. અંબુભાઈ સાથે તેઓ બહાર ફરવા પણ જતાં. આ રીતે એમનામાં કુદરતી સૌન્દર્ય પ્રત્યે અભિરુચિ પ્રગટે છે. ૧૯૩૭ સુધી આમ ચાલ્યું. અનુબહેને વિખ્યાત નૃત્યકાર ઉદયશંકરનું નૃત્ય નિહાળ્યું. એમને પણ નૃત્ય શીખવાનો ખૂબ જ ભાવ થાય છે. પિતા આગળ આ માટે જીદ પણ કરે. પછી શ્રી માતાજીના ખાસ હસ્તક્ષેપથી એમનું નૃત્યશિક્ષણ આરંભાય છે. આ માટે એમને શ્રીમતી રુમણી એરુડેલના મદ્રાસ ખાતે આવેલા કલાનિકેતનમાં રહેવાનું થાય છે. દોઢ વરસ સુધી અનુબહેન ત્યાં રહે છે. એ પછી અલમોડા (ઉત્તર પ્રદેશ)માં ઉદયશંકરનો તાલીમવર્ગ શરૂ થાય છે. અનુબહેન એમાં પણ જોડાય છે. આ બધો સમય લીલાવતીબહેન સતત એમની સાથે રહેતાં હોય છે. આ સમય દરમિયાન પિતા-પુત્રી વચ્ચે પત્રવ્યવહાર થયો હોય છે. એમાંના કેટલાક પત્રોમાં શ્રી અંબુભાઈ પુરાણી સ્મૃતિગ્રંથમાં પ્રગટ થયા છે. આ પત્રો કલાસમઝને પામવા માટે સહૃદયની ભૂમિકા કેવી હોવી જોઈએ? તત્ત્વતઃ કલા શું છે? કલા જેના દ્વારા પ્રગટ થાય છે તે કલાકાર કેવો હોવો જોઈએ? આવા અનેક મહત્ત્વના મુદ્દાઓની અંગે ચર્ચા થયેલ છે. પંડિત નહેરુએ પુત્રી ઇન્દિરાને લખેલા અવિસ્મરણીય પત્રોનું આ તબક્કે સ્મરણ થાય છે. ઉદયશંકર પાસે અનુબહેન બે વર્ષ તાલીમ લે છે. એ પછી તેઓ પાછાં પોંડિચેરી પહોંચે છે. અનુબહેન હવે પુખ્ત થયાં હોય છે. એમની સામે હવે એક પસંદગી કરવાની આવે છે. આશ્રમજીવન જીવવું કે ગૃહસ્થજીવન જીવવું. એમના માટે અંબુભાઈએ ખાનગીમાં એક છોકરો પણ ધ્યાનમાં રાખેલો, પરંતુ પૂરતી વિચારણાને અંતે અનુબહેન આશ્રમજીવન સ્વીકારે છે. ત્યારથી તેઓ આશ્રમમાં પોંડિચેરી જ આશ્રમમાં અનુબહેને અનેકવિધ કામગીરી સંભાળી. આશ્રમની શાળામાં બાળકોને નૃત્ય શીખવાડ્યું. એક પ્રસંગે તો સ્વયં માતાજીએ એમને અભિનય શીખવ્યો. આશ્રમના છાત્રાલયમાં બાળકોની સંભાળ રાખવાનું કામ કર્યું. માતાજીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy