SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ધન્ય ધરા ફોટોગ્રાફર હતા. હરિવદન શિલ્પી હતા. શાંતિનિકેતન જઈને એમણે અધ્યયન કરેલું સ્વતંત્રતાના સંગ્રામમાં તેઓ શહીદ થયેલા. સૌથી નાના ભાઈ વાસુદેવ. તે પણ સ્વાતંત્ર્યસેનાની હતા. અંબુભાઈના પુરાણી મંડલ'ના સક્રિય સભ્ય. આઝાદી બાદ જોકે સપરિવાર પોંડિચેરી શ્રી અરવિન્દ આશ્રમ વસેલા. ૧૯૧૯માં ચૌદ વર્ષની વયે કૃષ્ણલાલ સારંગપુર અમદાવાદના સાર્વજનિક વ્યાયામ મંદિરમાં જોડાય છે. એને સંચાલન એ વખતે અંબુભાઈ પુરાણી કરતા હતા. ૧૯૨૦માં આ વ્યાયામ મંદિરનો એક હસ્તલિખિત અંક પ્રગટ થાય છે. એમાં કૃષ્ણલાલે એક ચિત્ર દોર્યું હતું. આના પરિણામે એમનામાં રહેલા કલાકારને અંબુભાઈ પારખી ગયા. એમણે કૃષ્ણલાલનો સંપર્ક રવિશંકર રાવળ સાથે કરાવ્યો. આ સમયે વડોદરાના વિખ્યાત કલાભવન (આજની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ)માં પરંપરાગત પ્રાચીન ભારતીય કલાના અધ્યાપક તરીકે બંગાળના મરમી ચિત્રકાર પ્રમોદકુમાર ચેટરજી જોડાય છે. વડોદરામાં એમને ખાસ કોઈ વિદ્યાર્થીઓ મળતા નથી. રવિશંકર રાવળનું તેઓ આ બાબતે ધ્યાન દોરે છે. રવિશંકર રાવળ કૃષ્ણલાલ અને સોમાલાલ શાહને એમની પાસે શીખવા મોકલી આપે છે. કૃષ્ણલાલ એમની પાસેથી ખાસ તો બે વસ્તુ શીખ્યા : (૧) ચિત્રકામ માટે વિષયો કુદરતમાંથી લેવા અને (૨) ગુજરાતના લોકજીવનમાંથી પ્રેરણા મેળવવી. આ રીતે એમણે “ભીલકુમાર', “કુવા કાંઠે સાંજ', જંગલી પુષ્પો' જેવાં ચિત્રો દોર્યા. રવિશંકર રાવળના “કુમાર' સામયિકમાં એ પ્રગટ થયાં. પ્રમોદકુમાર ચેટરજી વડોદરામાં ખાસ ટકી શક્યા નહીં. ૧૮ જ માસમાં તેઓ વડોદરાથી રાજીનામું આપીને જતા રહ્યા. જોકે પછીનાં વર્ષોમાં કૃષ્ણલાલ એમને બંગાળમાં મળેલા. તેઓ શ્રી અરવિન્દ પ્રત્યે પણ વળેલા. જોકે એ પૂર્વેનું એમનું આકાશમાં ઉડ્ડયન કરતા બે હંસોનું ચિત્ર ખૂબ જ જાણીતું બનેલું. શ્રી માતાજીએ પોતે એને ૨૧ ફેબ્રુઆરી ૧૯૬૦ના દર્શનદિનના કાર્ડ તરીકે સ્વીકારીને સાધકોને એનું વિતરણ કરાવ્યું હતું. પ્રમોદકુમાર ચેટરજી બંગાળ જતા રહ્યા એ પછી કૃષ્ણલાલ પાછા અમદાવાદ આવી જાય છે. એમનો અભ્યાસ અધૂરો છૂટી જાય છે. ૧૯૨૭માં કાંતાબહેન સાથે એમનું લગ્ન થાય છે. આ કાંતાબહેન પણ થોડો સમય શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી પણ રહે છે. કષ્ણલાલ અમદાવાદની શારદામંદિર અને સી. એન. વિદ્યાલયમાં ચિત્રશિક્ષક તરીકે સેવાઓ આપે છે. આઝાદીની ચળવળનો એ સમય હતો. તેઓ એમાં પણ ઝુકાવે છે. ગાંધીજીની દાંડીકૂચમાં પણ એમણે ભાગ લીધેલો. એટલું જ નહીં કરાંચી ખાતે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં એમણે અને કનુ દેસાઈએ મંચસુશોભન પણ કરેલું. ૧૯૩૨ના જુલાઈમાં કૃષ્ણલાલ ચિત્રકલાના અધ્યયન માટે શાંતિનિકેતન જાય છે. ત્યાં કલાભવનમાં એ સમયે ભારતના મહાન કલાગુરુ નંદલાલ બોઝ અધ્યક્ષ હતા. એમની પાસેથી કૃષ્ણલાલને ખૂબ જ શીખવા મળે છે, પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે તેઓ ત્યાં માત્ર ૧૮ માસ જ રહી શકે છે. એ પછી ૧૦ ઓગષ્ટ ૧૯૩૩ના રોજ તેઓ શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી જાય છે. ત્યાં તેમને આશ્રમવાસી બનવાની અનુમતિ પ્રાપ્ત થાય છે. તેઓ પોંડિચેરી આવ્યા ત્યારથી જ શ્રી અરવિન્દ, શ્રી માતાજી સાથે એમનો પત્રવ્યવહાર શરૂ થાય છે. પોતાની પીછીને તેઓ શ્રી માતાજીનો સંસ્પર્શ પ્રાપ્ત કરાવે છે. શ્રી અરવિન્દ, શ્રી માતાજીના માર્ગદર્શનમાં તેઓ ચિત્રના માધ્યમથી પોતાની શોધ આરંભે છે. આશ્રમમાં એ વખતે અનિલકુમાર ભટ્ટાચાર્ય, સંજીવન બિશ્વાસ, ચિન્મયી, રોમેન પાબીત જેવા ચિત્રકારોનું એક છંદ રચાયેલું. એમાં કૃષ્ણલાલ પણ હોય છે. આ બધાને શ્રી માતાજી ખાસ માર્ગદર્શન આપતા. આરંભમાં તો કૃષ્ણલાલ પોતાને ચિત્રકાર જ માનતા. યોગમાં પોતાની ગતિ નથી એવું એમનું માનવું હતું, પરંતુ એમની પ્રકૃતિમાં રહેલા ભક્તને લીધે તેઓ આશ્રમજીવનમાં સરસ રીતે ગોઠવાઈ ગયા. અહીં એમણે પોતાને થતી અનુભૂતિઓનાં ચિત્રો દોર્યા. ખાસ તો પોટ્રેઇટ, લેન્ડસ્કેપ્સ અને સી–સ્કેપ્સ દોર્યા. ૧૯૩૪માં એમણે હિરણ્ય પુરુષનું એક ચિત્ર દોર્યું. એને શ્રી માતાજીએ દર્શનદિન પરના કાર્ડમાં સ્થાન આપ્યું. આ ચિત્રોની સાથે સાથે એમણે ભીંતચિત્રો દોર્યા. શ્રી અરવિન્દ આશ્રમમાં શ્રી માતાજીના ખંડમાં એમણે દોઢસો ફૂટનું મ્યુરલ કર્યું. આ કાર્ય ધ્યાનપાત્ર બની રહ્યું. અંતિમ વર્ષોમાં એમણે આશ્રમના ખાસ અતિથિગૃહ ગોલકોંડના પ્રવેશમાં દીવાલ પર એક્રિલિક રંગોમાં એક મ્યુરલ કર્યું. શ્રી માતાજીના એક દર્શનને એમણે ત્યાં અભિવ્યક્ત કર્યું. આ એમનું મહત્ત્વનું પ્રદાન ગણી શકાય. આશ્રમમાં એમણે ચંપકલાલ જેવા સાધકોથી માંડીને અનેકને ચિત્રો દોરવામાં એમણે માર્ગદર્શન આપ્યું. તેઓ ગુરગૃહે પોંડિચેરી સ્થાયી થયા હોવા છતાં ગુજરાત સાથે એમનો Jain Education Intemational ucation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy