SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શ્રી અરવિન્દના જન્મદિનથી તેઓ શ્રી અરવિન્દ્રદર્શનનું અનુશીલન કરતું ‘દક્ષિણા' સામયિક શરૂ કરે છે. ગુજરાત સાથે આ રીતે એમનો વિશિષ્ટ સેતુ રચાય છે. આ સામયિકના અદ્યાપિ ૧૦૮ અંક પ્રગટ્યા છે. પછી તે બંધ થયું છે. જીવન સમગ્રને શ્રી અરવિન્દના પ્રકાશમાં પામવા માટેની સામગ્રી એમાં પ્રકાશિત થતી રહે છે. ગુજરાતના અગ્રણી કવિઓનાં કાવ્યો, શ્રી અરવિન્દના સુન્દરમે કરેલાં કાવ્યાનુવાદો પ્રગટ થાય છે. ‘સાવિત્રી’ મહાકાવ્યનો સુન્દરમ્ અનુવાદ કરવો આરંભે છે. તે ક્રમશઃ ‘દક્ષિણા’માં પ્રગટ થાય છે. આ અનુવાદ હવે સ્વતંત્ર પુસ્તકરૂપે પણ ઉપલબ્ધ છે. સુન્દરમે શ્રી અરવિન્દનાં સંસ્કૃત કાવ્ય ‘ભવાની ભારતી'નો સમશ્લોકી ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે. આ સુન્દરમ્ અંગે ગુજરાતી સાહિત્યમાં અનેક ગ્રંથો ઉપલબ્ધ છે. ‘તપોવન’, ‘શબ્દયોગ’, ‘સુન્દરમ્ એટલે સુન્દરમ્' ઇત્યાદિ એમના અંગેના અધ્યયનગ્રંથો છે. આ ઉપરાંત સુન્દરનો પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે પણ એકાધિક વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ થયો છે. ૧૯૫૧માં સુન્દરમ્નો ‘યાત્રા’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થાય છે. એમાંનું મેરે પિયા મેં કછુ નહીં જાનું' કાવ્ય ધ્યાનાર્હ છે. આ જ સાલમાં શ્રી માતાજીની નાનકડી પુસ્તિકા “ધ આઇડિયલ ચાઇલ્ડ'નો સુન્દરમ્ અનુવાદ કરે છે. આ પુસ્તિકા ગુજરાતનાં અને ગુજરાતી ભાષી સર્વ બાળકોને પ્રાપ્ત થાય એવો શિવસંકલ્પ તેઓ કરે છે. આ માટે ૧૯૫૨માં વડોદરામાં આદર્શ બાળક સંમેલન યોજાય છે. એ પછી પુરાણીજી સાથે ૧૯૫૫થી ગુજરાતમાં શ્રી અરવિન્દશિબિરો યોજાવી શરૂ થાય છે. પહેલી શિબિર યોજાય છે નડિયાદ પાસે અરેરા મુકામે. ૧૯૫૬માં બીજી સુરત યોજાય છે. શિબિરોના સંચાલનની જવાબદારી પછી સુન્દરમ્ વહન કરે છે. આ શિબિરોથી નવાં શ્રી અરવિન્દ કેન્દ્રો સ્થપાય છે. નવા સાધકો પ્રાપ્ત થાય છે. નવેમ્બર ૧૯૬૭માં આવી એક શિબિર નર્મદા તીરે વડોદરા જિલ્લામાં ગંગનાથ યોજાય છે. ગંગનાથમાં ૧૯૦૨થી ૧૯૦૫ દરમિયાન શ્રી અરવિન્દ બ્રહ્માનંદ સ્વામીનાં દર્શને જતા હતા. આ પુણ્યભૂમિમાં સુન્દરમ્ની શિબિર દરમિયાન સૌને અભીપ્સા થાય છે કે ગુજરાતમાં કોઈ સ્થળ એવું હોવું જોઈએ જ્યાં પ્રભુ માટે સમગ્ર જીવન જીવી શકાય. ૩૬ સાધકોના હસ્તાક્ષર સાથે આ ભાવની એક પ્રાર્થના સુન્દરમ્ શ્રી માતાજીને અર્પણ કરે છે. ૧ ડિસે. ૧૯૬૭ના રોજ શ્રી માતાજી ગુજરાતની આ અભીપ્સા સ્વીકારે છે, ને નવી નગરી માટે આશીર્વાદ પાઠવે છે. એનું નામ પાડી આપે છે ‘ૐ પુરી.' એ પછી ૧૯૮૩માં ૧૧ Jain Education International 963 નવેમ્બરે ૧૧ ને ૧૧ મિનિટે ૐ પુરીનું ખાતમુહૂર્ત થાય છે. એ સમયે ચંપકલાલ અને સુન્દરમુની ઉપસ્થિતિમાં ગુજરાતનાં ૧૨૫ કેન્દ્રોના પ્રતિનિધિઓ એમના કેન્દ્રોની માટી ત્યાં પ્રસ્થાપિત કરે છે. એ પછી આ ૐૐ પુરીનો ઝડપી વિકાસ થાય છે. શ્રી અરવિન્દ્ર-મહામંદિર અને કેટલાક આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે. શ્રી અરવિન્દના દિવ્યાંશ પણ પ્રસ્થાપિત થયા છે. દિવ્યચેતનાની અનુભૂતિ મેળવવાનું એક તીર્થ ૐ પુરી બન્યું છે. સુન્દરમ્ શ્રી અરવિન્દચેતનાના પ્રસાર માટે ઝામ્બિયા અને યુરોપના ઇંગ્લેંડ, ફ્રાન્સ જેવા દેશોની પણ યાત્રા કરે છે. ગુજરાતમાં અને અન્યત્ર શ્રી અરવિન્દે, શ્રી માતાજીનું કામ કરે છે. ૧૯૮૫માં એમને પદ્મભૂષણ એનાયત થાય છે. એમની પ્રાર્થનાઓ “તું હૃદયે વસનારી, હૃદયે હૃદયે શ્રી અરવિન્દે, આનંદમયી ચૈતન્યમયી.....''આજે પણ દિવ્ય ચેતનાનું અનુસંધાન સાધી આપે છે. ૧૯૯૧માં ૧૩મી જાન્યુઆરીએ સુન્દરમ્નો દેહવિલય થયો, પરંતુ એમનું કાર્ય તો અટક્યું જ નથી. એમનાં પુત્રી સુધાબહેન એમના અપ્રકાશિત ગ્રંથો પ્રકાશિત કરવા માંડ્યા છે. ૧૯૯૫થી ૨૦૦૨ સુધીમાં આ રીતે કાવ્યસંગ્રહો, અનુવાદોનાં ૨૧ પુસ્તકો પ્રકાશિત થયાં છે. શિબિરો પણ નિયમિત યોજાય છે. પોંડિચેરીના દક્ષિણા કાર્યાલયમાંથી શ્રી અરવિન્દ્ર, શ્રી માનો સંદેશ રિદ્ધ મંગલા રૂપે દર માસે પ્રાપ્ત થાય છે. સતત સુન્દરી પેલી કાવ્યપંક્તિનું સ્મરણ થાય છે : “હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં..... ચિત્રના માધ્યમથી અધ્યાત્મ સાધના કરાવનારા સાધક કૃષ્ણલાલ વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતના પ્રખ્યાત કલાગુરુ રવિશંકર રાવળ પાસે સોમાલાલ શાહ, કનુ દેસાઈ જેવા ચિત્રકારોની એક આખી પેઢી તૈયાર થઈ. એમાં કૃષ્ણલાલ ભટ્ટ મોખરાનું સ્થાન ધરાવે છે. જીવનમાં ૨૮ વર્ષથી તેઓ ગુરુગૃહે શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી વસ્યા. એ પછી એમની ચિત્રકલા ખરેખરી અધ્યાત્મસાધના બની રહી. કૃષ્ણલાલનું વતન સૌરાષ્ટ્રનુ કાલાવાડ. ૧૯૦૫ની પહેલી જુલાઈએ પુષ્ટીમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં એમનો જન્મ. પિતા કેશવલાલ વ્યવસાયાર્થે અમદાવાદમાં વસેલા. અમદાવાદમાં એમની જામનગરી મીઠાઈની દુકાન હતી. કેશવલાલનાં ચાર સંતાનો. કૃષ્ણલાલ એમાં સૌથી મોટા. એ પછીના શ્રીદામ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy